Sunday, September 25, 2022
Home International ઇરાનમાં પોલીસની અટકાયતમાં યુવતીનું મોત, વિરોધમાં મહિલાઓએ હિજાબ ઉતાર્યા

ઇરાનમાં પોલીસની અટકાયતમાં યુવતીનું મોત, વિરોધમાં મહિલાઓએ હિજાબ ઉતાર્યા

  • દેશમાં અનેક સ્થળે કસ્ટોડિયલ ડેથના વિરોધમાં લોકો રસ્તા પર ઊતર્યા
  • મહસાના મોતના વિરોધમાં લોકો શનિવારે રસ્તા પર ઉતર્યા 
  • સક્કેજમાં સુરક્ષા દળોએ દફનવિધિ બાદ દેખાવકારો પર ગોળીબાર કર્યા

ઇરાનમાં શનિવારે મોરલ પોલિસિંગને કારણે જીવ ગુમાવનારી યુવતી મહસા અમિનીને ન્યાય અપાવવાની ચળવળ તેજ થઇ હતી. ઘણાં સ્થળોએ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા, એટલે સુધી દેખાવકાર મહિલાઓએ પોતાના ચહેરા પરથી હિજાબ હટાવીને દેખાવો કર્યા હતા. મહસાના મોતના વિરોધમાં લોકો શનિવારે રસ્તા પર ઉતર્યા હતા. મહસાના ગૃહનગર સક્કેજમાં પણ લોકો રસ્તા પર ઊતર્યા હતા અને સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો. એક ઇરાની પત્રકાર અને કાર્યકર્તા મસીહ અલીનેઝાદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે સક્કેજમાં સુરક્ષા દળોએ મહસાની દફનવિધિ બાદ શાંતિપૂર્ણ દેખાવો કરતા લોકો પર ગોળીબાર કર્યા હતા, જેમાં સંખ્યાબંધ દેખાવકારો ઘવાયા હતા.

- Advertisement -

મહસાને અપાઇ હતી યાતના, માથા પર ઇજાનાં નિશાન

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું હતું કે, જે સ્થિતિમાં મહસાનું મોત થયું છે તેમાં યાતના અને અન્ય દુર્વ્યવહારના આરોપ સામેલ છે.તેની ફોજદારી તપાસ થવી જોઇએ. 2015ની પરમાણું સમજૂતીને રિવાઇવ કરવાના પ્રયાસ કરી રહેલા ઇરાન માટે અમેરિકન દૂત રોબર્ટ મેલેએ કહ્યું હતું કે, અમિનીના મોત માટે જવાબદાર લોકોને જવાબદેય ઠેરવીને તેમને ન્યાયના કઠેડામાં લાવવા જોઇએ. અગ્રણી ઇરાની વકીલે અમિનીના મોતને હત્યા ગણાવી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનમાં લશ્કરી બળવો, જિનપિંગ નજરકેદ, કિયાઓમિંગ નવા રાષ્ટ્રપતિ બન્યાના અહેવાલોમાં કેટલું સત્ય?

સોશિયલ મીડિયા પર ચીન અને શી જિનપિંગની અફવાઓએ જોર પકડ્યું શી જિનપિંગ ઘરમાં નજરકેદ, લી કિયાઓમિંગ આગામી રાષ્ટ્રપતિની અફવા ચીનના કેટલાક સ્થળોએ ફ્લાઇટ્સ બંધ, લશ્કરી ગતિવિધિ...

અમેરિકાના પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયરિંગ, અનેક ઘાયલ

પાર્કમાં હેલોવીન-થીમ આધારિત ઇવેન્ટ દરમિયાન ફાયરિંગફાયરિંગમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઈમરજન્સી સેવાઓ બોલાવવામાં આવી હતી પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં હેલોવીન...

ભડકેલો તાનાશાહી! અમેરિકા-સાઉથકોરિયાએ કર્યો સેના અભ્યાસ, તો ઉત્તર કોરિયાએ છોડી મિસાઇલો

બે દિવસ બાદ ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલ છોડીપ્યોંગયાંગે આઠ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ઉત્તર કોરિયાની ઉશ્કેરણી પર નજર રાખી રહ્યું છે:...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!