Monday, September 26, 2022
Home Gujarat ગાંધીધામમાં ભાઈએ બહેનને લાકડી ફટકારી મોતને ઘાટ ઉતારી નાખી

ગાંધીધામમાં ભાઈએ બહેનને લાકડી ફટકારી મોતને ઘાટ ઉતારી નાખી

  • પાડોશીના ઘેર જતા બાળ આરોપી ઉશ્કેરાઈ જઈ કિશોરીનુ ઢીમ ઢાળી નાખ્યું
  • માતા, પિતા મજુરી કામે ગયાને ભાઈ, બહેન વચ્ચે થયેલી તકરાર જીવલેણ બની
  • ગાંધીધામ એ ડિવિજન પોલીસે હત્યારા ભાઈ સામે કાયદેસર કાર્યવાહી કરી

શહેરના સુંદરપુરી વિસ્તારમાં રહેતા ઉત્તર પ્રદેશનો યુવાન અને તેની પત્ની મજુરી કામે ગયા હતા. જ્યારે બાળકો ઘેર હાજર હતા. બપોરના અરસામાં 14 વર્ષિય કિશોરી પાડોસીના ઘેર જતા આ બાબતનુ મનદુખ રાખીને નાબાલીક ભાઈએ બહેન પર લાકડીથી ઉપરા છાપરી પ્રહારો કરી મોતને ઘાટ ઉતારી નાખતા ચકચાર મચી ગઈ છે.

- Advertisement -

ગાંધીધામ એ ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના સુંદરપુરી મધ્યે આહિરવાસમાં આ ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. મુળ ઉત્તર પ્રદેશ અને હાલે સુંદરપુરીમાં રહેતો યુવાન અને તેની ગત મંગળવારના સવારના નિત્યક્રમ અનુસાર મજુરી કામે ગયા હતા. જ્યારે 17 વર્ષિય પુત્ર અને 14 વર્ષિય પુત્રી ઘેર હાજર હતા. બપોરના 1 વાગ્યાના અરસામાં કિશોરી બાજુવાળાના ઘેર ગઈ હતી. આ દરમિયાન તેનો ભાઈ ઘેર આવતા બહેન હાજર ન હતી. જેથી પાડોસમાં આવેલ મકાનમાં હોવાની જાણ થતા કિશોર તેને ઘેર બોલાવી લીધી હતી.

ભાઈએ બહેનને ઘેરથી ક્યાંય બીજે જવાની ના પાડી હોવા છતાં કેમ ગઈ તેમ કહેતા ભાઈ, બહેન વચ્ચે માથાકુટ થઈ હતી. જેમાં ભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડી ધારણ કરી કિશોર વયની બહેન પર હિચકારો હુમલો કરી દીધો હતો. બહેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતા બેશુધ્ધ હાલતમાં ઘરમાં ઢળી પડી હતી. બીજીતરફ બહેનને મુકી બાળ આરોપી ઘેરથી બહાર ચાલ્યો ગયો હતો. સાંજના અરસામાં પિતા ઘેર આવતા પુત્રી જમીન પર બેશુધ્ધ હાલતમાં નજરે પડી હતી. આ દરમિયાન યુવાનની પત્ની પણ કામેથી આવી જતા પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી, પરંતુ હતભાગીને મોત આંબી જતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેથી પુત્રીને મોતને ઘાટ ઉતારી નાખતા પિતાએ પુત્ર સામે ફોજદારી નોધાવી છે. જે અંગે પોલીસે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમયસર સારવાર મળી હોતતો બાળકીનો જીવ બચાવી શકાયો હોત

ગાંધીધામ એ ડિવિજન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ કે, બપોરના 1 વાગ્યાના અરસામાં ભાઈએ સગી બહેનને લાકડીથી માર માર્યો હતો. ત્યારબાદ ભાઈ બહેનને ઘરમાં મુકી બહાર ચાલ્યો ગયો હતો. સાંજના માતા, પિતા મજુરીકામેથી પરત આવતા બનાવની જાણ થઈ હતી. જેથી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાતા તેને મોત આંબી ગયું હતુ. આમ કુમળી વયની બાળકીને સમયસર સારવાર સાંપડી હોત તો તેનો જીવ બચાવી સકાયો હોત, તેવુ સૂત્રોએ ઉમેર્યું હતુ.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!