Saturday, October 1, 2022
Home Gujarat બપોરની પાળીની સ્કૂલમાં ઓનલાઇન હાજરી 2 વાગ્યા સુધી ભરવી ફરજિયાત

બપોરની પાળીની સ્કૂલમાં ઓનલાઇન હાજરી 2 વાગ્યા સુધી ભરવી ફરજિયાત

  • વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરીનું મોનિટરિંગ TPEOને સોંપાયુ
  • ઈન્ટરનેટની સમસ્યા આવે ત્યારે SMSથી હાજરી ભરવા આદેશ
  • હાજરી પૂરવામાં ગેરશિસ્ત જણાશે તો સ્કૂલો સામે કાર્યવાહી

 રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરીનું સંપૂર્ણ મોનેટરિંગ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO)ને સોપવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ કરેલા પરિપત્ર મુજબ, સવારની પાળીની તમામ શાળાઓની ઓનલાઈન હાજરી 11:30 વાગ્યા સુધીમાં અને બપોર પાળીની તમામ શાળાઓની હાજરી બપોરના 2 વાગ્યા સુધીમાં ભરાઈ જાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી TPEOની રહેશે. બીજી તરફ એવી પણ સુચના અપાઈ છે કે, ઓનલાઈન હાજરી પૂરવામાં ગેરશિસ્ત જણાશે તો સ્કૂલો સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

- Advertisement -

નિયામક કચેરીએ કરેલા પરિપત્રમા જણાવ્યુ છે કે, બપોરના 2 વાગ્યા પછી તમામ TPEOએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ લોગ-ઈન કરી પોતાની શાળાઓની હાજરીનું એનાલિસિસ કરવાનું રહેશે. દરમિયાન જ્યાં પણ અનિયમિતતા હોય તેમા તપાસ કરી જ્યાં ગેરશિસ્ત જણાય ત્યાં નિયમ મુજબની કાર્યવાહી કરવાની રહેશે. કાર્યવાહીના બાબતમાં ધ્યાનમાં રાખવાના જે મુદ્દા દર્શાવાયા છે તેમાં શિક્ષકો અથવા વિદ્યાર્થીઓ અથવા બંનેની હાજરી ના ભરાઈ હોય તેવી શાળાઓ તેમજ શિક્ષકોના કિસ્સામાં બિનઅધિકૃત ગેરહાજરી, અયોગ્ય રીતે અને વારંવાર ઓન-ડયૂટી શાળા બહાર રહેતા શિક્ષકો, ટ્રેનીંગમાં રહેલા શિક્ષકોના ઓર્ડરની નિયમિતરૂપે ચકાસણી, વિદ્યાર્થીઓની હાજરી ભરાઈ હોય પણ શિક્ષકોની હાજરી ના ભરાઈ હોય તેવી શાળાઓ સામે કાર્યવાહી થશે. આ સિવાય વિદ્યાર્થીઓના કીસ્સામાં લાંબ સમય ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓના કાઉન્સેલિંગ દ્વારા તેમને નિયમિત કરાવવા. વિદ્યાર્થીઓના માઈગ્રેશનના કિસ્સામાં માઈગ્રેશન સર્ટિફકેટ માઈગ્રેટ થતા વિદ્યાર્થીઓના વાલીને શાળાના આચાર્ય દ્વારા અપાવવા અને તે અંગેની યોગ્ય સમજ શાળા કક્ષાએ અપાવવી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!