Tuesday, September 27, 2022
Home International ઇમરાન ખાને કર્યા PM મોદીના વખાણ, નવાઝ શરીફને ગણાવ્યા ભ્રષ્ટ

ઇમરાન ખાને કર્યા PM મોદીના વખાણ, નવાઝ શરીફને ગણાવ્યા ભ્રષ્ટ

  • ઇમરાન ખાને નવાઝ શરીફને લીધા આડે હાથ
  • નવાઝ શરીફની સંપતિ વિશે કરી વાત
  • સબસિડીવાળા તેલ ખરીદવા પર ભારતના વખાણ કર્યા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે પાકિસ્તાન મુસ્લિમ લીગના સુપ્રીમો નવાઝ શરીફ સાથે તેમની સરખામણી કરતા પીએમ મોદીની પ્રશંસા કરી હતી.

- Advertisement -

ઈમરાન ખાનનો એક જાહેર સભાને સંબોધિત કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે નવાઝ શરીફની પાકિસ્તાનની બહાર અન્ય દેશોમાં રહેલી સંપત્તિ વિશે વાત કરી રહ્યા છે. વીડિયોમાં ઈમરાન ખાને નવાઝ શરીફ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘નવાઝ સિવાય દુનિયાના અન્ય કોઈ નેતાની પાસે અબજોની સંપત્તિ નથી. મને એવા દેશ વિશે કહો કે જેના વડા પ્રધાન અથવા નેતાની દેશની બહાર અબજોની સંપત્તિ છે. આપણા પાડોશી દેશમાં પણ પીએમ મોદીની ભારત બહાર કેટલી સંપત્તિ છે?’ ઈમરાન ખાને કહ્યું, ‘કોઈ કલ્પના પણ ન કરી શકે કે નવાઝની વિદેશમાં કેટલી સંપત્તિ છે. આ પહેલીવાર નથી જ્યારે ઈમરાન ખાને ભારતના વખાણ કર્યા હોય.

રશિયા પાસેથી સબસિડીવાળા તેલ ખરીદવા બદલ વખાણ કર્યા

ઈમરાન ખાન પણ ભારતની વિદેશ નીતિના વખાણ કરતા જોવા મળ્યા છે. ઈમરાન ખાને રશિયા પાસેથી સબસિડીવાળા તેલ ખરીદવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. ઈમરાન ખાને ટ્વીટ કર્યું, “ક્વાડનો ભાગ હોવા છતાં, ભારત યુએસ પર દબાણ રાખે છે અને જનતાને રાહત આપવા માટે સબસિડીવાળા રશિયન તેલ ખરીદે છે. અમારી સરકાર સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી આ હાંસલ કરવા માટે કામ કરી રહી છે.”

ભારત મહાસત્તા પર કોઈ શરતો લાદી શકે નહીં

- Advertisement -

અગાઉ, એપ્રિલમાં પણ, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડાએ ભારતને “ખુદ્દર કૌમ” (ખૂબ જ સ્વાભિમાની લોકો) તરીકે વખાણ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોઈ પણ મહાસત્તા પાડોશી દેશ માટે શરતો નક્કી કરી શકે નહીં.

ઈમરાન ખાને કહ્યું કે, અમને અને ભારતને સાથે મળીને આઝાદી મળી હતી, પરંતુ પાકિસ્તાનનો ઉપયોગ ટિશ્યુ પેપરની જેમ કરીને ફેંકવામાં આવે છે.

SCO સમિટમાં પાક પીએમ પુતિનથી ડરી ગયા હતાઃ ઈમરાન

ઈમરાન ખાને તાજેતરમાં એક રેલીમાં પોતાના વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. એક અહેવાલ મુજબ, પંજાબ પ્રાંતના ચકવાલમાં એક જાહેર સભાને સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યું કે ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હાજરીમાં પીએમ શાહબાઝ શરીફ ડરી ગયા હતા. રહી હતી. પુતિનની હાજરીમાં શહેબાઝ શરીફના પગ ધ્રૂજી રહ્યા હતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

PM મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા, કહું આજે હું બહુ દુખી છું

આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતીવડાપ્રધાન શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે ક્વોડ લીડર્સ સમિટ માટે જાપાન ગયા હતા વડા પ્રધાન નરેન્દ્ર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!