Wednesday, September 28, 2022
Home Gujarat વીજ અનિયમિતતાના નાના-મધ્યમ ગુનાઓમાં જેલની સજા માફ કરાશે

વીજ અનિયમિતતાના નાના-મધ્યમ ગુનાઓમાં જેલની સજા માફ કરાશે

  • વિધાનસભાના ટૂંકા સત્રમાં સુધારા બિલ આવશે
  • દાદરા-નગરહવેલીમાં લૉ યુનિ.ની બ્રાન્ચ ખોલવા વિધેયક આવશે
  • નાના-મધ્યમ કક્ષાના ગુનાઓમાં જેલની આકરી સજા નહીં

ગુજરાત સરકાર વીજ અનિયમિતતા સંદર્ભે સજાની જોગવાઈ તદ્દન માફ કરતું ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) સુધારા વિધેયક વિધાનસભાના બે દિવસના સત્રમાં લાવી રહી છે. કેન્દ્ર સરકારની સૂચનાથી આ સુધારા વિધેયક આવી રહ્યું છે.

- Advertisement -

અત્યારે ગુજરાત વિદ્યુત ઉદ્યોગ પુનર્ગઠન અને નિયમન ધારો 2003થી અમલમાં છે, જેમાં વિવિધ ગુનાઓ કેન્દ્ર સરકારની સૂચનાથી ‘જર્ક’ દ્વારા ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. આમાં ગંભીર ગુનાઓ જેવા કે વીજચોરી, પ્રિમાઇસિસમાં વીજલાઇન કે વીજમીટર ચેકિંગ માટે વીજકંપનીના માણસોને ના ઘૂસવા દેવા વગેરેમાં કોઈ માફી આપવાની બાબત નથી. પરંતુ બીજી 500-700 પ્રોસિજરલ લેપ્સીસ અથવા અનિયમિતતાની બાબતો જર્ક દ્વારા નાના ગુના અને મધ્યમ કક્ષાના ગુના એમ બે કક્ષામાં વહેંચાઈ છે.

અત્યારે આ નાના અને મધ્યમ કક્ષાના ગુનામાં રૂ. 2 લાખનો દંડ તથા ત્રણ મહિનાની જેલની સજાની જોગવાઈ છે. નવા થનારા સુધારામાં નાના અને મધ્યમ કક્ષાના ગુનાઓમાં રૂ.2 લાખના દંડની જોગવાઈ યથાવત્ રાખીને ત્રણ મહિનાની જેલની સજા રદ કરવા આ સુધારા વિધેયક લવાઈ રહ્યું છે. ઊર્જા વિભાગના સૂત્રો કહે છે કે, મીટર ફોલ્ટી કે બિલ એડ્જસ્ટમેન્ટની બાબત હોય, ત્રણ કિલોનો મંજૂર વીજ લોડ હોય પણ 8 કિલો વીજળી વપરાતી હોય એવા નાના-મધ્યમ કક્ષાના ગુનાઓમાં જેલની આકરી સજા નહીં કરવાનું સરકારે વિચાર્યું છે.

દાદરા-નગરહવેલીમાં લૉ યુનિ.ની બ્રાન્ચ ખોલવા વિધેયક આવશે

ગુજરાત સરકાર વિધાનસભાના ટૂંકા સત્રમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સુધારા વિધેયક પણ લાવી રહી છે. અત્યારે આ યુનિવર્સિટી એકમાત્ર ગાંધીનગર ખાતે કાર્યરત છે. ગુજરાતમાં અન્ય જગ્યાએ કે ગુજરાત બહાર આ યુનિવર્સિટીની બ્રાન્ચ કે કૉલેજ ખોલવી હોય તો સુધારા વિધેયક લાવવું પડે. દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ યુનિવર્સિટીની બ્રાન્ચ શરૂ કરવાનું આયોજન હોઈ સુધારા વિધેયક આવી રહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!