Wednesday, September 28, 2022
Home National ઈમામે ભાગવતને ગણાવ્યા રાષ્ટ્રપિતા | નવરાત્રીને લઈને સરકારનો મોટો નિર્ણય

ઈમામે ભાગવતને ગણાવ્યા રાષ્ટ્રપિતા | નવરાત્રીને લઈને સરકારનો મોટો નિર્ણય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીને મળ્યા બાદ અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા મોહન ભાગવતને ‘રાષ્ટ્રપિતા’ ગણાવ્યા છે. તો બીજી બાજુ, ગંગા નદીને લઈને મોટો ખુલાસો થયો છે. તો, ગુજરાત રાજ્યમાં નવરાત્રિને લઈ સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી છે. તો, રાજકોટમાં સતત ટ્રાફિકથી ધસમસ્તા એવા પંચનાથ મહાદેવ રોડ ઉપર બપોરે ત્રણ વાગ્યે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. તો, રશિયા-યુક્રેન યુદ્ધને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તાજેતરની જાહેરાત પછી, લોકો Google પર ‘How To Break An Arm At Home’ સર્ચ કરી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે પુતિને યુક્રેનમાં સૈનિકોની તૈનાતી વધારવાની વાત કરી છે. તો બીજી બાજુ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે…ની સાથે સાથે વાંચો દેશ દુનિયાના 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીને મળ્યા બાદ અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા મોહન ભાગવતને ‘રાષ્ટ્રપિતા’ ગણાવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભાગવતે થોડા સમય પહેલા કહ્યું હતું કે, ભારતના હિંદુઓ અને મુસ્લિમોના ડીએનએ એક છે અને મુસ્લિમો વિના ભારત પૂર્ણ નથી.
હિમાલયમાં 9575 ગ્લેશિયર્સ છે જે ભારતની સીમામાં આવે છે. તેમાંથી 968 ગ્લેશિયર ઉત્તરાખંડમાં છે. મોટાભાગે પાણી કોઈને કોઈ રીતે આપણા મનુષ્યોની તરસ છીપાવે છે. ગંગા, ઘાઘરા, મંદાકિની, સરસ્વતી જેવી નદીઓ ભારતના મેદાનોને જીવન આપી રહી છે. પાણી આપી રહ્યા છે. શ્વાસ ભરી રહી છે. જો આ નદીઓના સ્ત્રોત ખતમ થઈ જાય તો?
રાજકોટમાં અકસ્માતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે, સતત ટ્રાફિકથી ધસમસ્તા એવા પંચનાથ મહાદેવ રોડ ઉપર બપોરે ત્રણ વાગ્યે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોંઘીદાટ કારના ચાલકે કોઈ કારણોસર સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પાર્ક કરેલા બે વાહનોને કચડી ધડાકાભેર વીજપોલ સાથે અથડાતા વીજળી પણ ગુલ થઇ ગઈ હતી.
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તાજેતરની જાહેરાત પછી, લોકો Google પર ‘How To Break An Arm At Home’ સર્ચ કરી રહ્યા છે. પુતિને જાહેરાત કરી છે કે યુક્રેનમાં વિશેષ સૈન્ય અભિયાન માટે ત્રણ લાખ રિઝર્વ ટુકડીઓ એકત્ર કરવામાં આવશે. પુતિનના મતે, રશિયાના કબજા હેઠળના વિસ્તારોના લોકોની સુરક્ષા અને પ્રદેશોની અખંડિતતા માટે આ જરૂરી છે.
રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે પુતિને યુક્રેનમાં સૈનિકોની તૈનાતી વધારવાની વાત કરી છે. આ અંતર્ગત રશિયા 3 લાખ રિઝર્વ સૈનિકોને એકત્ર કરી રહ્યું છે. અગાઉ તેણે પશ્ચિમી દેશો પર ‘પરમાણુ બ્લેકમેલ’નો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે નાટોના કેટલાક મોટા નેતાઓ રશિયા વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે પાકિસ્તાન મુસ્લિમ લીગના સુપ્રીમો નવાઝ શરીફ સાથે તેમની સરખામણી કરતા પીએમ મોદીની પ્રશંસા કરી હતી.
ગુજરાત રાજ્યમાં નવરાત્રિને લઈ સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી છે. તેમાં જણાવ્યું છે કે ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.
સુરતમાં RSSને જમીન ફાળવવા મુદ્દે વિરોધ કરનાર કોંગ્રેસના કાર્યકરો સામે ફોજદારી દાખલ કરવા મનપાએ તજવીજ હાથ ધરી છે. આ અંગે કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાઇકલ વાળાએ જણાવ્યું હતું કે કતારગામ ઝોન વિસ્તારમાં સ્થિત મનપાની પંપીંગ સ્ટેશનની જગ્યાને પાછલા બારણે સ્થાયી સમિતિમાં દરખાસ્ત લાવી, બારોબાર RSSને છ મહિના માટે મનપાના ભાજપ શાસકોએ ફાળવી દીધી છે. જેના ભાગરૂપે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો.
અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ ગુજરાત એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુશન સર્વિસિસ ટ્રિબ્યુનલના હુકમ સામે કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ટ્રિબ્યુનલના હુકમનો અમલ કરે અને બંને શિક્ષકોને છઠ્ઠા પગાર પંચ મુજબ મળવાપાત્ર પગાર, પેન્શન અને અન્ય લાભ બે માસમાં આપવામાં આવે.
સુરતમાં કોંગ્રેસનું 267 નેતાઓનું નવું જમ્બો સંગઠન જાહેર કરાયું છે. નવામા જૂના નેતાઓને બાકાત રાખતા કકળાટ ઉભો થયો છે. તો કેટલીક જગ્યાએ કદીર જૂથના ઘણાં કપાતા નારાજગી જોવા મળી રહી છે. જ્યારે અગાઉ સસ્પેન્ડ કરાયેલા નેતાઓથી ડેમેજની ભીતિ દેખાતા ફરી સમાવી લેવાની પ્રક્રિયા કરાઇ છે.
વડોદરા જીલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દાવો કરતા કહ્યું છે કે તેઓ ભાજપમાંથી જ ચૂંટણી લડવાના છે અને ભાજપમાં કોઈ ક્રાઈટ એરિયા નક્કી નથી કરાયો કે કોને ટીકીટ આપવી. ભાજપ માટે જીત એક માત્ર ક્રાઈટ એરિયા છે. અમિત શાહે કહ્યું છે કે જે જીતી શકે તેમને જ ટિકિટ આપવાની છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનથી તેની જૂની શૈલીમાં પાછી આવશે, જે રીતે તે કોરોના પહેલા હતી. હવે રોગચાળો કાબૂમાં છે અને તેથી આ લીગ હોમ ગ્રાઉન્ડ અને વિરોધી ટીમના મેદાનમાં જૂના ફોર્મેટમાં રમાશે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ જાહેરાત કરી છે. ગાંગુલીએ આ અંગે બોર્ડ સાથે જોડાયેલા એકમોને જાણ કરી છે.
ભારતના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર આ દિવસોમાં પોતાના ખરાબ પ્રદર્શનને કારણે ટ્રોલર્સના નિશાના પર છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 મેચમાં તેણે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં તેને ટી20 ટીમમાંથી બહાર કરવાની માંગ પણ ઉઠી રહી છે. હવે ભુવનેશ્વર કુમારની પત્ની નુપુર નાગરે તેના પતિને સમર્થન આપ્યું છે. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!