Sunday, September 25, 2022
Home Gujarat પોલીસ મથકે જાઓ તો પહેલાં પાણી પીવડાવી પૂછશે, બોલો શું તકલીફ છે!

પોલીસ મથકે જાઓ તો પહેલાં પાણી પીવડાવી પૂછશે, બોલો શું તકલીફ છે!

  • મદદ માટે આવનારા સાથે માનવીય અભિગમ રાખવા પોલીસ કમિશનરની તાકીદ
  • પોલીસ આવનાર વ્યક્તિ માટે સંવેદનાથી વર્તે તે જરૂરી

પોલીસ મથકોમાં આવતા અરજદારો પોલીસ પ્રત્યેની સારી છાપ લઇને જાય તે માટે શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અરજદારો સાથે સંવેદનાથી વર્તવાની સાથે પહેલાં તેમને પાણી પીવડાવવાની તાકીદ કરી છે. પાણી પીવડાવ્યા બાદ તેમની સાથે સંયમિત શબ્દોનો ઉપયોગ કરી વાત કરવા સૂચન કર્યું છે.

- Advertisement -

સામાન્ય જનતામાં પોલીસની છબિ ખરાબ કેમ છે તે જાણવા શહેરના જાગૃત નાગરિકો, એન.જી.ઓ. તથા સામાજિક કાર્યકરો સાથે સંવાદ સાધતા પોલીસ મથકમાં જ્યારે અરજદાર, ફરિયાદ જાય ત્યારે પોલીસ દ્વારા તેમની સાથે કડક શબ્દોમાં વાત કરવામાં આવે છે. ફરિયાદ કરવા જતી વ્યક્તિ મોટે ભાગે ભોગ બનનાર હોય છે. તે કોઇની સાથે લડી ઝઘડીને આવી હોય તે સંજોગોમાં પોલીસનું વર્તન તેને વધુ ગુસ્સો અપાવે છે.

પોલીસ આ સમયે શાંતિથી વાત કરીને આવકાર આપે તો સામાન્ય જનતામાં પોલીસ માટે જે છબી અંકિત થઇ છે તે કદાચ બદલી શકાય તેવા અભિગમ સાથે પોલીસ કમિશનર દ્વારા દરેક પોલીસ મથકોમાં આવતાં અરજદારો/મુલાકાતીઓ માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા આદેશ આપ્યો છે. આવનાર વ્યક્તિઓને પોલીસ દ્વારા પહેલાં પાણી ઓફર કરી તેમની સમસ્યા જાણી નિકાલ કરવાની મહત્તમ કોશિશ કરવાની રહેશે. પાણીની બોટલ્સની વ્યવસ્થા માટે પોલીસ મથકમાં રોજ બરોજના ખર્ચા માટે પોલીસ કમિશનર કચેરી દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી કરવાનો રહેશે.

પોલીસ સંવેદનશીલ બને તે જરૂરી

પોલીસ મથકમાં ફરિયાદ કરવા કે અરજી કરવા આવતી વ્યક્તિ લોકો દ્વારા સતાવાયેલી, કોઇ દુર્ઘટનાનો ભોગ બનેલી અથવા તો દુખી અને આક્રોશમાં હોય છે ત્યારે પોલીસ સ્ટેશનમાં બેસેલા અમલદાર કે કર્મચારી દ્વારા તેમની લાગણી સમજ્યા વિના કરવામાં આવેલું વર્તન પોલીસની છબિ ખરાબ કરે છે. પોલીસ આવનાર વ્યક્તિ માટે સંવેદનાથી વર્તે તે જરૂરી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!