Saturday, October 1, 2022
Home Life-Style તમે પણ આંખોનાં કાળાં કૂંડાળાંથી પરેશાન હોવ તો આ રહ્યાં ઉપાય

તમે પણ આંખોનાં કાળાં કૂંડાળાંથી પરેશાન હોવ તો આ રહ્યાં ઉપાય

આપણી જીવનશૈલી એવી થઇ ગઇ છે કે નાની ઉંમરે ઘણી સ્ત્રીઓને આંખો નીચે કાળાં કૂંડાળાં થઇ જતાં હોય છે. મોડે સુધી જાગવું, અનહેલ્ધી ખોરાકનું સેવન, અતિશય સ્ટ્રેસ અને સૌથી મોટી વાત વધારે પડતાં મોબાઇલનો ઉપયોગ. આ બધી જ કુટેવોના કારણે આંખો ડ્રાય થવાની તેમજ આંખોની નીચે કાળાં કૂંડાળાં થઇ જવાની સમસ્યા થઇ જતી હોય છે. વધતાં જતાં મોબાઇલના ઉપયોગથી આંખો નીચેની ત્વચા ડલ અને સંકોચાયેલી થઇ જાય છે, પરિણામે કાળાં કૂંડાળાંની સમસ્યા સર્જાય છે. એ સિવાય ઉંમર પણ થોડું પોતાનું કામ કરતી હોય છે. નોકરિયાત સ્ત્રીને તેમજ પરણેલી સ્ત્રીઓને 35 વર્ષ વટાવ્યાં પછી સૌથી પહેલાં ઉંમરની અસર આંખો નીચે જ દેખાતી હોય છે. ત્વચાની કાળજી સરખી ન રાખવાના કારણે આ સમસ્યા થાય છે. જો તમે પણ આંખો નીચેનાં કાળાં કૂંડાળાંથી પરેશાન હોવ તો અહીં આપેલા ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.

- Advertisement -

• ટામેટાં ત્વચાના રંગને નિખારે છે અને એલોવેરા તેને હાઇડ્રેટ કરે છે. ટોમેટો જ્યૂસ અને એલોવેરા જૅલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ડાર્ક સર્કલ પર લગાવો. 20 મિનિટ પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

• સૌપ્રથમ ટામેટાંની સાથે ફુદીનાનાં પાન અને કાકડીને ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને આંખોની નીચે લગાવો અને 20 મિનિટ સુધી સુકાવા દો. તે પછી પાણીથી ધોઈ લો.

• ટામેટાં અને બટાટા એક સાથે તમારી આંખ નીચેના ડાર્ક સર્કલથી પણ છુટકારો અપાવે છે. આ માટે એક ટામેટાંની પેસ્ટ બનાવો અને બટાકાને મિશ્રણ કરો. હવે આ બંનેને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને આંખોની નીચે ડાર્ક સર્કલ પર લગાવ્યા પછી અડધો કલાક સુકાયા બાદ ચહેરો ધોઈ લો

• ટામેટાંની જેમ લીંબુ પણ બ્લીચિંગ એજન્ટ છે. ટામેટાં અને લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો અને ડાર્ક સર્કલ પર લગાવો. આંખો હેઠળના વિસ્તારને 15 મિનિટ સુધી હળવા હાથથી માલિશ કરો અને પછી સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ખરતાં વાળની સમસ્યા થશે ઓછી, કરો આ એક તેલનો ઉપયોગ

બદલાતી લાઇફસ્ટાઇલથી ખરે વાળએરંડાનું તેલ છે એકદમ ફાયદાકારકખોડાની મુશ્કેલીથી મળશે રાહતવાળ મહિલાઓની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ ખરાબ આહાર અને બદલાતી લાઇફસ્ટાઇલના કારણે વાળ...

પુરી બનશે ફુલેલી અને ક્રિસ્પી, ફોલો કરો આ Kitchen Tips

પુરી સ્વાદિષ્ટ બનાવવા ફોલો કરો કિચન ટિપ્સલોટ બાંઘતા સમયે ઉમેરો ઘીસોજીનો ઉપયોગ કરવાથી બનશે ક્રિસ્પીતમે ઘણી વખત ખાવાનું બનાવો છો તો પરંતુ તે સ્વાદિષ્ટ...

જિદ્દીમાં જિદ્દી સિલિન્ડરના ડાઘ ટાઇલ્સ પરથી થશે દૂર, કરો આ ઉપાય

સિલિન્ડરના ડાઘ રસોડાના ફ્લોર લાગે છે ગંદાકેરોસીનમાં પાણી ઉમેરીને ડાઘ કરો દૂરઘરમાં પડેલી ટૂથપેસ્ટ પણ છે ઉપયોગીમોટાભાગના ઘરોમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ રસોઈ માટે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!