Saturday, October 1, 2022
Home Life-Style ગરદન પડી ગઇ છે કાળી તો કરો આ 5 ઉપાય, ચમકી જશે

ગરદન પડી ગઇ છે કાળી તો કરો આ 5 ઉપાય, ચમકી જશે

  • કાળી પડી ગયેલી ગરદન પરથી ટેન કરો દૂર
  • ચણાનો લોટ છે ખૂબ જ ઉપયોગ
  • લીંબુના રસનો પણ કરી શકો છો ઉપયોગ

ઉનાળામાં અને પરસેવાના કારણે ત્વચા ઘણીવાર ટેન થઈ જાય છે. તેની સૌથી વધુ અસર ગરદન પર પડે છે. ધીમે ધીમે ગરદન કાળી થવા લાગે છે. કાળી ગરદનને કારણે ઘણી વખત તમે બધાની વચ્ચે શરમ અનુભવો છો. જો તમે પણ ગરદન પર થઈ રહેલા ટેનિંગથી પરેશાન છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમને એવી જ કેટલીક ઘરેલું ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે થોડા જ દિવસોમાં ગરદનને સંપૂર્ણપણે સાફ કરી શકશો.

- Advertisement -

ગુલાબજળ, કાચુ પપૈયા અને દહીં

ગરદન પરની ટેનિંગ દૂર કરવા માટે કાચા પપૈયાને પીસીને પેસ્ટ બનાવો અને તેમાં થોડું ગુલાબજળ ઉમેરો. હવે આ પેસ્ટમાં થોડું દહીં પણ ઉમેરો. આ સોલ્યુશનને તમારી ગરદન પર લગાવો અને 15 મિનિટ પછી સ્ક્રબ કરો. દરરોજ આમ કરવાથી થોડા દિવસોમાં તમારી ગરદન સાફ થઈ જશે.

હળદર, દૂધ અને ચણાના લોટનો ઉપયોગ

ગરદનને સાફ કરવા માટે તમે હળદર, દૂધ અને ચણાના લોટના મિશ્રણનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક ચમચી ચણાના લોટમાં એક ચમચી દૂધ મિક્સ કરો. હવે તેમાં એક ચપટી હળદર ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ગરદન પર લગાવીને સ્ક્રબ કરો.

- Advertisement -

ચણાનો લોટ અને લીંબુ

ચણાના લોટ અને લીંબુની મદદથી પણ ગરદન પર ટેનિંગ સાફ કરી શકાય છે. આ માટે એક ચમચી ચણાના લોટમાં એક લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને ગરદન પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધોઈ લો.

મધ અને લીંબુ

ગરદનના ટેનિંગને સાફ કરવા માટે તમે મધ અને લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે એક ચમચી લીંબુના રસમાં એક ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટને ગરદન પર જમા થયેલ ટેનિંગ પર લગાવો. 15-20 મિનિટ માટે આ રીતે રહેવા દો. બાદમાં પાણીથી ધોઈ લો.

બેકિંગ સોડા અને ગુલાબ જળ

બેકિંગ સોડા અને ગુલાબજળની મદદથી ગરદન પર જમા થયેલ ટેનિંગને પણ સાફ કરી શકાય છે. આ માટે એક બાઉલમાં ફટકડી, ખાવાનો સોડા અને ગુલાબજળ મિક્સ કરીને ગરદનના કાળા ભાગ પર લગાવો. થોડીવાર પછી તેને ચોખ્ખાપાણીથી ધોઈ લો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ખરતાં વાળની સમસ્યા થશે ઓછી, કરો આ એક તેલનો ઉપયોગ

બદલાતી લાઇફસ્ટાઇલથી ખરે વાળએરંડાનું તેલ છે એકદમ ફાયદાકારકખોડાની મુશ્કેલીથી મળશે રાહતવાળ મહિલાઓની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ ખરાબ આહાર અને બદલાતી લાઇફસ્ટાઇલના કારણે વાળ...

પુરી બનશે ફુલેલી અને ક્રિસ્પી, ફોલો કરો આ Kitchen Tips

પુરી સ્વાદિષ્ટ બનાવવા ફોલો કરો કિચન ટિપ્સલોટ બાંઘતા સમયે ઉમેરો ઘીસોજીનો ઉપયોગ કરવાથી બનશે ક્રિસ્પીતમે ઘણી વખત ખાવાનું બનાવો છો તો પરંતુ તે સ્વાદિષ્ટ...

જિદ્દીમાં જિદ્દી સિલિન્ડરના ડાઘ ટાઇલ્સ પરથી થશે દૂર, કરો આ ઉપાય

સિલિન્ડરના ડાઘ રસોડાના ફ્લોર લાગે છે ગંદાકેરોસીનમાં પાણી ઉમેરીને ડાઘ કરો દૂરઘરમાં પડેલી ટૂથપેસ્ટ પણ છે ઉપયોગીમોટાભાગના ઘરોમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ રસોઈ માટે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!