Wednesday, September 28, 2022
Home Gujarat ગુજરાત વિધાનસભા મુસ્લિમ મુક્ત થાય તો શું ગુજરાતનાં મુસ્લિમો રાજનિતિક અનાથ થઈ...

ગુજરાત વિધાનસભા મુસ્લિમ મુક્ત થાય તો શું ગુજરાતનાં મુસ્લિમો રાજનિતિક અનાથ થઈ જશે?

રાજનીતિમાં મુસ્લિમ નેતાઓ જ્યારથી પોતાનાં સ્થાપિત હિતોના રક્ષણ માટેની કાર્યપદ્ધતિ અપનાવી પ્રગતિની હરણફાળ ભરવાના સપનાં જોતાં થયાં હતાં ત્યારથી જ તેઓ રાજનિતિક પતન તરફ પ્રયાણ કરી ચૂક્યાં હતાં. એટલે જ એક સમયે ૧૩નો આંક પાર કર્યા પછી ત્રણ પર આવી અટકી ગયા એટલે ટૂંકમાં કહીએ તો પોતાનાં સ્થાપિત હિતોના રક્ષણ માટે સમાજને અણસમજુ સમજી દોષ નો ટોપલો ઢોળી છટકી શકાય નહી.

ઈતિહાસ ગવાહ રહેશે જો ગુજરાત વિધાનસભા મુસ્લિમ મુક્ત થઈ જશે ત્યાર બાદ પણ મુસ્લિમ સમાજની રાજનિતિક સ્થિતિ વધું મજબુત બનશે. આવું રાજનિતિક પ્રતિભાશાળી વિદ્વાનો કહી રહ્યાં છે. કારણ કે નવા પ્રયોગો સાથે શિક્ષિત યુવાઓ મેદાનમાં આવશે જ મુસ્લિમ સમાજમાં રાજનિતિક પ્રતિભાશાળી યુવાઓની કમી નથી એ પણ સ્પષ્ટ છે. જે મુસ્લિમ નેતાઓના ઈતિહાસ ભુતકાળમાં સમાજને નુક્શાન પહોંચાડનાર રહ્યાં છે તે આજે બીજાઓ ઉપર આક્ષેપ કરી રહ્યા હોય તે કેટલું યોગ્ય ? ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવે મીમ આવે એનાથી મતદાતાઓ ને શું ફર્ક પડે. કોઈપણ પાર્ટી આવે તેનો લોકતાંત્રિક અધિકાર છે.એનાથી ક્યારેય તકલીફ ના હોવી જોઈએ કારણ કે ફ્કત ગુજરાતમાં જ ૨૦૦ થી વધું પ્રમાણમાં રાજકીય પક્ષો છે. એટલે મેદાનમાં તો કોઈ પણ પાર્ટી આવી શકે રાજનીતમાં જ્યારે ફ્કત સ્થાપિત હિતોના રક્ષણ માટેની કાર્યપદ્ધતિ અપનાવવામાં આવે છે ત્યારે તે વિચારોનો અખાડો બની રહી જાય છે અને તંદુરસ્ત ચર્ચા કરવાના મૂળ ગુણ સમાપ્ત થઈ જાય છે.

- Advertisement -

દરેક પક્ષની વિચારધારા ધરાવતા વ્યકિતઓ દરેક સમાજમાં હોય છે. અને વર્તમાન સમયમાં મુળ મુદ્દાઓ ગરીબી મોંઘવારી બેરોજગારી દિવસે દિવસે વધતી શિક્ષિત યુવાઓની આત્મહત્યા. ગરીબ વંચિત અને મહિલાઓની સુરક્ષા વધતો જતો કેફી દ્રવ્યોના વ્યવસાયનું સામ્રાજય નાના વ્યપારીઓનું પતન આવાં અનેક મુદ્દાઓ અંગે વર્તમાન સરકારને ચક્રવ્યુમાં ફસાવવાની જરૂર હોય ત્યારે સામે થી બિલ્કીશ બાનું નો મુદ્દો ઉઠાવી ફ્કત ને ફ્કત ઈમોશનલ વાતો કરી મુસ્લિમ સમાજના મતો મેળવવા પુરતી રાજનીતિ શાં માટે ? બિલ્કીશ બાનું કેશ નો ફેંસલો ૨૦૦૮ માં આવ્યો ત્યાર બાદ કેટલાં નેતાઓએ તેનાં પરિવારની મુલાકાત લીધી ? બીજું કે અત્યારે જ્યારે તેનાં અપરાધીઓને છોડી મૂકવામાં આવ્યા તે કંઈ પોલીસીના આધારે છોડવામાં આવ્યા અને તે પોલીસીને કોની સરકારમાં અમલીજામો પહેરાવવામાં આવ્યો હતો આ બાબતનું જ્ઞાન છે ? બસ પોતાનાં સ્થાપિત હિતોના રક્ષણ માટેની રાજનીતિમાં પણ એક પીડિત મહિલાનો ઉપયોગ કેટલું યોગ્ય ? ૨૦૨૨ વિધાનસભા ચુંટણી નજીક કોંગ્રેસના નેતાઓને ન્યાયયાત્રાઓ કાઢવાનો સોંખ જાગ્યો હોય તો બિલ્કિશ બાનું જ કેમ ? કોંગ્રસી નેતા અને પૂર્વ સાંસદ અહેશાન જાફરી અને તેમનો પરીવાર કેમ નહી ? કારણ કે ૨૦૦૨નાં કોમી રમખાણોમાં અહેસાન જાફરીની સાથે સાથે સામૂહિક નરસંહાર થયો હતો આ બાબત પણ ગુલબર્ગ કાંડ તરિકે પ્રત્યેક વ્યક્તિ જાણેજ છે. ત્યારે વ્યક્તિગત રાજનિતિક મહત્વાકાંક્ષા અને સ્થાપિત હિતોના રક્ષણ માટેની રાજનીતિ ક્યાં સુધી ?

બીજી બાજુ મુસ્લિમ સમાજની પ્રગતિ અને અધોગતિ માટે જવાબદાર કોઈ નેતાં ઓ નથી તેનાં માટે જવાબદાર બેજવાબદાર સામજિક માળખું છે. જેના લીધે સમાજ વેર વિખેર અવસ્થામાં છે દરેક સંસ્થાએ પોતાનાં સ્થાપિત હિતોના રક્ષણ માટે સમાજને અણસમજુ સમજી કામ કરવામાં જ રસ દાખવ્યો છે એટલે ગરીબી બેરોજગારી અને અશિક્ષા સાથે સમાજ પછાતપણાનો શિકાર બની ગયો આના પર વિષેશ અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે આજથી પાંચ સો વર્ષ પહેલાં ભારતમાં મુસ્લિમોની જન સંખ્યા ૧% પણ નહોતી ત્યારની તસવીર નજર સમક્ષ રાખીને ચાલવું જોઈએ ત્યારે મુસલમાન એક કેરેક્ટરની ભૂમિકામાં હતો કોઈપણ બિન મુસ્લિમ પોતાની અમાનત મુસ્લિમ વ્યક્તિને હવાલે કરતાં અચકાતો નહોતો તેનું કારણ શું હતું ? આ પણ વર્તમાન સમયમાં મનો મંથન કરવા જેઓ પ્રશ્ન છે. રાજ કોનું હતું કઈ રીતે મેળવ્યું હતું એમાં અત્યારે અટવાવવાની જરૂર નથી જરૂર છે આવનાર સમયમાં સામજિક રાજનૈતિક આધ્યાત્મીક અને આર્થિક શૈક્ષણિક માનસિક તમામ માળખાઓમાં બદલવા લાવી સમાજનાં પ્રતિભાશાળી યુવાઓ અને બુદ્ધિશાળી વર્ગે સહિયારી જવાબદારી નિભાવી સમાજને પ્રગતિના પંથે આગળ વધાવાના પ્રયાસો નક્કી કરવા પડશે. એટલે આવનાર સમયમાં અનેક પ્રતિભાઓ સમાજને મળશે બસ જરૂર છે એ પ્રતિભાઓને ઓળખી તેને પ્રોત્સાહન આપનાર પ્લેટફોર્મ ઉભું કરવાની બાકી ચૂંટણીઓ આવશે અને જતી પણ રહેશે અને દર પાંચ વર્ષે આવાં જ ઈમોશનલ ડ્રામા ઓ થતાંજ રહેશે.

નિશ્ચિત રૂપે આવનાર સમય આધુનિક એજ્યુકેટેડ સોસાયટીનો હશે અને તેમાં ખાસ શિક્ષિત યુવાઓ મુખ્ય ભૂમિકામાં હશે જે સમાજ શિક્ષિત યુવાધનનું સફળતાપૂર્વક ઉપયોગ કરશે તે સમાજ મુખ્ય પ્રવાહમાં વહેતો થશે અને સામાજિક આર્થિક શૈક્ષણિક માનસિક અને આધ્યાત્મિક રીતે મજબુત બનશે….!! – શકીલ સંધી… ૯૯૨૪૪૬૧૮૩૩

અહેવાલ : સલીમ મુલ્લા, સિક્કા

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!