Saturday, October 1, 2022
Home National 18 વર્ષની ઉંમરે સિંગલ મધર કેવી રીતે બન્યા ભારતના પહેલાં મહિલા એન્જિનિયર?

18 વર્ષની ઉંમરે સિંગલ મધર કેવી રીતે બન્યા ભારતના પહેલાં મહિલા એન્જિનિયર?

  • મહાન એન્જિનિયર એમ.વિશ્વેશ્વરાયની 161મી જન્મજયંતિ
  • એ.લલિતા ભારતના પ્રથમ મહિલા એન્જિનિયર
  • શ્રીલંકા અને તાંઝાનિયામાં પણ એન્જિનિયર્સ ડે તરીકે આજે ઉજવણી

ભારતમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ નેશનલ એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે. મહાન એન્જિનિયર મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયની સિદ્ધિઓને ઓળખવા અને સન્માનિત કરવા માટે તેમની જન્મજયંતિ પર નેશનલ એન્જિનિયર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એન્જિનિયરોના મહાન કાર્યની ઉજવણી કરવા અને તેમને સુધારણા અને નવીનતા માટે પ્રોત્સાહિત કરવા ઉજવવામાં આવે છે. ભારત ઉપરાંત 15 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકા અને તાંઝાનિયામાં પણ એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.

- Advertisement -

આ વર્ષે મહાન એન્જિનિયર એમ વિશ્વેશ્વરાય (મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય) ની 161મી જન્મજયંતિ છે, તેમનો જન્મ 15 સપ્ટેમ્બર, 1861ના રોજ કર્ણાટકના મુદ્દનહલ્લી ગામમાં થયો હતો. તેમણે તેમના વતનમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને બાદમાં મદ્રાસ યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી. જો કે, તેમણે સ્નાતક થયા પછી તેમની કારકિર્દીનો માર્ગ બદલી નાખ્યો અને કોલેજ ઓફ સાયન્સ, પુણેમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને 1883માં લેવાયેલી પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું. તેમણે એન્જિનિયર તરીકે ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂરા કર્યા હતા.

તેમણે ઓટોમેટિક વોટર-સ્ટોપિંગ ફ્લડગેટની ડિઝાઈન અને પેટન્ટ કરી જેનો ઉપયોગ પુણેના ખડકવાસલા જળાશય ખાતે 1903માં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. તેમણે મૈસૂરમાં કૃષ્ણ રાજા સાગર ડેમના નિર્માણમાં મુખ્ય ઈજનેર તરીકેની ભૂમિકા ભજવી હતી. તેમણે હૈદરાબાદ માટે પૂર સંરક્ષણ પ્રણાલી ડિઝાઇન કરી હતી. આ પ્રસંગે (એન્જિનિયર્સ ડે) અમે ભારતની પ્રથમ મહિલા એન્જિનિયર વિશે પણ જણાવવા માંગીએ છીએ, જેમણે નાની ઉંમરમાં સિંગલ ચાઈલ્ડ મધર હોવા છતાં એન્જિનિયરિંગમાં નામ કમાવ્યું હતું.

ભારતના પ્રથમ મહિલા એન્જિનિયર કોણ હતા?

અયોલાસોમાયાજુલા લલિતા (એ. લલિતા) ભારતના પ્રથમ મહિલા એન્જિનિયર હતા. તેમનો જન્મ 27 ઓગસ્ટ 1919ના રોજ ચેન્નાઈમાં થયો હતો. લલિતાના પિતાનું નામ પપ્પુ સુબ્બા રાવ હતું, જેઓ પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર હતા. સાત ભાઈ-બહેનોમાં તેઓ પાંચમું બાળક હતા. તે સમયે છોકરીઓને માત્ર બેઝિક નોલેજ માટે જ ભણાવવામાં આવતા હતા, આથી લલિતાને પણ 12મા (ઇન્ટરમીડિયેટ) સુધી ભણાવવામાં આવ્યા હતા. પરંતુ લગ્ન બાદ તેમણે સંઘર્ષ કરીને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.

- Advertisement -

માત્ર 15 વર્ષની ઉંમરે લગ્ન કર્યા

લલિતાના લગ્ન 15 વર્ષની ઉંમરે થયા હતા. જો કે તેમના માતા-પિતા શિક્ષણમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા અને લગ્ન પછી પણ તેમણે અભ્યાસ ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો હતો. 18 વર્ષની ઉંમરે પુત્રીને જન્મ આપ્યાના ચાર મહિના પછી તેમના પતિનું અવસાન થયું. તે સમયે ભારતીય સમાજમાં વિધવાઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવતો ન હતો, તેથી લલિતાએ પોતાનું અને તેમની પુત્રી માટે સારું જીવન આપવાનું નક્કી કર્યું.

કેવી રીતે એ. લલિતા ભારતના પ્રથમ મહિલા એન્જિનિયર બન્યા

લલિતાએ ક્વીન મેરી કોલેજમાંથી ફર્સ્ટ ડિવિઝનમાં ઇન્ટરમીડિયેટની પરીક્ષા આપી હતી. ત્યારબાદ તેમણે કોલેજ ઓફ એન્જિનિયરિંગ, ગિન્ડી, યુનિવર્સિટી ઓફ મદ્રાસ (CEG)માં ચાર વર્ષના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં પ્રવેશ લેવાનું નક્કી કર્યું. લલિતા એક તેજસ્વી વિદ્યાર્થી હતા, પરંતુ 1930 ના દાયકાના અંતમાં પણ, તકનીકી તાલીમ ફક્ત પુરુષો માટે જ જોવામાં આવતી હતી. ત્યારબાદ તેમના પિતા કે જેઓ સીઈજીમાં જ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર હતા, તેમણે તત્કાલીન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કે.સી.ચાકોને તેમની દીકરીને પ્રવેશ અપાવવા માટે કહ્યું. આ બે માણસોના વિશ્વાસને કારણે લલિતાને એન્જિનિયરિંગમાં આગળ વધવાની તક મળી.

કૉલેજમાંથી પાસ થયા પછી તેમણે જમાલપુર, બિહારમાં એક રેલ્વે વર્કશોપમાં એપ્રેન્ટિસ તરીકે અને પછી સેન્ટ્રલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન ઑફ ઈન્ડિયા, શિમલામાં એન્જિનિયરિંગ સહાયક તરીકે કામ કર્યું. અહીં લગભગ 2 વર્ષ કામ કર્યા પછી નાણાકીય સ્થિતિને કારણે તેમને કલકત્તામાં એસોસિએટેડ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીઝ (AEI) માં જવું પડ્યું.

આ સમય સુધીમાં લલિતા કુશળ એન્જિનિયર તરીકે જાણીતા બની ગયા હતા અને જ્યારે તેઓ AEIમાં હતા ત્યારે તેમણે ભારતના સૌથી મોટા બંધ ભાખરા નાંગલ ડેમ જેવા મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ મોટાભાગે ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન કરવામાં અને અન્ય સમયે રક્ષણાત્મક ગિયર, સબસ્ટેશન લેઆઉટ અને કોન્ટ્રાક્ટ સંભાળવામાં સામેલ હતા. આ રીતે એ.લલિતાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે એન્જિનિયરિંગ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી. એ.લલિતાનું 1979માં 60 વર્ષની વયે અવસાન થયું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!