Tuesday, September 27, 2022
Home Health - Food ઘરે બનાવો બહાર જેવી ચટપટી ટેસ્ટી કઢાઈ પનીરની સબ્જી

ઘરે બનાવો બહાર જેવી ચટપટી ટેસ્ટી કઢાઈ પનીરની સબ્જી

  • પંજાબી શાકનો તડકો માણો તમારા રસોડામાં
  • કઢાઈ પનીરનો ટેસ્ટ રહેશે યાદગાર
  • પરોઠા સાથે પીરસો ડિનરમાં

જો તમે રોજબરોજના એકના એક શાકથી કંટાળી ગયા છો અને કેટલાક શાક જોઈને તમારું મોઢું બગડે છે તો આજે આપને માટે પનીરના ખાસ શાકની રેસિપિ લાવ્યા છીએ. તે તમારા વીકના પ્લાનિંગમાં તમારી મદદ કરી શકે છે. જો તમે આ ટેસ્ટી અને હેલ્ધી વાનગીને ઘરે ટ્રાય કરવા ઇચ્છો છો તો આજે તમારા માટે આ સ્પાઈસી પંજાબી શાક કઢાઈ પનીરની રેસિપિ લાવ્યા છીએ. તેને તમે ફટાફટ ટ્રાય કરી શકો છો. તો જાણો સરળ સ્ટેપ્સની પ્રોસેસ.

- Advertisement -

કઢાઈ પનીર

સામગ્રી

– 250 ગ્રામ પનીર

– 3 નંગ કેપ્સિકમ મરચા

- Advertisement -

– 4 નંગ ડુંગળી

– 4 નંગ ટામેટા

– 1 આદુનો નાનો ટુકડો

– 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર

– 2 નંગ તમાલપત્ર

– 4 નંગ લવિંગ

– 1 તજનો ટુકડો

– 3 ટીપાં કેસરી કલર

– 4 ટીસ્પૂન ઘી

રીત

સૌ પહેલા તો પનીર અને કેપ્સિકમને લાંબા પીસમાં કાપી લો. પછી ડુંગળી, ટામેટાં, આદુ, મીઠું, લાલ મરચાનો પાવડર અને કેસરી કલરને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરો. તજ અને લવિંગને પીસી લો. ત્યારબાદ એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં તમાલપત્ર અને તજ-લવિંગનો પાવડર ઉમેરો. તેમાં ડુંગળી-ટામેટાની પેસ્ટ ઉમેરો. મધ્યમ આંચ પર ત્યાં સુધી પકાવો, જ્યાં સુધી ઘી અલગ ન પડવા લાગે. હવે તેમાં પનીર અને કેપ્સિકમના ટુકડા ઉમેરો. હળવી આંચ પર ચઢવા દો. જ્યારે કેપ્સિકમ થોડા નરમ થઈ જાય ત્યારે ગેસ બંધ કરો. કઢાઈ પનીર તૈયાર છે. તેને પરાઠા કે રોટી સાથે સર્વ કરો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રોજ ચોખા ખાઓ છો તો જાણો તેના ફાયદા અને નુકસાન પણ

ચોખામાં ચરબીનું તત્ત્વ ઘણું ઓછું હોવાથી તે પચવામાં ખૂબ જ હલકા છે. તેથી બાળકો અને માંદા માણસોને બફાયેલો ભાત અને મગની દાળ નિર્ભય પથ્ય...

ગર્ભાવસ્થામાં આ પાંચ વાત સ્ત્રીએ અવશ્ય યાદ રાખવી

પ્રેગ્નન્સીના 9 મહિના દરેક સ્ત્રીના જીવનનો એક સુવર્ણ સમય હોય છે. માતૃત્વની લાગણી અને આનંદ સ્ત્રીના ચહેરા ઉપર કંઈક અનોખું તેજ લાવે છે, તો...

પગમાં આવી ગયા છે સોજા તો ઘરમાં પડેલી આ વસ્તુનો કરો ઉપયોગ

પગમાં આવતા સોજાથી મળશે રાહતહળદર છે ખૂબજ ઉપયોગીસરસવના તેલથી કરો મસાજપગમાં સોજો આવવો એ એક સામાન્ય સમસ્યા છે, તે ઘણા કારણોસર હોઈ શકે છે,...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!