Wednesday, September 28, 2022
Home Gujarat રૂ.10.94 કરોડની ટેક્સ ચોરીનો કેસ, હાઈકોર્ટે સુરતના વેપારીના જામીન મંજૂર

રૂ.10.94 કરોડની ટેક્સ ચોરીનો કેસ, હાઈકોર્ટે સુરતના વેપારીના જામીન મંજૂર

  • અરજદાર બાકીના રૂ. 60 લાખ છ માસમાં જમા કરાવે
  • કેસમાં તપાસ પૂર્ણ, પુરાવા જીએસટી વિભાગ પાસે: અરજદાર
  • ભૂતકાળમાં મેટ્રો અને સેશન્સ કોર્ટે જામીન ફગાવેલા

સ્ટેટ જીએસટી દ્વારા રૂ. 10.94 કરોડની ટેક્સ ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા સુરતના વેપારીની કાયમી જામીન અરજી હાઈકોર્ટે મંજૂર કરી છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, વેપારી ટેક્સ ચોરીની રકમના 10 ટકા જીએસટી વિભાગમાં જમા કરો. આ રકમ રૂ. બે કરોડથી વધુ હોવી ન જોઈએ. આ સમયે અરજદારની રજૂઆત હતી કે તપાસ સમયે એસજીએસટી વિભાગે તેની પાસેથી રૂ. 39,88,318 મેળવેલા છે. જેથી, હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, રાજ્યના ટેક્સ વિભાગના ચીફ કમિશનર સમક્ષ બાકીના રૂ. 60 લાખ છ માસમાં જમા કરાવો. જેમાં દર મહિને રૂ. 10 લાખ ભરવાના રહેશે.

- Advertisement -

અરજદારના વકીલની રજૂઆત

અરજદાર વતી સિનિયર કાઉન્સિલ એન. ડી. નાણાવટીની સાથે વકીલ વારિસ ઈશાણીની રજૂઆત હતી કે, રાજ્યના જીએસટી વિભાગે તમામ તપાસ કરી લીધી છે અને તમામ પુરાવાઓ જપ્ત કર્યા છે, આ કેસમાં કાયદા મુજબ પાંચ વર્ષની સજાની જોગવાઈ છે. જીએસટી વિભાગે માત્ર દરોડા પાડ્યા છે અને કમ્પ્યુટરમાંથી ડેટા મેળવેલો છે. જેનાથી આ વહેવારોએ બે નંબરના હોવાનુ સાબિત થતુ નથી. જીએસટી વિભાગે કોઈ આકારણી કરી નથી. અરજદાર વેપારી તમામ તબક્કે તપાસમાં સહયોગ આપેલો છે. જેથી, અરજદારના જામીન મંજૂર કરો.

જીએસટી વિભાગની રજૂઆત

જીએસટી વિભાગના વકીલની રજૂઆત હતી કે, અરજદાર ટેક્સ ચોરીના ગુનામાં સંડોવાયેલ છે, આ કેસમાં નીચલી અદાલતે જામીન ફગાવવાનો કરેલો હુકમ યોગ્ય છે.

- Advertisement -

કેસની વિગત

અરજદાર વેપારી સૌદર્ય પ્રસાધનોના વેપાર સાથે સંકળાયેલ છે. માર્ચ માસમાં અમદાવાદ અને સુરતની જીએસટી ટીમે તેની ઓફિસ પર દરોડા પાડેલા અને રૂ. 10.94 કરોડની ટેક્સ ચોરી પકડી પાડેલી. આ પછી, 24 માર્ચ-2022ના રોજ તેની ધરપકડ કરાયેલી. આ પછી મેટ્રો કોર્ટે વીસ જૂને અને સેશન્સ કોર્ટે 20 જુલાઈએ તેની જામીન અરજી ફગાવેલી. જેની સામે તેણે હાઈકોર્ટમાં અરજી કરેલી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!