Monday, September 26, 2022
Home Gujarat ઓનલાઇન ફ્રોડના કેસમાં નાણાં પરત અપાવવામાં ગુજરાત પોલીસ નબળી

ઓનલાઇન ફ્રોડના કેસમાં નાણાં પરત અપાવવામાં ગુજરાત પોલીસ નબળી

  • બેંક ખાતામાંથી નાણાં ઉપાડતાં 144 સાઈબર ઠગ ઓળખાયા
  • 7.25 કરોડની ઠગાઈ, લોકોને માંડ 85.79 લાખ પરત મળ્યા
  • જુદા જુદા કેસમાં આરોપીઓની ધરપકડ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ

ગુજરાતમાં બેંક એકાઉન્ટમાંથી બારોબાર ઓનલાઈન પૈસા ઉપાડી લેતાં 144 સાઈબર ઠગોને પોલીસે આઈડેન્ટીફાઈ કર્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 59 અને ત્યાર બાદ સુરત શહેરમાં 56 આરોપીઓને ઓળખી કાઢવામાં આવ્યા છે, વર્ષ 2018ના આ ગુનાઓમાં ઓક્ટોબર 2021ની સ્થિતિએ જે 7.25 કરોડની રકમની ઓનલાઈન ઠગાઈ થઈ હતી તેમાં માંડ 85 લાખ જેટલી રકમ મૂળ માલિકોને પરત કરી શકાઈ છે. આમ ઓનલાઈન ફ્રોડના કેસમાં લોકોને નાણાં પરત અપાવવામાં ગુજરાત પોલીસની કામગીરી અત્યંત નબળી હોવાનું ચિત્ર ઉપસે છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં એક લેખિત સવાલના જવાબમાં રાજ્યના ગૃહ વિભાગે આ માહિતી પૂરી પાડી હતી.

- Advertisement -

ગુજરાતમાં ઈ-ફ્રોડ કરનારા 144 આરોપીઓને 12 જિલ્લામાં આઈડેન્ટીફાઈ કરાયા છે. આ આરોપીઓએ 7.25 કરોડથી વધુ રકમ બારોબાર ઓનલાઈન ખાતાંમાંથી ઉપાડી લીધી હતી, પોલીસની કાર્યવાહી દરમિયાન 88.81 લાખ પરત મેળવી શકાયા હતા, જોકે મૂળ માલિકોને 85.79 લાખની રકમ પરત આપી શકાઈ છે. વડોદરા શહેરમાં 1, મહેસાણામાં 3, જામનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં 2-2, કચ્છ પૂર્વમાં 4, જૂનાગઢ 3, દાહોદ 1, ગીરસોમનાથ 2 અને ભરૂચ જિલ્લામાં 9 એમ કુલ 144 આરોપીઓને ઓળખી શકાયા છે. જુદા જુદા કેસમાં આરોપીઓની ધરપકડ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી, બનાસકાંઠામાં હજુ સુધી આરોપી પકડી શકાયા નથી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!