Monday, September 26, 2022
Home National ગુજરાતના IPS અધિકારી સતીષ વર્માને સરકારે બરતરફ કરી દીધા

ગુજરાતના IPS અધિકારી સતીષ વર્માને સરકારે બરતરફ કરી દીધા

  • આ હુકમને પડકારી શકે તે માટે દિલ્હી HCએ 19મી સુધી અમલ પર સ્ટે આપ્યો
  • હાઇકોર્ટે કેન્દ્ર સરકારના તે નિર્ણય પર પોતાની સહમતિ આપી
  • દિલ્હી હાઇકોર્ટ ચુકાદા વિરુદ્ધ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ

કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી સતીશ ચંદ્ર વર્માને સેવામાંથી બરતરફ કર્યા છે. સતીષ વર્મા આગામી 30 સપ્ટેમ્બરના રોજ સેવા નિવૃત્ત થવાના હતા, પરંતું તે પહેલા જ સરકારે તેમને સર્વિસમાંથી બરતરફ કરી દીધા છે. જોકે, આ હુકમને પડકારી શકે તે માટે દિલ્હી હાઈકોર્ટે તેના અમલ પર 19મી સુધી સ્ટે ફરમાવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 1986ની બેચના આઇપીએસ અધિકારી વર્માને તેમની વિરુદ્ધ વિભાગીય કાર્યવાહીને કારણે બરતરફ કરવામાં આવ્યા છે. દિલ્હી હાઇકોર્ટ ચુકાદા વિરુદ્ધ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. કેન્દ્ર સરકારે 30 ઓગસ્ટે પ્રસિદ્ધ કરેલા બરતરફીના આદેશ વિશે દિલ્હી હાઇકોર્ટને સૂચના આપી હતી, જ્યાં વર્માએ તેમની વિરુદ્ધ વિભાગીય કાર્યવાહીને પડકારી હતી. હાઇકોર્ટે સરકારને 19 સપ્ટેમ્બરથી બરતરફીનો આદેશ લાગૂ કરવાની મંજૂરી આપી હતી. વર્માના વકીલ સરીમ નાવેદે કહ્યું હતું કે, અમારી પાસે હજુ પણ સપ્ટેમ્બર સુધીનો સમય છે. અમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. હાલ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં નિયુક્ત વર્માએ હાઇકોર્ટના આદેશને પડકારતા, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં કહ્યું છે કે, હાઇકોર્ટે કેન્દ્ર સરકારના તે નિર્ણય પર પોતાની સહમતિ આપી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!