Saturday, October 1, 2022
Home National ડાયાબિટીસના દર્દીઓ માટે સરકારે લોન્ચ કરી ‘સિટાગ્લિપ્ટિન’ દવા, જાણો કિંમત

ડાયાબિટીસના દર્દીઓ માટે સરકારે લોન્ચ કરી ‘સિટાગ્લિપ્ટિન’ દવા, જાણો કિંમત

  • સુગરની બીમારીમાં વપરાતી ટેબલેટની કિંમત પણ નક્કી કરાઈ
  • PM જનઔષધિ કેન્દ્રોમાં મળતી દવાઓ અન્યો કરતા સસ્તી
  • દેશભરમાં 8700થી વધુ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો

પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના હેઠળ, PMBIએ સસ્તી ડાયાબિટીસ દવાઓનું નવું વેરિએન્ટ લોન્ચ કર્યું છે. ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રવિ દધીચએ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના હેઠળ નજીવા કિંમતની ડાયાબિટીસ માટેની દવા સિટાગ્લિપ્ટિન (Sitagliptin)નું નવું વેરીએન્ટ લોન્ચ કર્યું છે. PMBIએ તેના તમામ જનઔષધિ કેન્દ્રોમાં દવાના નવા વેરીએન્ટ સિટાગ્લિપ્ટિન અને તેના કોમ્બિનેશનને સામેલ કર્યું છે.

- Advertisement -

સુગરની બીમારીમાં વપરાતી ટેબલેટની કિંમત

ઉલ્લેખનિય છે કે, જન ઔષધિ કેન્દ્રો પર સુગરની બીમારીમાં વપરાતી સિટાગ્લિપ્ટિન ફોસ્ફેટ ટેબલેટ IP 50 mgની કિંમત 60 રૂપિયા હશે. જ્યારે સિટાગ્લિપ્ટિન ફોસ્ફેટ ટેબલેટ IP 100 mgની કિંમત 100 રૂપિયા રાખવામાં આવી છે. સિટાગ્લિપ્ટિન + મેટફોર્મિન હાઈડ્રોક્લોરાઈડ ટેબ્લેટ 50 mg/500 mg ની કિંમત 65 રૂપિયા નિર્ધારિત કરાઈ છે. સિટાગ્લિપ્ટિન + મેટફોર્મિન હાઈડ્રોક્લોરાઈડ ટેબ્લેટ 50 mg/1000 mgની કિંમત રૂ.70 નક્કી કરવામાં આવી છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર

તમને જણાવી દઈએ કે, ટાઇપ-2 વાળા પુખ્ત વયના લોકોમાં ગ્લાઈસોમિક કંટ્રોલને સુધારવા માટે સિટાગ્લિપ્ટિનને ડાયટ અને એક્સરસાઇઝના સહાયક માનવામાં આવે છે. પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રોમાં ઉપલબ્ધ આ દવાઓ બજારમાં ઉપલબ્ધ બ્રાન્ડેડ કંપનીઓ કરતાં 60-70 ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ થશે, કારણ કે તે અન્ય મેડિકલ સ્ટોર્સ પર આ દવાઓ રૂ.162થી રૂ. 258માં મળે છે.

- Advertisement -

સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ થશે

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના હેઠળ દેશભરમાં 8700થી વધુ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આ કેન્દ્રો ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ, સર્જીકલ સાધનો, ન્યુટ્રાસ્યુટીકલ અને અન્ય ઉત્પાદનોનું વેચાણ કરે છે. હાલમાં આ કેન્દ્રો પર 1600થી વધુ દવાઓ અને 250 સર્જીકલ સાધનો ઉપલબ્ધ છે, જેમાં સુવિધા સેનિટરી પેડ્સ પણ સામેલ છે. આ પ્રતિ પેડની કિંમત માત્ર રૂ.1 છે. મોદી સરકાર પીએમબીઆઈ જનઔષધિ કેન્દ્રોમાં ઓછી કિંમતે આવશ્યક દવાઓ પૂરી પાડી રહી છે. નાગરિકોને સારી ગુણવત્તા અને પોષણક્ષમ ભાવે આવશ્યક દવાઓની નિયમિત અને પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!