Saturday, October 1, 2022
Home National ઘરવપરાશ માટેના LPGની કિંમતને કાબૂમાં રાખવા માટે સરકારની કવાયત

ઘરવપરાશ માટેના LPGની કિંમતને કાબૂમાં રાખવા માટે સરકારની કવાયત

  • LPGની કિંમત નિયંત્રિત કરવા સરકાર રૂ. 30 હજાર કરોડની સબસિડી આપી શકે
  • સબસિડી ઉજ્જવલા સ્કીમ માટે પહેલેથી બજેટમાં ફાળવાયેલી સબસિડી ઉપરાંતની રહેશે
  • ઓઈલ કંપનીઓને અપાનારી સબસિડીની રકમ રૂ.25,000-30,000 કરોડની હોઈ શકે છે

રાંધણગેસ સિલિન્ડર (LPG)ની કિંમતોને કાબૂમાં રાખવા માટે સરકાર મોટું પગલું ઉઠાવી શકે છે. અહેવાલો અનુસાર સરકાર તેના માટે વધારાની સબસિડી ઇશ્યૂ કરી શકે છે. ઓઈલ કંપનીઓને આપવામાં આવનારી સબસિડીની રકમ રૂ. 25,000-30,000 કરોડની વચ્ચે હોઈ શકે છે. અહેવાલો અનુસાર આ રકમ નાણાકીય વર્ષ 2022-23 માટેના અંદાજપત્રમાં અંદાજવામાં આવેલી રૂ. 58,012 કરોડની સબસિડી ઉપરાંતની રહેશે. ટોચના સૂત્રોએ જણાવ્યા અનુસાર સરકાર વધારાની સબસિડી આપવા માટે ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ વધારાની સબસિડી ઉજ્જવલા સ્કીમ માટે પહેલેથી બજેટમાં ફાળવવામાં આવેલી સબસિડી ઉપરાંતની રહેશે. સરકારી ઓઈલ કંપનીઓએ તાજેતરમાં જ 19.2 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત દરેક સિલિન્ડરદીઠ રૂ. 91.50 ઘટાડી હતી. કિંમતમા ઘટાડા બાદ દિલ્હીમાં આ સિલિન્ડરનો દર 1,976 રૂપિયાથી ઘટીને 1,885 રૂપિયા થઈ ગયા છે.

- Advertisement -

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત સતત વધી રહી છે

બીજી તરફ 14.2 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડર્સની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત વધવાના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર મોટો ભાર આવી ગયો છે. પાછલા એક વર્ષમાં એલપીજી સિલિન્ડરની કિંમત 244 રૂપિયા વધી ગઈ છે. છેલ્લે જુલાઈ મહિનામાં તેની કિંમતમાં રૂ. 50નો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં નોન-સબસિડાઇઝ એલપીજીના 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત રૂ. 1,053 છે. ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને આ બાટલો રૂ. 853મા મળે છે.

રશિયા-યૂક્રેનનું યુદ્ધ ભાવવધારા માટે જવાબદાર

એલપીજીનો દર વધવા પાછળ ગ્લોબલ ફેક્ટર જવાબદાર છે. યૂક્રેન પર રશિયાના હુમલાના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસની કિંમતમાં મોટો ઉછાળો નોંધાયો હતો. દિલ્હીમાં પાછલા બે વર્ષ દરમિયાન એલપીજીની કિંમતમાં 28 ટકાનો વધારો થયો છે જેની સરખામણીએ ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક સઉદી સીપીમાં આ ગાળા દરમિયાન 300 ટકાનો ઉછાળો જોવાયો હતો.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!