Tuesday, September 27, 2022
Home National PM મોદીને મળેલી ભેટ ખરીદવાનો સોનેરી અવસર, 1222 ગિફ્ટની થશે હરાજી

PM મોદીને મળેલી ભેટ ખરીદવાનો સોનેરી અવસર, 1222 ગિફ્ટની થશે હરાજી

  • PM મોદીના જન્મદિવસથી હરાજી શરૂ થશે, જે 2 ઓક્ટોબર સુધી ચાલશે
  • હરાજીમાં મળેલા પૈસાનો ઉપયોગ નમામિ ગંગે અભિયાન માટે કરવામાં આવશે
  • કુલ ભેટની મૂળ કિંમત 2.7 કરોડ સુધી રાખવામાં આવી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી સમયાંતરે અનેક ભેટો મળે છે અને જો તમે તેને ખરીદવા માંગતા હો તો તમારા માટે તક આવી છે. PM નરેન્દ્ર મોદી દ્વારા રમતગમત અને રાજકારણીઓ સહિત જીવનના વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી મળેલી 1200થી વધુ ભેટોની 17 સપ્ટેમ્બરથી હરાજી થવા જઈ રહી છે અને તેમાંથી મળેલી રકમ નમામી ગંગા મિશનને આપવામાં આવશે.

- Advertisement -

ક્યાં હરાજી થશે

નેશનલ મ્યુઝિયમ ઑફ મોર્ડન આર્ટના ડાયરેક્ટર જનરલ અધૈત ગડનાયકે જણાવ્યું હતું કે આ હરાજી વેબ પોર્ટલ ‘pmmementos.gov.in’ એટલે કે pmmementos.gov.in/ દ્વારા હાથ ધરવામાં આવશે અને 2 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. આ ભેટોને આ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

- Advertisement -

ભેટની મૂળ કિંમત શું છે?

અધૈત ગડનાયકે જણાવ્યું હતું કે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ મહાનુભાવો દ્વારા રજૂ કરાયેલ સામાન્ય માણસની ભેટ સહિત અન્ય ઘણી ભેટોની હરાજી કરવામાં આવશે. ભેટની મૂળ કિંમત રૂ.100 થી 5 લાખ રૂપિયાની શ્રેણીમાં રાખવામાં આવી છે. કુલ ભેટની મૂળ કિંમત 2.7 કરોડ સુધી રાખવામાં આવી છે.

મુખ્ય ભેટ શું છે

ભેટોની યાદીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ રાણી કમલાપતિની પ્રતિમા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પ્રસ્તુત કરાયેલ હનુમાનજીની મૂર્તિ અને સૂર્ય ચિત્ર અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પ્રસ્તુત કરેલ ત્રિશૂળનો સમાવેશ થાય છે. તેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર દ્વારા રજૂ કરાયેલ દેવી મહાલક્ષ્મીની પ્રતિમા અને આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીએ રજૂ કરેલી ભગવાન વેંકટેશ્વરના આર્ટવર્કનો સમાવેશ થાય છે.

અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરનું મોડલ પણ સામેલ

મ્યુઝિયમના ડાયરેક્ટર ટેમસુનારો જમીરે જણાવ્યું હતું કે મેડલ વિજેતાઓના હસ્તાક્ષર સાથે ટી-શર્ટ, બોક્સિંગ ગ્લોવ્સ અને બરછી જેવી રમતગમતની વસ્તુઓનો વિશેષ સંગ્રહ છે. ભેટમાં ચિત્રો, શિલ્પો, હસ્તકલા અને લોક કલાકૃતિઓનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અન્ય વસ્તુઓમાં અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિરની પ્રતિકૃતિઓ અને મોડલનો સમાવેશ થાય છે.

ભેટમાંથી મળેલા પૈસા નમામી ગંગે મિશનમાં જશે

વડા પ્રધાનને મળેલી 1,222 ભેટોની હરાજી કરવામાં આવશે અને પૈસા નમામિ ગંગા મિશનમાં જશે. વડાપ્રધાન મોદીને મળેલી ભેટોની હરાજીની આ ચોથી આવૃત્તિ છે. એટલેકે ચોથી વખત આ રીતે મળેલી ભેટ-સૌગાતોની હરાજી કરવામાં આવશે. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

આઠ રાજ્યોમાં NIAના દરોડા, આસામ-કર્ણાટકમાંથી 13ની ધરપકડ

22 સપ્ટેમ્બરે 106 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી આસામમાં સવારે 5 વાગ્યે દરોડા NIAએ UAPA હેઠળ 5 FIR નોંધી છે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!