Tuesday, September 27, 2022
Home Gujarat સુરતમાં દિલ્હીગેટ ઓવર બ્રિજ પર ગોજારો અકસ્માત, એકનું મોત

સુરતમાં દિલ્હીગેટ ઓવર બ્રિજ પર ગોજારો અકસ્માત, એકનું મોત

  • માથામાં ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત
  • બાઈક બ્રિજની સાઈડ વોલ સાથે અથડાતા સર્જાયો અકસ્માત
  • મહિધરપુરા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી

રવિવારે સવારે દિલ્હીગેટ ઓવર બ્રિજ પર બાઈકસવાર બે મિત્રોને અકસ્માત નડ્યો હતો. બાઈક બ્રિજની સાઈડ વોલમાં ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક યુવક ત્યાંજ પટકાતા ઇજા પામ્યો હતો. જ્યારે અકસ્માતને પગલે બાઈકની પાછળ બેસેલો યુવક હવામાં ફંગોળાઈને બ્રિજ પરથી નીચે રોડ પર પડતા ઘટનાસ્થળે મોતને ભેટ્યો હતો.

- Advertisement -

બાઈક બ્રિજની સાઈડ વોલ સાથે અથડાતા સર્જાયો અકસ્માત

 નવાગામ સ્થિત આસ્તિક સોસાયટીમાં રહેતો સાગર રવિન્દ્ર મોહિતે ગોટાલાવાડી ખાતે હીરાના કારખાનામાં કામ કરતો હતો. કારખાનામાં નાઈટ શિફ્ટની નોકરી પુર્ણ કરી રવિવારે સવારે સાગર તેના મિત્ર રાજ આહીર સાથે તેની બાઈક પર ઘરે આવવા નીકળ્યો હતો. સાગરને પાછળની સીટ પર બેસાડી રાજ પુરપાટ ઝડપે બાઈક હંકારીને ગોટાલાવાડી ઓવર બ્રિજથી સહારા દરવાજા તરફ જઈ રહ્યો હતો.

મહિધરપુરા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી

દિલ્હીગેટ ઓવર બ્રિજ પરના વળાંક પાસે રાજે બાઈકનું સંતુલન ગુમાવ્યું હતું અને બાઈક બ્રિજની સાઈડ વોલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેને પગલે રાજ બ્રિજ પર જ પટકાયો હતો. જ્યારે પાછળ બેસેલો સાગર હવામાં ફંગોળાઈને બ્રિજ પરથી નીચે દિલ્હીગેટ ચાર રસ્તા જાહેર રોડ પર પટકાયો હતો. જેમાં તેને માથામાં ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોતને ભેટ્યો હતો. બનાવ અંગે મહિધરપુરા પોલીસે ગનો તપાસ શરૂ કરી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!