Wednesday, September 28, 2022
Home Life-Style ગરબામાં પરફેક્ટ લુક આપતી હેરસ્ટાઇલ

ગરબામાં પરફેક્ટ લુક આપતી હેરસ્ટાઇલ


નવરાત્રિમાં નવેનવ દિવસ અલગ અલગ ચણિયાચોળી, મેકઅપ અને ઓર્નામેન્ટથી આકર્ષક લુક મેળવી શકો છો, પરંતુ એની સાથે જો સરસ મજાની હેરસ્ટાઇલ કરવામાં આવી હોય તો પરફેક્ટ લુક મેળવી શકાય છે. શક્ય હોય તો ગરબા રમતી વખતે વાળ ખુલ્લા રાખવાને બદલે તેને બાંધેલા રાખવા જોઇએ જેથી વાળ ડેમેજ ન થાય અને ગરબા રમવામાં પણ સરળતા રહે. તો આજે નવરાત્રિ દરમિયાન કમ્ફર્ટેબલ અને ન્યૂ લુક મેળવી શકાય એવી હેરસ્ટાઇલ વિશે વાત કરીએ.

- Advertisement -

મેસ્સી બન

મેસ્સી બન યુવતીઓમાં હોટ ફેવરિટ છે. ચણિયાચોળીમાં મેસ્સી બન પરફેક્ટ લુક આપે છે. સૌથી પહેલાં પફ બનાવો, જેથી આગળથી વાળ ચીપકું ન લાગે. એ પછી વાળમાં પોનીટેલ લઇ લો. હવે એ વાળનો અંબોડો બનાવો. અંબોડો ફૂલેલો લાગે એટલે વાળને થોડા ખેંચો.

ફિશટેલ બ્રેડ

તમારા વાળના ત્રણથી વધારે ભાગ પાડીને ચોટી બનાવો. ફિશટેલ બ્રેડ તૈયાર થઇ જશે. નવરાત્રિમાં આ પ્રકારની હેરસ્ટાઇલ આકર્ષક અને સુંદર લાગે છે. આ હેર સ્ટાઇલમાં ગરમી પણ ઓછી લાગશે.

- Advertisement -

બન વિથ ગજરા

ગરમીથી બચવા અને ગરબા રમવામાં સરળતા રહે એટલે યુવતીઓ બન લેવાનું વધારે પસંદ કરે છે. આગળના ભાગમાં પફ અથવા સાઇડ પફ લઇને પાછળના બધા ભાગ ભેગા કરી પોની ટેલ લઇ વાળનો બન બનાવી દો. જરૂર લાગે તો પિનઅપ કરી દો. પફ લેવો ન હોય તો વાળમાં વચ્ચેથી પાર્ટિશન કરીને બંને સાઇડ નાની ચોટી લઇ લો. બાકી રહેલા બધા વાળની પોની ટેલ લઇ એમાં લીધેલી ચોટીને પણ એડ કરી દો. જો આગળના વાળ ટૂંકા હોય અને લીધેલી ચોટી પોની ટેલમાં આવે એમ ન હોય તો તેને પિનઅપ કરી દો. બાકીના વાળની પોની ટેલ લઇ બન લઇ લો. બન આકર્ષક લાગે એટલે એના ઉપર સરસ મજાનો ગજરો લગાવી દો. રિઅલ ગજરો અવેલેબલ ન હોય તો હવે આર્ટિફિશિયલ ટગરની વેણી મળે છે એનો ઉપયોગ પણ કરી શકો છો. આ હેર સ્ટાઇલ યુનિક લાગશે.

મેસી ચોટલો

તમારા વાળ લાંબા હોય તો મેસી ચોટલો આકર્ષક લાગશે. આગળના વાળને તમારી ઇચ્છા અનુસાર સેટ કરીને પાછળના વાળમાં સામાન્ય ચોટલો લઇએ છીએ એ રીતે ચોટલો લઇ લો. આ ચોટલો ઢીલો હોવો જોઇએ. ચોટલો લઇ લીધા બાદ ઉપરથી નીચે સુધી હળવા હાથે મેસી બનમાં જેમ વાળને બધી બાજુથી થોડા થોડા ખેંચવામાં આવે છે એ રીતે ચોટલાને પણ ખેંચી લો એટલે મેસી ચોટલો તૈયાર થઇ જશે. ચણિયાચોળીમાં આ હેરસ્ટાઇલ સારી દેખાશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

તમારા હાથને આ રીતે રાખો કોમળ

ઘણી યુવતીઓની ત્વચા જરૂર કરતાં વધારે પડતી જ સ્વેટી હોય છે, કારણ કે તેમના હાથના પંજા અને પગની પાની જરૂરિયાત કરતાં વધારે સ્વેટી મતલબ...

ગરબે ઘૂમ્યાં બાદ મેકઅપ રિમૂવ કરવાનું ન ભૂલતાં

ગરબે ઘૂમ્યાં બાદ ઘણી યુવતીઓ મેકઅપ રિમૂવ કરવાનું ભૂલી જાય છે અથવા થાકના લીધે મેકઅપ રિમૂવ કરવાનું ટાળે છે. રાત્રે સૂતા પહેલાં મેકઅપ રિમૂવ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!