Tuesday, September 27, 2022
Home Sports વિરાટના બેટિંગ ઓર્ડરને લઈ ગંભીરે કહ્યું-તેના વિશે બકવાસ ના કરો

વિરાટના બેટિંગ ઓર્ડરને લઈ ગંભીરે કહ્યું-તેના વિશે બકવાસ ના કરો

  • ગંભીરે કોહલીને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની સલાહ આપી
  • રાહુલ-રોહિતની હાજરીમાં કોહલી ઓપનિંગ નહીં કરી શકે: ગંભીર
  • ભારત 20 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ રમશે

એશિયા કપમાં વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે ઓપનર તરીકે સદી ફટકારી હતી. જે બાદ ઘણા દિગ્ગજો વિરાટને ઓપનિંગ કરવાની સલાહ આપવા લાગ્યા. આ દરમિયાન ગૌતમ ગંભીરે પણ વિરાટના બેટિંગ ઓર્ડર અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

- Advertisement -

એશિયા કપમાં કોહલીનું શાનદાર પ્રદર્શન

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ થોડા દિવસો પહેલા પૂરા થયેલા એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 5 મેચમાં કુલ 276 રન બનાવ્યા અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતો. વિરાટે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. આ મેચમાં તે કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઓપનિંગ કરવા આવ્યો હતો. મેચ બાદ ઘણા દિગ્ગજોએ વિરાટ કોહલીને આગામી T20 મેચોમાં ઓપનિંગ કરવાની સલાહ આપી હતી, પરંતુ આ દરમિયાન પૂર્વ ભારતીય વિકેટકીપર ગૌતમ ગંભીરે પણ વિરાટના બેટિંગ ઓર્ડરને લઈને એક મોટી વાત કહી છે.

ગૌતમ ગંભીરનું નિવેદન

- Advertisement -

ગૌતમ ગંભીરે કહ્યું, “વિરાટ વિશે બકવાસ શરૂ ન કરો. તે કેએલ રાહુલ અને રોહિત શર્માની હાજરીમાં ઓપનિંગ નહીં કરી શકે. કોમેન્ટ્રી કરતી વખતે પણ મેં તેના વિશે કહ્યું હતું કે તેના પર કોઈ ચર્ચા થવી જોઈએ નહીં. જો ઓપનર 10 ઓવર બેટિંગ કરે છે તો સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબરે આવવો જોઈએ. જો વિકેટ વહેલી પડી જાય તો વિરાટ કોહલીએ આવવું જોઈએ.

કોહલીને નંબર 3 પર બેટિંગ કરવાની સલાહ

આ ચર્ચા દરમિયાન ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડન પણ સામેલ હતો, જેણે કોહલીને નંબર 3 પર રમવા માટે કહ્યું હતું. વિરાટ કોહલી જ્યારે T20 મેચમાં ઓપનિંગ કરવા આવે છે ત્યારે તેની એવરેજ 57ની આસપાસ અને સ્ટ્રાઈક રેટ 160ની આસપાસ હોય છે. કોહલીએ ભારત માટે 9 T20 મેચમાં ઓપનિંગ કરી છે અને 400 રન બનાવ્યા છે. થોડા દિવસ પહેલા પૂર્વ ક્રિકેટર રોહન ગાવસ્કરે વિરાટ કોહલીને ઓપનિંગ કરવાની સલાહ આપી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમ પહોંચી, ચાહકોએ સંજુ-સંજુના નારા લગાવ્યા

પ્રથમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશેસાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ 28 સપ્ટેમ્બરથી શરૂ ચાહકોમાં અલગ જ ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!