Monday, September 26, 2022
Home Gujarat મોજ ડેમ ઓવરફલો થતા ઉપલેટાનું ગઢાળા ગામ સપર્ક વિહોણુ થયું

મોજ ડેમ ઓવરફલો થતા ઉપલેટાનું ગઢાળા ગામ સપર્ક વિહોણુ થયું

  • મોજ ડેમ ઓવરફલો થતા ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ
  • ગઢાળા ગામ સંપર્ક વિહોણુ થવાથી 5 દિવસથી સ્થાનિકોને હાલાકી
  • છેલ્લા 5 દિવસથી ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હતું

હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેથી રાજ્યના અનેક જળાશયો છલોછલ થયા છે ત્યારે રાજકોટ જીલ્લાના ઉપલેટામાં આવેલો મોજ ડેમ પણ ઓવરફલો થયો છે. મોજ ડેમ ઓવરફલો થવાથી ઉપલેટાનું ગઢાળા ગામનો એક માત્ર કોઝ-વે પાણીમાં ગરકાવ થયો હતો જેને લીધે ગઢાળા ગામ સપર્ક વિહોણુ બન્યું છે.

- Advertisement -

છેલ્લા 5 દિવસથી મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હતું જેને લીધે નીચાણવાળા ગામોમાં પાણી ઘુસી ગયા હતા. મોજ ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતા ડેમ ઓવરફલો થયો હતો. જેને લીધે ઉપલેટા તાલુકાના ગઢાળા ગામનો એકમાત્ર કોઝ-વે પાણીમાં ગરકાવ થયો હતો. આથી ગામ સંપર્ક વિહોણુ બન્યું છે.જેને લઈને માજી સરપંચ દ્વારા લોકોને આ કોઝવે પરથી પસાર ન થવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.

ઉપલેટાના મોજીરા પાસેના મોજ ડેમના દરવાજા ખોલવામાં આવતા નદી કાંઠા તેમજ હેઠવાસમાં આવતા મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખીજાળીયા, વાડલા તેમજ ઉપલેટા સહિતના 6 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા હતા. લોકોને નદીના પટમાં ન જવા માટેની તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર થઈ જવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!