Sunday, September 25, 2022
Home National સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં Work From Homeને સંપૂર્ણ મંજુરી

સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં Work From Homeને સંપૂર્ણ મંજુરી

  • પીયૂષ ગોયલે વર્ક ફ્રોમ હોમની સિદ્ધિઓ જણાવી, SEZમાં નિકાસ ઝડપથી વધી
  • આંતરરાષ્ટ્રીય કંપની ભારતમાં બે લાખ લોકોને નોકરી આપવા માંગે છે : ગોયલ
  • SEZમાં વર્ક ફ્રોમ હોમની સંસ્કૃતિ નાના શહેરોમાં રોજગારીની તકો ઊભી કરશે

કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવા અને વ્યવસાયોને વિકસીત કરવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં વર્ક ફ્રોમ હોમને મંજુરી આપવાના હકારાત્મક પરિણામો મળ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, કોવિડ દરમિયાન, SEZમાં વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપવાને કારણે અમારા સર્વિસ ક્ષેત્રમાં નિકાસ ખૂબ જ ઝડપથી વધી છે. તેમણે કહ્યું કે, સરકારે ઘણા ક્વાર્ટરમાંથી ઘણી વિનંતીઓ મળ્યા બાદ તમામ SEZમાં વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપવી દેશના હિતમાં : કેન્દ્રીય મંત્રી

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, એક આંતરરાષ્ટ્રીય કંપનીએ કહ્યું કે તેઓ આગામી ત્રણ વર્ષમાં ભારતમાં બે લાખ લોકોને નોકરી આપવા માંગે છે. તેમણે કહ્યું કે ઘણા ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમનું માનવું હતું કે SEZમાં વર્ક ફ્રોમ હોમની સંસ્કૃતિ નાના શહેરોમાં રોજગારીની તકો ઊભી કરશે અને સેવાઓની નિકાસમાં વૃદ્ધિ થશે. તેમણે કહ્યું કે, અમને લાગ્યું કે વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપવી દેશના હિતમાં છે. જો SEZના કોઈપણ ક્ષેત્રમાં બહાર કામ કવું હોય તો, મંજૂરી અપાશે, હજુ પણ SEZની બહાર કોઈ પ્રતિબંધ નથી.

- Advertisement -

વ્યવસાયોને વિશેષ અધિકારો

ઉલ્લેખનિય છે કે, વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ 2000માં સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)નો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આનો ઉદ્દેશ્ય તમામ સ્થાનિક ઉદ્યોગોને સમાન તક પૂરી પાડવાનો છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ એવો વિસ્તાર છે કે જેમાં વેપાર અને વેપારના કાયદા દેશના બાકીના ભાગોથી અલગ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, એવું કહી શકાય કે આ વિસ્તારમાં આવેલા વ્યવસાયોને વિશેષ અધિકારો હોય છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થાપનાનો હેતુ વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવાનો અને રોજગારમાં વૃદ્ધિ કરવા સહિતનો છે. આ વિસ્તારો સામાન્ય રીતે ડ્યુટી ફ્રી હોય છે અને અલગ-અલગ વેપાર અને વ્યાપારી કાયદા હોય છે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

અંકિતા હત્યા કેસમાં ફાટી નીકળ્યો સ્થાનિકોનો ગુસ્સો, કર્યો ચક્કાજામ

આરોપી પુલકીત આર્યએ પીડિતાના મિત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હત્યા બાદ પીડિતાના મિત્રએ પુલકિતને ફોન કર્યો હતો પુલકિત પુષ્પને ગેરમાર્ગે દોરતો રહ્યો ઉત્તરાખંડના પૌડીમાં ભારતીય જનતા પાર્ટીના...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

Recent Comments

- Advertisment -
error: Content is protected !!