Tuesday, September 27, 2022
Home Sports હેલિકોપ્ટર શોટથી લઈને સ્ટ્રેટ સિક્સ સુધી, પંડ્યા ઉડાવશે બોલર્સના હોંશ!

હેલિકોપ્ટર શોટથી લઈને સ્ટ્રેટ સિક્સ સુધી, પંડ્યા ઉડાવશે બોલર્સના હોંશ!

  • ભારત માટે આ મેચ ‘કરો યા મરો’ જેવી
  • આજની મેચમાં હાર્દિક પંડ્યા દેખાડશે દમ
  • પ્રથમ T20 મેચમાં પણ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની બીજી T20 મેચ (IND vs AUS 2nd T20I) માટે સખત તૈયારીઓ કરી છે. હાર્દિકે મોહાલીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં પણ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે તે નાગપુરમાં પણ આ ફોર્મ ચાલુ રાખવા માંગે છે. ભારત માટે આ મેચ ‘કરો યા મરો’ જેવી છે.

- Advertisement -

હાર્દિકે મોહાલીને હચમચાવી નાખ્યું

હાર્દિક પંડ્યાએ મોહાલીમાં સીરિઝની શરૂઆતની T20 મેચમાં ધમાલ મચાવી હતી. જ્યારે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 103 રન હતો ત્યારે હાર્દિક બેટિંગ કરવા આવ્યો હતો અને જોતજોતામાં જ સ્કોર 200ને પાર કરી ગયો હતો. વડોદરાના ઓલરાઉન્ડરે તોફાની બેટિંગ કરી અને 30 બોલમાં સાત ચોગ્ગા, 5 છગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઈક રેટ 236થી વધુ હતો. ભારતે 7 વિકેટે 208 રન બનાવ્યા હતા પરંતુ બોલરો તેનો બચાવ કરી શક્યા ન હતા અને ભારતને ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

 

બીજી T20 પહેલા સખત મહેનત

- Advertisement -

28 વર્ષીય હાર્દિક નાગપુરમાં યોજાનારી બીજી T20 મેચ માટે સખત મહેનત કરતો જોવા મળ્યો હતો. તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે જોરદાર નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 7.2 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ સિવાય મોટી સંખ્યામાં યુઝર્સે કોમેન્ટ કરી છે.

ભારત સામે કરો યા મરો સ્થિતિ

મોહાલીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમનો ચાર વિકેટે પરાજય થયો હતો. જેના કારણે ત્રણ મેચોની આ શ્રેણીમાં યજમાન ટીમ 0-1થી પાછળ રહી ગઈ હતી. હવે શુક્રવારે સાંજે નાગપુરમાં રમાનાર મેચ ટીમ ઈન્ડિયા માટે ‘કરો યા મરો’ જેવી છે. જો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આ મેચ હારી જશે તો સિરીઝ પણ હારી જશે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમ પહોંચી, ચાહકોએ સંજુ-સંજુના નારા લગાવ્યા

પ્રથમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશેસાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ 28 સપ્ટેમ્બરથી શરૂ ચાહકોમાં અલગ જ ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!