Monday, September 26, 2022
Home International ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરીન કોલોના 3 દિવસીય ભારતની મુલાકાતે

ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરીન કોલોના 3 દિવસીય ભારતની મુલાકાતે

  • કોલોનાએ એસ જયશંકર સાથે બેઠક કરી
  • ભારત અને ફ્રાંસ વચ્ચે 25 વર્ષથી ગાઢ મિત્રતા
  • કેથરિન સાથે અનેક લોકો મુલાકાત કરશે

ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરીન કોલોના હાલ તેમની ત્રણ દિવસની ભારત મુલાકાતે છે. બુધવારે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સ બંને છેલ્લા 25 વર્ષથી સારા મિત્રો છે. બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો પણ ઘણા જૂના છે. ભારત અને ફ્રાન્સ બંને સમગ્ર વિશ્વમાં સ્થિરતા અને શાંતિ લાવવા માંગે છે. તેમણે આજે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.

- Advertisement -

શું કહ્યું વિદેશ મંત્રી એસ જયશંકરે?

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ફ્રાન્સ યુરોપિયન યુનિયનનું મુખ્ય સભ્ય છે.અમે વેપાર, રોકાણ અને ભૌગોલિક સંકેતો પર ભારત-EU સંવાદને આગળ વધારવાની ચર્ચા કરી છે. અમે આ સંબંધમાં મંત્રણાના પ્રથમ રાઉન્ડની શરૂઆતને આવકારીએ છીએ. ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરિન કોલોના સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં એસ જયશંકરે કહ્યું હતું કે ઈન્ડો-પેસિફિક ત્રિપક્ષીય વિકાસ સહકારની સ્થાપના તરફ કામ કરવા સંમત થયા છે. આનાથી ખાસ કરીને ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ હેઠળના વિકાસ પ્રોજેક્ટોને વેગ મળશે. આ સિવાય તેમણે કહ્યું કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સએ હવે 3 દેશોમાં પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, જે ભૂટાન, પાપુઆ ન્યૂ ગિની અને સેનેગલમાં ભારત અને ફ્રાન્સના સંયુક્ત પ્રભાવને દર્શાવે છે.

કેથરિને શું કહ્યું?

ભારત અને ફ્રાંસ વચ્ચે છેલ્લા 25 વર્ષથી ગાઢ મિત્રતા છે. આ સિવાય ભારત સાથે ફ્રાન્સના વ્યૂહાત્મક સંબંધો પણ ઘણા જૂના છે. આ મિત્રતાના કારણે બંને દેશોને ઘણો ફાયદો થયો છે. સમગ્ર વિશ્વમાં શાંતિ અને સ્થિરતા લાવવા અને જાળવી રાખવા બંને દેશોનો પ્રયાસ છે.

- Advertisement -

મોદી-મેક્રોની થશે મુલાકાત

આ વાતનો ખુલાસો કરતા તેમણે કહ્યું કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન મોદી વચ્ચે ટૂંક સમયમાં મુલાકાત થવાની છે. મોદી અને મેક્રોન વચ્ચે છેલ્લી મુલાકાત મે મહિનામાં થઈ હતી. કોલોનાએ કહ્યું કે આ બેઠક બંને દેશો વચ્ચે વધુ સારા સંબંધો તરફ દોરી જશે.

કેથરિન ક્યા મહત્વના લોકોને મળશે?

તેમની મુલાકાત દરમિયાન કોલોના ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા વડા અજીત ડોભાલને મળશે. જ્યાં તે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. ગુરુવારે કોલોના મુંબઈ પણ જશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય બનાવવા US પછી રશિયાનું સમર્થન

અમેરિકી પ્રમુખે ભારત, જાપાન અને જર્મનીને સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ આપવાની કરી હતી તરફેણભારત અને બ્રાઝિલને સુરક્ષા પરિષદમાં સભ્યના રૂપમાં સ્થાન મળવું જોઇએભારત વધુ...

યૂક્રેનમાં રશિયન સૈનિકોએ 4 થી 82 વર્ષની મહિલા સાથે જાતીય હિંસા

રશિયન સૈન્યે માનવ વસતી ધરાવતા વિસ્તારો પર બોમ્બ વરસાવ્યાનાગરિકોને ફાંસી, યાતનાઓ આપવા ઉપરાંત યૌન અપરાધો પણ આચર્યાઅંદાજે 150થી વધુ પીડિતો અને ઘટનાઓના સાક્ષીઓને મળીને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!