Saturday, October 1, 2022
Home Gujarat સ્પર્ધકોને સાયન્સ સિટીમાં નિઃશૂલ્ક એન્ટ્રી, અવ્વલ આવનારને પરીક્ષા ફીમાંથી મુક્તિ

સ્પર્ધકોને સાયન્સ સિટીમાં નિઃશૂલ્ક એન્ટ્રી, અવ્વલ આવનારને પરીક્ષા ફીમાંથી મુક્તિ

  • સૌરાષ્ટ્ર યુનિ.માં અમૃત કલા મહોત્સવનું ઉદ્ઘાટન કરતા જીતુ વાઘાણી
  • સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણતા 70% વિદ્યાર્થીઓ હવે કોલેજ સુધી પહોંચે છે
  • શિક્ષણમંત્રીએ સ્ટાર્ટઅપને સ્ટેન્ડ અપ કહી દીધા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અમૃત કલા મહોત્સવમાં યુવાપ્રતિભાઓ માટે પ્રોત્સાહન જાહેર કરતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ઉદઘાટન વખતે તમામ ભાગ લેનારાને અમદાવાદ સ્થિત સાયન્સ સીટીમાં નિઃશૂલ્ક મુલાકાત જયારે કુલપતિએ આ મહોત્સવમાં અવ્વલ રહેનારને પરીક્ષા ફી માંથી મુક્તિની જાહેરાત કરી હતી.

- Advertisement -

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવનું ઉદઘાટન કરવા આવેલા શિક્ષણમંત્રી એક કલાક મોડા પડતા યુવક મહોત્સવ 3.30ને બદલે 4.30એ શરુ થયો હતો. કાર્યક્રમના પ્રારંભે જામનગરની ડી.કે.વી. કોલેજ NAAC (નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડીએશન કાઉન્સિલ)માં છ ગ્રેડ પ્રાપ્ત કરતા કોલેજના સંચાલકોનું સન્માન કરાયું હતું. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા બે દાયકાથી શિક્ષણમાં વિકાસ થયો જ છે, જેને સંશોધન કરવું હોય તે કરી લે. આમ કહી વિરોધ પક્ષ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં 40,000 સરકારી અને 32,000 ગ્રાન્ટેડ શાળાઓમાં 55 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેમાંથી કોલેજ સુધી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓનું પ્રમાણ 70% છે. ગુજરાતમાં 20 દેશના વિદ્યાર્થીઓ ભણવા આવે છે.

 રાજ્યની યુનિવર્સિટીના ભવનો એ માત્ર મકાનો નથી પરંતુ યુવાનોના સપનાઓના આશ્રાયસ્થાન છે. જયારે કુલપતિ ડો.ગિરીશ ભિમાણીએ કહ્યું કે, યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં 36 સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓમાંથી અવ્વલ નંબર મેળવનારને પરીક્ષા ફી માંથી મુક્તિ અપાશે તો રાજ્ય કક્ષાએ રમવા જશે તેઓને રૂ.5,000 તો રાષ્ટ્રીય કક્ષાએ જશે તેઓને રૂ.10,000 નો પુરસ્કાર આપવાની કુલપતિએ જાહેરાત કરી હતી. સાથે જ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત 9 વિદ્યાર્થીને રૂ.40 લાખનું રાજ્ય સરકારે અનુદાન આપ્યાનું જણાવ્યું હતું.

શિક્ષણમંત્રીએ સ્ટાર્ટઅપને સ્ટેન્ડ અપ કહી દીધા

શિક્ષણમંત્રીએ સ્ટાર્ટઅપને સ્ટેન્ડઅપ કહી દીધા હતા તો ભૂલથી કુલપતિ ગિરીશને બદલે જગદીશ ભીમાણી બોલી ગયા હતા.

- Advertisement -

કાનજી ભૂટા બારોટ રંગમંચ, જામ રણજીતસિંહ ખેલકુંજ, કલામ સાયન્સ લેબનું લોકાર્પણ

યુનિવર્સિટીમાં અઢી કરોડના ખર્ચે નિર્માણ પામેલા જામસાહેબ રણજીતસિંહ ખેલકુંજ, કાનજી ભૂટા બારોટ રંગમંચ અને એ.પી.જે. અબ્દુલ કલામ કમ્બાઈન્ડ સાયન્સ લેબ કમ ડેટા સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. સાથે જ વિદેશી ભાષાઓ શીખી શકાય તે માટે ભાષા ભવન, એમ.સી.એ. ભવન અને આઈ.કયુ.એ.સી. ભવનનું ખાતમુહુર્તકરાયું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!