Tuesday, September 27, 2022
Home National ફોર્ટિસ-દાઇચી કેસ: સુપ્રીમ કોર્ટે સિંહ બ્રધર્સને 6 મહિનાની સજા ફટકારી

ફોર્ટિસ-દાઇચી કેસ: સુપ્રીમ કોર્ટે સિંહ બ્રધર્સને 6 મહિનાની સજા ફટકારી

  • ફોર્ટિસ હેલ્થકેરનો શેર 16 ટકાથી વધુ ગગડયો
  • ફોર્ટિસ હેલ્થકેરના 17 લાખ શેર્સ ગિરવી રાખ્યા હતા
  • દાઇચીને 3600 કરોડ રૂપિયા લેવાના

ફોર્ટિસ-દાઇચી સાન્ક્યો કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે સિંહ બ્રધર્સને છ મહિનાની સજા ફટકારી હતી અને સાથોસાથ ફોર્ટિસ માટેની આઈએચએચની ઓપન ઓફરના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે એક્ઝિક્યુટિવ કોર્ટને આદેશ કર્યો છે કે તે લેન્ડર્સ અને ફાઇનાન્શિયલ ઈન્સ્ટિટયૂશન્સ વચ્ચેના ટ્રાન્ઝેક્શનની તપાસ કરવા માટે ફોરેન્સિક ઓડિટ કરાવે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પગલે શેર બજારમાં ફોર્ટિસ હેલ્થકેરનો શેર 16 ટકાથી વધારે ગગડયો હતો.

- Advertisement -

ફોર્ટિસ હેલ્થકેરના 17 લાખ શેર્સ ગિરવી રાખ્યા હતા

ચુકાદા બાદ આ શેર 16.06 ટકા ગગડીને નીચામાં રૂ. 262ની આસપાસ ટ્રેડિંગ થઇ રહ્યો હતો. નોંધનીય છે કે મલેશિયાની આઈએચએચએ ફોર્ટિસમાં 31 ટકા કન્ટ્રોલિંગ સ્ટેક ખરીદ્યો હતો. તે પછી કંપનીએ વધારાના 26 ટકા હિસ્સાની ખરીદી કરવા માટે અનિવાર્ય ઓપન ઓફર લાવવાની હતી. મલેશિયન કંપનીએ ઓગસ્ટ 2018માં 1.1 અબજ ડોલર આપીને ફોર્ટિસ હેલ્થકેરની ખરીદી કરી હતી. તેણે એક સ્વતંત્ર બોર્ડની દેખરેખ હેઠળ ફોર્ટિસ હેલ્થકેર માટે બિડિંગ કર્યું હતું.

દાઇચીને 3600 કરોડ રૂપિયા લેવાના છે

જો કે તે પછી દાઇચી સાન્ક્યોએ એક અરજી દાખલ કરી હતી જેને પગલે મલેશિયાની હેલ્થ કંપની પોતાની ઓપન ઓફર લાવી શકી ન હતી. જાપાનની દવા કંપની દાઇચીએ ફોર્ટિસ હેલ્થકેર અને મલેશિયન કંપની વચ્ચેના સોદાને કોર્ટમાં પડકાર્યો હતો. દાઇચીનો દાવો હતો કે સિંગાપોર કોર્ટમાં તે સિંહ બ્રધર્સ સામેનો કેસ જીતી ગઇ છે તેને પરિણામે તેને પહેલાં 3600 કરોડ રૂપિયા મળવા જોઇએ. દાઇચી સાન્ક્યોએ સિંહ બ્રધર્સ અને ઈન્ડિયાબૂલ્સ સામે અરજી દાખલ કરીને આરોપ મૂક્યો હતો કે સુપ્રીમ કોર્ટની મનાઇ હોવા છતાં પણ તે લોકોએ ફોર્ટિસ હેલ્થકેરના 17 લાખ શેર્સ ગિરવી રાખ્યા હતા.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!