Wednesday, September 28, 2022
Home Gujarat દેશમાં સૌપ્રથમ 2009માં નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ઝૂને ચાર ચિત્તાની ભેટ આપેલી

દેશમાં સૌપ્રથમ 2009માં નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ઝૂને ચાર ચિત્તાની ભેટ આપેલી

  • CM હતા ત્યારે PMએ સિંગાપોરથી ચિત્તાની બે જોડી મંગાવેલી
  • નવાબીકાળના સક્કરબાગ ઝૂ પાસે 1945માં પણ ચિત્તા હતા
  • જૂનાગઢ લવાયેલ ચિત્તા 2011 સુધી કેપ્ટિવિટીમાં રહ્યા હતા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાંથી મંગાવેલ ચિત્તાને છોડવામાં આવ્યા છે, તે પૂર્વેની વાત કરીએ તો જયારે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયમાં તેઓએ 2009 માં દેશમાં સૌ પ્રથમ જૂનાગઢ ઝૂ ને ચાર ચિત્તાની ભેટ આપી હતી.

- Advertisement -

દેશના એકમાત્ર જૂનાગઢનું નવાબીકાળનું ઝૂ હાલ એશિયાટિક સિંહો માટેનું સૌથી મોટું બ્રિડીંગ સેન્ટર છે, ત્યારે સમગ્ર દેશમાં એકપણ ઝૂ કે જંગલમાં ચિત્તા ન હતા ત્યારે જૂનાગઢ ઝૂ ને ચાર ચિત્તા મળ્યા હતા, 1945 માં જૂનાગઢ ઝૂ માં છેલ્લે ચિત્તા જોવા મળ્યા હતા, ત્યાર બાદ ક્યાય ચિત્તા ન હતા, પરંતુ 2009 માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સક્કરબાગ ઝૂ થી ત્રણ સિંહોના બદલામાં સિંગાપોરથી ચાર ચિત્તા મંગાવવામાં આવ્યા હતા.જો કે આ બે જોડીમાંથી અંતિમ માદા ચિતાનું 2014માં મૃત્યુ થયેલુ.

25 મે 2009ના દિવસે નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ઝૂ ખાતે આવીને બે નર અને બે માદા ચિત્તાને પર્યટકો માટે ડિસ્પ્લેમાં મુક્ત કર્યા હતા. તેઓએ તે સમયે જણાવેલું કે, સમગ્ર વિશ્વમાં એશિયન અને બીજા આફ્રિકન બે પ્રકારના ચિત્તા છે, તેમાં ખાસ ભારતમાં તેના સફ્ળ બ્રિડીંગ માટે ગુજરાતમાં ચિત્તા લાવવામાં આવ્યા હતા, તેની દેખરેખ માટે પહેલીવાર વર્ગ-3 ના કર્મચારીઓને ખાસ ટ્રેનીંગ માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા. 1945 માં છેલ્લે જૂનાગઢ ઝૂ માં ચિત્તા હતા. આ અવસરે રાજ્યમાં પર્યુષણ પર્વ અંતર્ગત જીવદયા સપ્તાહની પણ ઉજવણી શરુ કરવામાં આવી હતી.

જૂનાગઢ લવાયેલ ચિત્તા 2011 સુધી કેપ્ટિવિટીમાં રહ્યા હતા

જુનાગઢ ઝુ ના રેન્જ ફેરેસ્ટ ઓફ્સિર નીરવ મકવાણાએ જણાવ્યું હતું કે ભારતમાં એશિયાટિક ચિતાના લુપ્ત થવાની જાહેરાત સત્તાવાર રીતે 1952માં કરવામાં આવી હતી. હાલમાં એશિયાટિક ચિત્તા માત્ર ઈરાનમાં જ જોવા મળે છે ભારતની આઝાદી પહેલા ઘણા રાજ્યોના શાસકોએ ચિત્તાને કેપ્ટિવિટીમાં રાખવામાં આવ્યા હતા તેમાંથી જુનાગઢ રાજ્યએ પણ ચિતાને ઘણા વર્ષો સુધી કેપ્ટિવિટીમાં રાખ્યા હતા. વર્ષ 2006 માં સિંગાપોર પ્રાણી સંગ્રહાલયે આફ્રિકન ચિત્તાના બદલામાં સકકરબાગ જુઓલોજીકલ પાર્કમાંથી એશિયાટિક સિંહો મેળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જે પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. અને 63 વર્ષ બાદ 2009 માં સિંગાપોરથી ચાર ચિત્તા જુનાગઢ ઝુમા લાવવામાં આવ્યા હતા. આ ચારેય ચિતા લગભગ 12 વર્ષની ઉંમરનું આયુષ્ય કેપ્ટિવિટીમાં ભોગવ્યું હતું અને બે વર્ષના સમય ગાળામાં 2011 સુધીમાં ચારેય ચિતાના મૃત્યુ નીપજ્યા હતા.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!