Monday, September 26, 2022
Home Sports બુમરાહની બોલિંગમાં બોલ્ડ થયા બાદ ફીન્ચની પ્રતિક્રિયાએ જીત્યા દિલ

બુમરાહની બોલિંગમાં બોલ્ડ થયા બાદ ફીન્ચની પ્રતિક્રિયાએ જીત્યા દિલ

  • બીજી T20માં જસપ્રીત બુમરાહનું ભારતીય ટીમમાં પુનરાગમન
  • બુમરાહે ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફીન્ચને કર્યો ક્લીન બોલ્ડ
  • ફિન્ચે બુમરાહની બોલિંગને તાળીઓથી વધાવી

નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝની બીજી મેચ વરસાદના કારણે માત્ર આઠ-આઠ ઓવરની કરવામાં આવી હતી જેમાં ભારતે દમદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે દમદાર કમબેક કર્યું હતું અને વિરોધી ટીમના કેપ્ટન એરોન ફીન્ચને આઉટ કરી ભારતને મેચમાં કમબેક કરાવ્યું હતું. આઉટ થયા બાદ તુરંત જ ફિન્ચે જે રીતે તેની વિકેટ પર પ્રતિક્રિયા આપી તેની સૌ ક્રિકેટ ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે.

- Advertisement -

બુમરાહે ફિન્ચને કર્યો ક્લીન બોલ્ડ

આઠ ઓવરની મેચમાં કાંગારૂ ટીમ દમદાર બેટિંગ કરી રહી હતી. ખાસ કરીને કેપ્ટન ફિન્ચ સેટ થઇ ગયો હતો અને મેદાનમાં ચારેબાજુ શોર્ટ ફટકારી રહ્યો હતો. ત્યારે કેપ્ટન રોહિતે બોલ જસપ્રીત બુમરાહના હાથમાં આપી અને કમબેક બાદ પહેલી જ ઓવરમાં બુમરાહે ઓસ્ટેલિયન કેપ્ટનને ચિત્ત કરી ક્લીન બોલ્ડ કર્યો હતો. ફિન્ચે 15 બોલમાં 31 રન બનાવ્યા હતા, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

- Advertisement -

ફિન્ચે કરી બુમરાહની પ્રશંસા

લાંબા સમય બાદ ટીમમાં કમબેક કરનાર બુમરાહની પહેલી જ ઓવરમાં શાનદાર યોર્કર બોલ રમવા જતા ફિન્ચ આઉટ થયો હતો. જે બાદ ફિન્ચે આ ઘાતક ભારતીય બોલરના માનમાં બેટથી તાળી વગાળી હતી. બુમરાહનો એ યોર્કર એટલો ધારદાર હતો કે ફિન્ચ તેને રોકી શક્યો જ નહીં અને આઉટ થયો હતો, જે બાદ ફિન્ચે બુમરાહની બોલિંગની જે રીતે પ્રશંસા કરી એ ખરેખર એક ખેલાડી તરીકે ખુબ જ પ્રસંશનીય હતું. Source link

- Advertisement -
RELATED ARTICLES

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!