Tuesday, September 27, 2022
Home International રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉપર જીવલેણ હુમલો, 6 વખત જીવ બચ્યો

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ઉપર જીવલેણ હુમલો, 6 વખત જીવ બચ્યો

  • રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલા ઘણા કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
  • જે રસ્તેથી કાફલો નીકળી રહ્યો હતો, ત્યાં જ જીવલેણ હુમલો કરાયો
  • અચાનક જ એક એમ્બ્યુલન્સે રાષ્ટ્રપતિ પુતિનની કારનો રસ્તો રોક્યો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર એક જીવલેણ હુમલો થયો, જેમાં તેઓનો બચાવ થયો છે. હુમલાઓની ઘટનામાં તેમનો પાંચમી વખત બચાવ થયો છે. જે રસ્તા પરથી તેમનો કાફલો પસાર થવાનો હતો, ત્યાં અવરોધ ઉભો કરાયો હતો અને તેમના પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. જોકે તેમને કોઈ નુકસાન થયું ન હતું.

- Advertisement -

પુતિન સંપૂર્ણપણે સુરક્ષિત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ઘાતક હુમલો થયો છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જ્યારે તેઓ તેમના ઘર પાસે હતા ત્યારે તેમના કાફલાનો રસ્તો રોકી દેવામાં આવ્યો હતો અને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ મામલામાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલા ઘણા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અગાઉ 5 હુમલા થયા હતા

આ પહેલીવાર નથી જ્યારે પુતિન પર આ પ્રકારનો જીવલેણ હુમલો થયો હોય. વર્ષ 2017માં તેમણે પોતે જ 5 જીવલેણ હુમલામાં પોતાનો જીવ કેવી રીતે બચ્યો તેની માહિતી આપી હતી. એટલે કે આ છઠ્ઠો હુમલો છે, જેમાં તેમનો આબાદ બચાવ થયો છે.

- Advertisement -

પુતિન પર હુમલો થવાની શક્યતાઓ વધી

યુરોવીકલીનાં સમાચારના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કારનું આગળનું વ્હીલ કોઈ વસ્તુથી જોરથી અથડાયું હતું. તેઓ તેમના ઘરથી માત્ર થોડા કિલોમીટર જ દૂર હતા, ત્યારે અચાનક જ એક એમ્બ્યુલન્સે તેમની કારનો રસ્તો રોકી દીધો હતો અને અચાનક આવેલી આ આફતમાં તેમની સુરક્ષામાં લાગેલી અન્ય કાર ભટકી ગઈ હતી. જોકે રશિયામાં મીડિયા ઉપર કડક નજર છે. એવામાં પુતિન પર આ હુમલો ક્યારે થયો તે સ્પષ્ટ નથી. પરંતુ યુરોવીકલી કહે છે કે, પુતિન પર હુમલો થવાની શક્યતાઓ વધી રહી છે, તેથી તે ડિકોય મોટરકેડમાં મુસાફરી કરે છે.

સુરક્ષા ગાર્ડની ધરપકડ

અંદરના સૂત્રોએ માહિતી આપી કે, રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલા ઘણા સૈનિકો અને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી છે, કારણ કે રાષ્ટ્રપતિની આવન-જાવનની માહિતી બહુ ઓછા લોકો જાણે છે. જો કે, આ દાવાઓની પુષ્ટિ થવાની બાકી છે.

SCOમાં PM મોદીને મળશે

આ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમરકંદની મુલાકાતે જઈ રહ્યા છે. અહીં તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગને પણ મળવાના છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

PM મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા, કહું આજે હું બહુ દુખી છું

આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતીવડાપ્રધાન શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે ક્વોડ લીડર્સ સમિટ માટે જાપાન ગયા હતા વડા પ્રધાન નરેન્દ્ર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!