Wednesday, September 28, 2022
Home Gujarat સરકારી નોકરીના બહાને લોકો પાસેથી રૂ. 40 લાખ ખંખેરી લીધા

સરકારી નોકરીના બહાને લોકો પાસેથી રૂ. 40 લાખ ખંખેરી લીધા

  • સચિન અગાઉ શિક્ષક તરીકે નોકરી કરતો હતો
  • ગોધરાના શખ્સે બોરસદ-વડોદરાના લોકો સાથે ઠગાઈ કરી
  • નાણાં લીધા બાદ નોકરી અપાવવાના નામે બહાનાબાજી

વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતાં નર્સ કાજલબેનને સરકારી હોસ્પિટલમાં નોકરી અપાવવાના નામે રૂ. 2.5 લાખ પડાવી લેનાર સચિન પટેલ બોરસદમાં પકડાયો હતો. જેની પોલીસ દ્વારા પૂછપરછમાં આણંદ અને વડોદરામાં સરકારી નોકરી મેળવવા ઈચ્છુકોને ફસાવવાના નેટવર્કની વિગતો બહાર આવી છે. જેમાં સચિન પટેલે બોરસદ અને તેની આસપાસના વિસ્તારોમાં સરકારી હોસ્પિટલો ઉપરાંત સિંચાઈ યોજના સહિત સરકારી વિભાગોમાં સરકારી નોકરી અપાવવા અનેક લોકોને ફસાવ્યા હતા. જેમાં પોલીસની તપાસમાં 11 લોકોએ રૂ. 40 લાખ ગુમાવ્યાની વિગતો બહાર આવી હતી. સચિન દરેક નોકરીવાંચ્છુકો પાસેથી પહેલાં ડોક્યુમેન્ટ મંગાવતો હતો. ત્રણ મહિનામાં ઓર્ડર આવી જશેની લાલચમાં ફસાવીને નાણાં પડાવતો હતો. વડોદરાના ફતેગંજ પો.સ્ટે.માં સચિન ગોરધનભાઈ પટેલ (રહે. કરમસદ, મૂળ રહે. નદીસર-ગોધરા) સામે ગુનો નોંધી તેની ટ્રાન્સફર વોરન્ટથી અટકાયત કરીને વધુ પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, કરમસદ રોડ પર ભાડાના મકાનમાં રહેતો ઠગ સચિન લોકોને આંજી નાખવા પોતે પૂર્વ સાંસદના બંગલાની નજીક રહેતો હોવાનું જણાવતો હતો. જેથી સરકારી નોકરી અપાવશે તેવી વાતોમાં લોભાવીને નાણાં પડાવતો હતો.

- Advertisement -

સરકારી નોકરીની લાલચમાં નાણાં ગુમાવ્યા

પોલીસના જણાવ્યા મૂજબ સચિને છેતરાયેલા લોકોની સંખ્યા વધવાની શક્યતા છે. મોટાભાગના સચિનની ઠગાઈનો ભોગ બનનારા બોરસદ અને તેની આસપાસના વિસ્તારના છે. જેમાં નાણાં ગુમાવનારાઓમાં અમિત ભાટીયા (રૂ. 7.50 લાખ), દિનકર જાદવ (રૂ. 4.50 લાખ), દેવેન્દ્રસિંહ (રૂ. 4.25 લાખ), ઈમાન્યુલ (રૂ. 3.90 લાખ), સંદીપ પરમાર (રૂ. 3.90 લાખ), કેતન ચૌહાણ (રૂ. 3.90 લાખ), ગ્રીષ્મા મકવાણા (રૂ. 3.09 લાખ), ધનાભાઈ બારીયા (રૂ. 2.55 લાખ), કાજલ આહિર (રૂ. 2.50 લાખ) કેતન થોમસભાઈ (રૂ. 2 લાખ) અને સુનિતા પટેલે (રૂ. 1.95 લાખ) ગુમાવ્યાની નોંધાયેલ ફરિયાદ મામલે પોલીસ તપાસ રહી છે.

સચિન અગાઉ શિક્ષક તરીકે નોકરી કરતો હતો

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરાના નદીસરનો સચિન બી.એડ. સુધી ભણેલો છે. અગાઉ તે શિક્ષક તરીકે પણ નોકરી કરતો હતો. પરંતુ કદાચ તેને નોકરી અનુકૂળ ન આવતાં છોડી દીધી હતી.

- Advertisement -

નાણાં લીધા બાદ નોકરી અપાવવાના નામે બહાનાબાજી

ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે મંગાવ્યા બાદ નાણાં ટ્રાન્સફર કરાવ્યા પછી સચિન જેતે ભોગ બનનાર સાથે વાત કરતો જ નહોતો. નોકરીના ઓર્ડર માટે પૂછપરછનો કોલ આવે તો ગોળ ગોળ જવાબ આપતો હતો.

શંકા ન ઊપજે તે માટે બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવતો હતો

સરકારી વિભાગોમાં નોકરી અપાવવા માટે ઠગાઈ કરવામાં ઉસ્તાદ સચિન પટેલ લોકોને વિશ્વાસમાં લેવા માટે તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા મંગાવતો હતો. ત્યારબાદ તેના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવતો હતો. જોકે પોલીસ સૂત્રોનુસાર સચિનની વાકછટામાં ફસાયેલા લોકોએ મોટાભાગની રકમ તેના રાષ્ટ્રીયકૃત બેંકના એકાઉન્ટમાં જમા કરાવી હતી. નાણાં જમા થયાની ગણતરીની મિનિટોમાં જ સચિન રોકડ રૂપિયા ઉપાડી લેતો હતો. જોકે, કેટલાક લોકોએ મોબાઈલ પર પણ નાણાં ટ્રાન્સફર કર્યાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!