Monday, September 26, 2022
Home Gujarat લેબગ્રોન ડાયમંડની માંગ વધતા નિકાસ 55% વધી, હીરા વેપારીઓમાં ખુશી

લેબગ્રોન ડાયમંડની માંગ વધતા નિકાસ 55% વધી, હીરા વેપારીઓમાં ખુશી

  • મધ્યમ વર્ગીય પરિવાર અને યુવા વર્ગમાં માંગ વધી
  • નેચરલ હીરામાં સતત બીજા મહીને પણ નિકાસમાં ઘટાડો
  • વિદેશોમાં નેચરલ હીરા કરતા લેબગ્રોન હીરાની માંગ વધી

કોરોનાકાળથી અત્યાર સુધી લેબગ્રોન ડાયમંડની હીરાની ચમકમાં વધારો યથાવત રહ્યો છે. ચાલુ વર્ષે ઓગસ્ટ મહીનામાં પણ પાછલા વર્ષે ઓગસ્ટ મહીના કરતા નિકાસમાં 55 ટકાનો વધારો નોંધાયો છે. હીરા ઉદ્યોગકારોનું માનવુ છે કે વિદેશોમાં જ્વેલરીમાં લેબગ્રોન ડાયમંડ એફોર્ડેબલ જ્વેલરી તરીકે મધ્યમ વર્ગીય પરિવારની પસંદગી બની જતા ત્યાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ સતત વધી રહી છે. આવનારા દિવસોમાં ક્રિસમસ માટેની ખરીદી નીકળશે ત્યારે નિકાસમાં સારો એવો વધારો આવે તેવી સંભાવના છે.

- Advertisement -

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ પાછલા વર્ષે ઓગસ્ટ મહીનામાં 125.30 યુએસ મિલિયન ડોલરના લેબોન ડાયમંડની નિકાસ કરવામાં આવી હતી. જેની સામે ચાલુ વર્ષે 143.12 મિલિયન યુ.એસ ડોલરના હીરાની નિકાસ થઇ હતી. જે આશરે 55 ટકા વધારે છે. જ્યારે નેચરલ હીરાની નિકાસમાં જુલાઇ પછી ઓગસ્ટ મહીનામાં પણ ઘટાડો યથાવત રહ્યો છે. ગત વર્ષે ઓગસ્ટ મહીનામા 2031.67 મિલિયન યુ,એસ ડોલરના નેચરલ હીરાની નિકાસ થઇ હતી. જેમાં ચાલુ વર્ષે 3.68 ટકાનો ઘટાડો થયો છે અને નિકાસ 1879.74 મિલિયન ડોલર પર પહોંચી ગયુ હતુ. જુલાઇ મહીનામાં પણ નેચરલ હીરાની નિકાસમાં 2.76 ટકાનો ઘટાડો થયો હતો. નેચરલ હીરાની ડિમાન્ડમાં ઘટાડો થવા પાછળ વૈશ્વિક સ્તરે નેચરલ હીરાની માંગમાં ઘટાડાને જવાબદાર માનવામાં આવી રહ્યુ છે. જ્યારે લેબગ્નોન હીરાની નિકાસ વધવા પાછળ તેને એફોર્ડેબલ જ્વેલરી તરીકે લોકો તરફથી ડિમાન્ડ વધી રહી હોવાનું કારણ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

એફોર્ડેબલ જ્વેલરી તરીકે લોકોની પસંદગી

- Advertisement -

લેબોન હીરાનું ઉત્પાદન વધ્યુ છે તેની સાથે-સાથે માર્કેટિંગ પણ વધી છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અને યુકેના દેશોમાં પણ સતત લેબોન હીરાની માંગ વધી રહી છે. મધ્યમ વર્ગીય પરિવાર તેમજ નવી પેઢીના યુવાઓ પણ એફોર્ડેબલ જ્વેલરી તરીકે લેબોન ડાયમંડની જ્વેલરી પસંદ કરી રહ્યા છે. આવનારા પાંચ સાત વર્ષોમાં લેબોન હીરાના વેપારમાં મોટાપાયે વધારો થાય તેવી સંભાવના છે. જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું.

વિદેશોમાં માંગ વધતા નિકાસ વધી

લેબગ્રોન ડાયમંડ પ્રત્યે નવી જનરેશનના યુવાઓ અવેરનેસ વધી છે. યુવાઓ અને યુવતીઓ લેબોન ડાયમંડની જવેલરી પસંદ કરી રહ્યા છે. વિદેશોમાં પણ લેબડ્યોન ડાયમંડની માંગ સતત વધી રહી હોવાથી પાછલા કેટલાક મહીનાઓથી લેબગ્રોન હીરાની નિકાસમાં વધારો યથાવત રહ્યો છે. ભંડેરી ડાયમંડના સીઈઓ સ્નેહલ ડુંગરાણીએ મંતવ્ય રજુ કર્યું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!