Wednesday, September 28, 2022
Home Sports વિસ્ફોટક બેટ્સમેને ગુજરાત ટાઈટન્સનો સાથ છોડ્યો : ફ્રેન્ચાઈઝીનું ટ્વિટ

વિસ્ફોટક બેટ્સમેને ગુજરાત ટાઈટન્સનો સાથ છોડ્યો : ફ્રેન્ચાઈઝીનું ટ્વિટ

  • શુભમન ગિલ અંગે ગુજરાત ટાઈટન્સે ટ્વિટ કર્યું
  • GTને ટાઈટલ અપાવવામાં ગીલનો મહત્વનો ફાળો
  • IPL-2022માં ગીલે ચાર અડધી સદી ફટકારી હતી

ગુજરાત ટાઇટન્સે તેમની પ્રથમ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022નું ટાઇટલ જીત્યું હતું. યુવા ઓપનર શુભમન ગિલે પણ ગુજરાત ટાઇટન્સની ટાઈટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગિલે ફાઇનલ મેચમાં પણ ઉપયોગી ઇનિંગ રમી હતી. હવે ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલ વિશે એક એવું ટ્વિટ કર્યું છે, જેનાથી ચાહકો ચોંકી ગયા છે.

- Advertisement -

ગુજરાત ટાઇટન્સ જે ટ્વિટ કર્યું છે, તે મુજબ શુભમન ગિલે ફ્રેન્ચાઈઝનો સાથ છોડ્યો છે. ગુજરાત ટાઇટન્સે ગિલને ટેગ કરીને લખ્યું, ‘તમારી આ સફર યાદગાર રહી છે. આવનારા ભવિષ્ય માટે આપને શુભેચ્છા.

ગીલને IPL-2022 માટે 8 કરોડમાં સાઈલ કરાયો હતો

શુભમન ગિલે તેની IPL કારકિર્દીના પ્રથમ થોડા વર્ષો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે વિતાવ્યા હતા. IPL 2022ની હરાજી પહેલા ગિલને નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ દ્વારા રૂ. 8 કરોડમાં સાઇન કરવામાં આવ્યો હતો. IPL 2022માં તેણે 16 મેચમાં 132.33ના સ્ટ્રાઈક રેટથી 483 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેણે ચાર અડધી સદી ફટકારી, જેમાં તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ T20 સ્કોર 96 રનનો સમાવેશ થાય છે. રાજસ્થાન રોયલ્સ સામેની ફાઈનલ મેચમાં ગીલે 43 બોલનો સામનો કરીને કુલ 45 રન બનાવ્યા હતા.

- Advertisement -

ગિલનો શાનદાર આંતરરાષ્ટ્રીય રેકોર્ડ

હાલમાં શુભમન ગિલનું ODI ક્રિકેટમાં શાનદાર ફોર્મ જોવા મળી રહ્યું છે. ગિલે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ કારણે બંનેને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ પણ પસંદ કરવામાં આવ્યા હતા. શુભમન ગિલ ભારત માટે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ અને 9 વન-ડે રમી ચૂક્યો છે. ટેસ્ટ મેચોમાં શુભમન ગીલે 30.47ની એવરેજથી 579 રન બનાવ્યા છે, જેમાં ચાર અડધી સદી સામેલ છે. જ્યારે ગીલના નામે વન-ડે ઈન્ટરનેશનલમાં 71.28ની એવરેજથી 499 રન નોંધાયેલા છે. ગિલે વન-ડે ઈન્ટરનેશનલમાં 1 સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રોએશિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ નેશન્સ લીગની સેમિફાઇનલમાં

2022ના વર્લ્ડ કપ પહેલાં તમામ ટીમો છેલ્લી મેચ રમી ઇંગ્લેન્ડ રેલિગેટ થયું નેશન્સ લીગમાં ફ્રાન્સની ટીમ સામે ડેનમાર્કે 2-0થી વિજય મેળવ્યો હતો. સતત બીજી...

વિમેન્સ વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત ટોપ-5માં, મંધાનાને પણ ફાયદો થયો

ભારતની ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો મંધાના છઠ્ઠા ક્રમે પહોંચી ચાર્લી ડીનને 24 ક્રમાંકનો ફાયદો થયો ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બીજી વન-ડેમાં અણનમ 143 રનની આક્રમક ઇનિંગ રમનાર ભારતીય...

ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

ભારત-Aએ ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-Aને 3-0થી હરાવ્યું સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામે સૌથી વધુ 120 રન બનાવ્યા આફ્રિકા શ્રેણી માટે સંજુ સેમસને પોતાનો દાવો મજબૂત કર્યો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!