Monday, September 26, 2022
Home National દિવાળી પહેલા જ દિલ્હીમાં ગૂંગળાવતી ઝેરી હવા, AQI 418એ પહોંચ્યો

દિવાળી પહેલા જ દિલ્હીમાં ગૂંગળાવતી ઝેરી હવા, AQI 418એ પહોંચ્યો

  • દિલ્હીનો AQI રવિવારે 119, શનિવારે 70 અને શુક્રવારે 47 હતો
  • આનંદ વિહારમાં AQI 418 પર પહોંચ્યો
  • સૌથી સ્વચ્છ દિવસના માત્ર ત્રણ દિવસમાં પરિસ્થિતિ વકરી

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર પ્રદૂષણ ફરી વળ્યું છે. રાજધાની દિલ્હીમાં હવા ફરી ઝેરી બની ગઈ છે. કેટલાક વિસ્તારોમાં હવાનું સ્તર ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગયું છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400ને પાર કરી ગયો છે. સોમવારે, દિલ્હીનો આનંદ વિહાર વિસ્તાર 405ના AQI સાથે રાજધાનીમાં સૌથી પ્રદૂષિત વિસ્તાર હતો. આ રિપોર્ટ બાદ હવે દિલ્હી-એનસીઆરના રહેવાસીઓએ ઝેરી હવા અને આકાશમાં ધુમ્મસનો સામનો કરવાની તૈયારી કરવી પડશે. કેમકે તહેવારોમાં ખાસ કરીને દિપાવલી પર આ પ્રદૂષણમાં વધારો થવાનો છે.

- Advertisement -

આનંદ વિહાર વિસ્તારમાં AQI 405 પર પહોંચ્યો હતો

દિલ્હીની હવાની ગુણવત્તા સોમવારે નબળી શ્રેણીમાં પહોંચી ગઈ હતી, દિલ્હીએ આ વર્ષે તેનો પ્રથમ સૌથી સ્વચ્છ હવા દિવસ નોંધ્યો તેના માત્ર ત્રણ દિવસ પછી સોમવારે સાંજે 4 વાગ્યે રાજધાનીમાં 24 કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 182 નોંધાયો હતો. પરંતુ આ સરેરાશની સામે, આનંદ વિહાર રાજધાની દિલ્હીમાં 405 AQI (ગંભીર શ્રેણી) સાથે સૌથી પ્રદૂષિત સ્થળ પણ બની ગયું છે. જેનાથી ફરી એકવાર ચિંતા થઇ છે.

દિલ્હીનો AQI રવિવારે 119, શનિવારે 70 અને શુક્રવારે 47 હતો. સોમવારે તે ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું હતું. હવે હવાની ગુણવત્તા મંગળવારે મધ્યમથી નબળી શ્રેણીમાં અને બુધવારે નબળી શ્રેણીમાં રહેવાની ધારણા છે.

અમદાવાદમાં AQI 113 પર પહોંચ્યો હતો

- Advertisement -

વધતા પ્રદૂષણ માટે આ કારણ સામે આવ્યું છે

નિષ્ણાતોના મતે પૂર્વ અને પશ્ચિમી પવનોને કારણે કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવવા દેવામાં આવ્યું ન હતું. જેના કારણે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હવાનું સ્તર ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. હવે આગામી થોડા દિવસોમાં અન્ય વિસ્તારોમાં હવાની ગુણવત્તા બગડી શકે છે.

આ રીતે સમજા AQI

શૂન્ય અને 50 ની વચ્ચેનો AQI ‘સારું’, 51 અને 100 ‘સંતોષકારક’, 101 અને 200 ‘મધ્યમ’, 201 અને 300 ‘નબળું’, 301 અને 400 ‘ખૂબ જ ખરાબ’ અને 401 થી 500ને ‘ગંભીર’ ગણવામાં આવે છે. હવે સોમવારે દિલ્હીનો આનંદ વિહાર વિસ્તાર ગંભીર શ્રેણીમાં હતો. તેનાથી તમે દિલ્હીના વાયુ પ્રદૂષણનો અંદાજ મેળવી શકો છો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત | કુલ્લુમાં અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં...

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત | કુલ્લુમાં અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં...

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!