Friday, October 7, 2022
Home Sports તમામ ચર્ચાનો અંત, વર્લ્ડ કપમાં રાહુલ જ ઓપનિંગ કરશે: રોહિત

તમામ ચર્ચાનો અંત, વર્લ્ડ કપમાં રાહુલ જ ઓપનિંગ કરશે: રોહિત

  • પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે આપી જાણકારી
  • જરૂર પડીતો વિરાટ કોહલી પણ ઓપનિંગ કરી શકે છે: રોહિત
  • વિરાટ કોહલીનું ઓપનર તરીકે સારું પ્રદર્શન

ટી-20 વર્લ્ડ કપ શરૂ થવાને હજુ એક મહિનો બાકી છે અને ઓપનિંગને લઈને ખુબ ચર્ચા ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 20 સપ્ટેમ્બરથી શરૂ થનારી T20 શ્રેણી પહેલા કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રોહિત શર્માએ અહીં ઓપનિંગને લઈને ચાલી રહેલી ચર્ચાનો સંપૂર્ણ અંત લાવી દીધો અને કહ્યું કે ટી20 વર્લ્ડ કપમાં ભારત માટે માત્ર કેએલ રાહુલ જ ઓપનિંગ કરશે.

- Advertisement -

પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે આપી જાણકારી

પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ કહ્યું કે ઓપનર તરીકે વિરાટ કોહલી અમારી સામે એક વિકલ્પ છે, તે અમારા માટે ત્રીજો ઓપનર હશે. પરંતુ T20 વર્લ્ડ કપમાં ફક્ત કેએલ રાહુલ જ અમારા માટે ઓપનિંગ કરશે, ઘણી વખત તેના પ્રદર્શન પર ધ્યાન આપવામાં આવતું નથી. પરંતુ તે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે.તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ પહેલા સતત ચર્ચા હતી કે વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવી જોઈએ.

વિરાટ કોહલીનું ઓપનર તરીકે સારું પ્રદર્શન

વિરાટ કોહલીએ ઓપનર તરીકે પણ સારું પ્રદર્શન કર્યું છે, તાજેતરના એશિયા કપમાં જ્યારે તે અફઘાનિસ્તાન સામે ઓપનિંગ કરવા આવ્યો ત્યારે તેણે અણનમ 122 રન બનાવ્યા હતા. ઓપનર તરીકે વિરાટ કોહલીનો ત્રણ વર્ષનો સદીનો દુષ્કાળ પણ સમાપ્ત થયો અને તેણે પોતાની કારકિર્દીની 71મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી.

- Advertisement -

રોહિતના નિવેદનથી સ્પષ્ટ છે કે T20 વર્લ્ડ કપમાં તેની સાથે માત્ર કેએલ રાહુલ ઓપનિંગ કરશે, પરંતુ જો જરૂર પડી તો વિરાટ કોહલી પણ ઓપનિંગ કરી શકે છે.

 T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (WK), દિનેશ કાર્તિક (WK), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ

સ્ટેન્ડબાય ખેલાડી– મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર

Source link

- Advertisement -
RELATED ARTICLES

લિયોનેલ મેસ્સીની નિવૃત્તિ અંગેની મોટી જાહેરાત, કતારમાં છેલ્લો ફુટબોલ વર્લ્ડકપ રમશે

આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી મેસીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો 2022માં યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ મારી છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે : મેસ્સી આગામી 2026ના ફૂટબોલ વર્લ્ડ કપ...

પહેલી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 રને હરાવ્યું

સંજુ સેમસન-શ્રેયસ અય્યરની દમદાર ફિફ્ટી એળે ગઈ  ભારતના ટોપઓર્ડરનો ફ્લોપ શો ભારે પડ્યો રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં ભારતની હાર દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી...

IND Vs SA: 15 ઓવર બાદ ભારતનો સ્કોર 45/2

હેનરિક ક્લાસેનના 74, ડેવિડ મિલરના 75 રન શાર્દુલ ઠાકુરની બે, કુલદીપ-બિશ્નોઈની એક-એક વિકેટ વરસાદના કારણે મેચ 40-40 ઓવરની રાખવામાં આવીભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!