Wednesday, September 28, 2022
Home Gujarat વડોદરા કલેકટર કચેરીના કર્મચારીઓ ઉતર્યા માસ CL પર, જનતાને હાલાકી

વડોદરા કલેકટર કચેરીના કર્મચારીઓ ઉતર્યા માસ CL પર, જનતાને હાલાકી

  • પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓ આંદોલને ચઢ્યા
  • વડોદરા કર્મચારી મહામંડળના કર્મચારીઓ ઉતર્યા માસ CL પર
  • સરકારી કામે આવેલ લોકોએ વિલાયેલા મોઢે પાછા જવું પડ્યું

સમગ્ર ગુજરાતભરના વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઇને આંદોલને ચઢ્યા છે તેવા સમયે વડોદરા કર્મચારી મહામંડળના કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને માસ સીએલ પર ઉતરી જતાં અરજદાર નાગરિકોએ ધરમધકકા ખાવાનો વારો આવ્યો છે.

- Advertisement -

સમગ્ર ગુજરાત રાજ્ય ખાતે વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલનને ચઢ્યા છે. જેમાં વડોદરા શહેર જિલ્લાના કર્મચારી મહામંડળના નેજા હેઠળ સરકારી કર્મચારીઓ આજરોજ માસ સીએલ પર ઉતરી જતા અરજદાર નાગરિકોએ વિવિધ સરકારી કામકાજ માટે ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. વિવિધ પ્રકારની સરકારી કામગીરી ઠપ્પ થઈ જતાં આજરોજ જિલ્લા કલેકટરની વિવિધ કચેરીઓ કર્મચારીઓ અને અધિકારીઓ વગર સૂમસાન દેખાતી હતી. અને તમામ કચેરીઓમાં ટેબલ ખુરશી ખાલી નજરે પડી રહ્યા હતા.

આજરોજ જિલ્લા કલેકટરની જમીન સુધારણા શાખા ખાતે પોતાની સરકારી કામગીરી માટે આવેલા એક નાગરિકે વેદના વ્યક્ત કરવા જણાવ્યું હતું કે સરકારી ધારા ધોરણ મુજબ કોઈપણ અપીલના નિકાલ માટે 90 દિવસનો સમયગાળો સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યો છે. પરંતુ તેઓની અપીલની કામગીરીમાં 180 દિવસ જેટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાં પણ અરજીનો કોઈ નિકાલ નહીં થતાં માત્ર ધક્કા ખાવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેમાં આજરોજ સરકારી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતા વધુ એક ધક્કો ખાવાનું વારો આવ્યો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!