Tuesday, September 27, 2022
Home International એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં સુરક્ષા પાછળ 59 કરોડ રૂપિયાનો ખર્ચ થશે

એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં સુરક્ષા પાછળ 59 કરોડ રૂપિયાનો ખર્ચ થશે

  • એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે કરવામાં આવશે
  • બ્રિટિશ ઈતિહાસમાં સૌથી મોટી રકમનો ખર્ચ થશે
  • પોલીસ દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે કરવામાં આવશે. રાણીના અંતિમ સંસ્કારમાં વિશ્વભરના અનેક નેતાઓ હાજરી આપશે. આ દરમિયાન સુરક્ષા પર 7 મિલિયન યુએસ ડોલર (લગભગ 59 કરોડ રૂપિયા)થી વધુની રકમ ખર્ચવામાં આવશે. રાણી એલિઝાબેથનું 8 સપ્ટેમ્બરના રોજ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં 96 વર્ષની વયે અવસાન થયું હતું.

- Advertisement -

અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે

ક્વીન એલિઝાબેથના અંતિમ સંસ્કાર દરમિયાન એક દિવસના ઓપરેશનમાં બ્રિટિશ ઈતિહાસમાં સૌથી મોટી રકમનો ખર્ચ થશે. બ્રિટિશ Mi5 અને Mi6 ગુપ્તચર એજન્સીઓ, લંડનની મેટ્રોપોલિટન પોલીસ અને સિક્રેટ સર્વિસ સોમવારના અંતિમ સંસ્કાર સમયે વિદેશી નેતાઓની સુરક્ષા માટે સાથે મળીને કામ કરશે. યુનાઇટેડ કિંગડમની પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે.

લંડનના અનેક રસ્તા બંધ રહેશે

અગાઉ વર્ષ 2011માં પ્રિન્સ વિલિયમ અને કેટના લગ્નમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર દરમિયાન સમગ્ર લંડનને ભારે સુરક્ષા સાથે આવરી લેવામાં આવશે. શહેરના કેટલાક ભાગો પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યા છે અને એવી શક્યતા છે કે અંતિમ સંસ્કાર પહેલા વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે.

- Advertisement -

લાખો લોકો આવવાની અપેક્ષા

લગભગ 750,000 લોકો અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, જે વિલ અને કેટના લગ્ન કરતાં ઘણી વધારે છે. પ્રિન્સ હેરી અને મેઘન માર્કલને રાણી એલિઝાબેથ IIના અંતિમ સંસ્કાર દરમિયાન શાહી રક્ષણ પણ આપવામાં આવશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

PM મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા, કહું આજે હું બહુ દુખી છું

આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતીવડાપ્રધાન શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે ક્વોડ લીડર્સ સમિટ માટે જાપાન ગયા હતા વડા પ્રધાન નરેન્દ્ર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!