Tuesday, September 27, 2022
Home International એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં અનેક દેશના વડા હાજરી આપશે

એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં અનેક દેશના વડા હાજરી આપશે

  • રાણી એલિઝાબેથ દ્વિતીય 70 વર્ષ સુધી રાણી પદ પર રહ્યા
  • અંતિમ સંસ્કારમાં 75,000 જેટલા લોકો હાજર રહેશે
  • બિડેન શોક પુસ્તક પર હસ્તાક્ષર કરશે

બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ રાષ્ટ્રીય શોક ચાલી રહ્યે છે. બ્રિટન સહિત દુનિયાભરના લોકો તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. રાણી એલિઝાબેથ IIનું 96 વર્ષની વયે અવસાન થયું છે. તે લગભગ 70 વર્ષ સુધી બ્રિટનના રાણીના પદ પર રહ્યા હતા. બ્રિટનનો રાજવી પરિવાર અને ત્યાંના લોકો વેસ્ટમિંસ્ટર એબીમાં તેણીને અંતિમ વિદાય આપશે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વિશ્વના ઘણા નેતાઓ અને યુરોપિયન રાજવી પરિવારોના સભ્યો બ્રિટન આવી રહ્યા છે.

- Advertisement -

બિડેન શોક પુસ્તક પર હસ્તાક્ષર કરશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન 19 સપ્ટેમ્બરે રાણી એલિઝાબેથ II ના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા બ્રિટન પહોંચ્યા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ અને તેમના પત્ની શનિવારે રાણી એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ સ્થળ પર રાણી એલિઝાબેથ II માટે સત્તાવાર શોક પુસ્તક પર પણ હસ્તાક્ષર કરશે.

અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ સામેલ થશે

રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર માટે ઘણા દેશોના રાજકીય વડાઓથી માંડીને શાહી પરિવારના વિવિધ સભ્યો અને વિશ્વભરના મહાનુભાવો બ્રિટન જશે. જો કે હજુ સુધી મહેમાનોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. રાણીના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે અમેરિકા ઉપરાંત રશિયા, બેલારુસ, અફઘાનિસ્તાન, મ્યાનમાર, સીરિયા અને વેનેઝુએલાને આમંત્રણ આપવામાં આવ્યું છે.મીડિયામાં એવી પણ ચર્ચા હતી કે રાણીના અંતિમ સંસ્કારમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે. મીડિયા એહવાલ અનુસાર અંતિમ સંસ્કારમાં 75,000 લોકો હાજર રહેશે.

- Advertisement -

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ લંડન જશે

અમેરિકી રાષ્ટ્રપતિ ઉપરાંત, ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન, જાપાનના સમ્રાટ નરુહિતો પણ મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપવા લંડન જશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

PM મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા, કહું આજે હું બહુ દુખી છું

આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતીવડાપ્રધાન શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે ક્વોડ લીડર્સ સમિટ માટે જાપાન ગયા હતા વડા પ્રધાન નરેન્દ્ર...

NASAએ ઇતિહાસ રચી દીધો, એસ્ટરોઇડથી ટકરાયું DART સ્પેસક્રાફટ

ધરતી તરફ આવતા ખતરનાક એસ્ટરોઇડની દિશા બદલી શકાશે વૈજ્ઞાનિકોને આશા એસ્ટરોઇડની દિશા અને ગતિ બંને બદલાશે પૃથ્વીને એસ્ટરોઇડના ખતરાથી બચવાના અભ્યાસમાં સફળ નાસા (NASA)એ મંગળવારે વહેલી સવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!