Monday, September 26, 2022
Home National EDનો મુંબઈમાં દરોડો, 47 કરોડની કિંમતનું 431 કિલો સોનું-ચાંદી જપ્ત

EDનો મુંબઈમાં દરોડો, 47 કરોડની કિંમતનું 431 કિલો સોનું-ચાંદી જપ્ત

  • મુંબઈમાં રક્ષા બુલિયન અને ક્લાસિક માર્બલ્સના 4 પરિસરમાં સર્ચ ઓપરેશન
  • કંપનીના ગુપ્ત લોકરમાંથી 91.5 કિલો સોનું, 152 કિલો ચાંદી મળી આવ્યું હતું
  • રક્ષા બુલિયનના પરિસરની તપાસમાં 188 કોલો ચાંદી પણ જપ્ત કરવામાં આવ્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે પારેખ એલ્યુમિનેક્સ લિમિટેડ સાથે જોડાયેલા કેસમાં મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં મુંબઈમાં રક્ષા બુલિયન અને ક્લાસિક માર્બલ્સના ચાર પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDએ આ બુલિયન કંપનીના ગુપ્ત લોકરની તપાસ કરતા તેમાંથી 91.5 કિલો સોનું, 152 કિલો ચાંદી મળી આવ્યું હતું. ઉપરાંત રક્ષા બુલિયનના પરિસરની તપાસમાં 188 કોલો ચાંદી પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઓપરેશનમાં ED દ્વારા કુલ 431 કિલો સોનું-ચાંદી જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત 47 કરોડ રૂપિયાથી વધુ જણાવવામાં આવી રહી છે.

- Advertisement -

કરોડોનું સોનું-ચાંદી છતાં કોઈ CCTV નહીં

ફેડરલ એજન્સીએ આ સંદર્ભમાં એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, ખાનગી લોકરની તપાસમાં જાણવા મળ્યું કે લોકરનો ઉપયોગ યોગ્ય નીતિ-નિયમોનું પાલન કર્યા વિના કરવામાં આવી રહ્યો છે. કોઈ કેવાયસીનું પાલન કરાયું ન હતું અને પરિસરમાં કોઈ સીસીટીવી કેમેરા પણ નહોતા અને પરિસરમાં આવતા-જતા મુલાકાતીઓનું કોઈ રજિસ્ટર નહોતું.

2018ના કેસમાં EDએ દરોડો પાડ્યો

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2018માં પારેખ એલ્યુમિનીક્સ લિમિટેડ કંપની વિરુદ્ધ 2296 કરોડ રૂપિયાની લોન ફ્રોડ અને મની લોન્ડરિંગનો મામલો સામે આવ્યો હતો. આ જ કેસની તપાસમાં રક્ષા બુલિયન્સ અને ક્લાસિક માર્બલ્સમાં મની રાઉટિંગની લિંક્સ સામે આવ્યા બાદ EDએ આ કાર્યવાહી કરી હતી.

- Advertisement -

પરિસરમાં 761 લોકર, 2 લોકરમાંથી સોનું-ચાંદી મળી આવ્યું

આ પરિસરમાં કુલ 761 લોકર હતા, જેમાંથી ત્રણ રક્ષા બુલિયનના હતા. EDએ કહ્યું કે, લોકર્સ ખોલવા પર બે લોકરમાં 91.5 કિલો સોનું અને 152 કિલો ચાંદી મળી આવી હતી, જેને જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત રક્ષા બુલિયનના પરિસરમાંથી 188 કિલો ચાંદી પણ જપ્ત કરવામાં આવી છે. એજન્સીના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા સોના અને ચાંદીની કુલ કિંમત 47.76 કરોડ રૂપિયા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!