Tuesday, September 27, 2022
Home National EDએ બંગાળના પૂર્વ મંત્રી પાર્થની 48 કરોડની સંપત્તિ જપ્ત કરી

EDએ બંગાળના પૂર્વ મંત્રી પાર્થની 48 કરોડની સંપત્તિ જપ્ત કરી

  • જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં 40 અચલ સંપત્તિઓનો સમાવેશ થાય છે
  • 35 બેન્ક ખાતાઓમાં 7.89 કરોડ રોકડા પડયા છે
  • જપ્ત સંપત્તિઓમાં ફ્લેટ, ફાર્મહાઉસ, કોલકાતા શહેરમાં જમીન અને બેન્ક ખાતાઓમાં પડેલી રોકડનો સમાવેશ

ઈડીએ પશ્ચિમ બંગાળના કહેવાતા શિક્ષક ભરતી કૌભાંડમાં ભૂતપૂર્વ મંત્રી પાર્થ ચેટરજી અને તેની સહયોગી અર્પિતા મુખરજીની કુલ 48 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, તેમ ઇડીએ સોમવારે જણાવ્યું હતું. ઈડીના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં 40 અચલ સંપત્તિઓનો સમાવેશ થાય છે જેની કિંમત 40.33 કરોડની છે. આ ઉપરાંત 35 બેન્ક ખાતાઓમાં 7.89 કરોડ રોકડા પડયા છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં ફ્લેટ, ફાર્મહાઉસ, કોલકાતા શહેરમાં જમીન અને બેન્ક ખાતાઓમાં પડેલી રોકડનો સમાવેશ થાય છે. ઈડીએ જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલી સંપત્તિ પર પાર્થ ચેટરજી અને અર્પિતા મુખરજીની લાભકારી માલિકી હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે શિક્ષક ભરતી ગોટાળાના સંદર્ભમાં વિવિધ સંકુલોની તલાશી બાદ પાર્થ ચેટરજી અને તેની ગાઢ સાથી અર્પિતા મુખરજીની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

ઈડીના દરોડામાં કરોડો રૂપિયા રોકડા મળ્યા હતા

ઈડીએ 22 જુલાઇ અને 27 જુલાઇના રોજ દરોડા દરમિયાન બે સંકુલોમાંથી કુલ 49.80 કરોડની રોકડ અને 5.08 કરોડથી વધુ મૂલ્યના સોનાના આભૂષણ જપ્ત કર્યા હતાં. આમ તાજેતરની જપ્તી સાથે આ કેસમાં કુલ જપ્તી 103.10 કરોડ રૂપિયાની થઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈડીએ મની લોન્ડરિંગ કાયદા હેઠળ ચેટરજીની ધરપકડ કરી હતી. 14 સપ્ટેમ્બરે કોલકાતાની એક અદાલતે તેને 28 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમા મોકલાયા હતાં.

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!