Sunday, September 25, 2022
Home Gujarat ગોલ્ડ જ્વેલરી પર ઇ-વે બિલની લિંક જીએસટી પોર્ટલ પર મુકાઈ

ગોલ્ડ જ્વેલરી પર ઇ-વે બિલની લિંક જીએસટી પોર્ટલ પર મુકાઈ

  • ઇ-વે બિલ લાગૂ પાડવાનો ફેસલો રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો
  • જ્વેલર્સો દ્વારા લાંબા સમયથી ઇ-વે બિલનો કરાઇ રહ્યો છે વિરોધ
  • જવેલરી પર ઇ-વે બિલનો કાયદો અશક્ય: જ્વેલર્સ એસોસિએશન

ગોલ્ડ જ્વેલરી એક સ્થળેથી બીજી જગ્યાએ લઇ જવા માટે પ્રસ્તાવિત ઇ-વે બિલનો ગુજરાત સહિત કેટલાક રાજ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તે દરમિયાન જીએસટી પોર્ટલ પર ગોલ્ડ જ્વેલરી માટે ઇ-વે બિલ જનરેટ કરવાની લિંક મુકવામાં આવતા જ્વેલર્સોમાં ચિંતા પ્રસરી ગઇ છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે અંતિમ નિર્ણય ફેસલો રાજય સરકારો પર છોડવામાં આવ્યો છે.

- Advertisement -

હાલ રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઇ પરિપત્ર જાહેર કરાયો નથી. નેશનલ ઇન્ફર્મેટિક સેન્ટર દ્વારા HSN ચેપ્ટર કોડ 71 હેઠળ આવતી જ્વેલરીઓ માટે આ લિંક મુકવામાં આવી છે. અન્ય વસ્તુઓ એક સ્થળેથી બીજી જગ્યાએ લઇ જવા માટે જે રીતે ઇ-વે બિલ જનરેટ કરવામા આવે છે તે રીતેજ ગોલ્ડ જવેલરી માટે ઇ-વે બિલ જનરેટ કરી શકાશે. ઇ-વે બિલની સમય સીમા દુરીના આધારે અલગ-અલગ રહેશે. ઇ-વે બિલમાં મલ્ટીવ્હીકલની છૂટ આપવામાં આવી નથી. ભલે જીએસટી પોર્ટેલ પર ઇ-વેબિલની જનરેટ કરવાની વ્યવસ્થા શરુ કરવામાં આવી છે પરંતુ ઇ-વે બિલનો કાયદો અમલમાં લાવવો કે નહીં તેની અંતિમ સત્તા રાજ્ય સરકારને આપવામાં આવી છે.

- Advertisement -

સુરતના જ્વેલર્સો દ્વારા બે લાખથી વધુની જવેલરી એક સ્થળથી બીજા સ્થળે લઇ જવા પર ઇ-બિલનો વિરોધ કર્યો હતો. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના નૈનેષ પચ્ચીગરે જણાવ્યું હતું કે જવેલરી પર ઇ-વે બિલનો કાયદો શક્ય નથી. જે અંગે ઇબ્જા દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરવામાં આવી હતી. જો ગોલ્ડ જવેલરી પર ઇ-વેબિલની તપાસના નામે છેતરપિંડીની શક્યતા છે, તેમજ અન્ય કેટલીક અસુવિધાઓ ઉભી થવાનો ભય છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ અંતિમ નિર્ણય રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યો છે.

જવેલર્સ કેમ વિરોધ કરે છે

  1. ઇ-વે બિલ બનાવવાનો નિયમ લાગુ થાય તો જીએસટી અધિકારીના નામે તેઓનો માલ લૂંટી લેવાની સંભાવના છે.
  2. જ્વેલરી બતાવવા માટે જાય તો પણ ઇ વેબિલ બનાવવુ પડે. પરંતુ તે વેચાણ થયા વિના પરત આવે તો તેના માટે કોઇ જોગવાઇ કરવામાં આવી નથી.
  3. એક વખત ઇ વેબિલ બનાવ્યા બાદ તે માટે જીએસટી ફરજીયાત ચુકવવો પડે તો જવેલર્સને માથે આર્થિક ભારણ આવી શકે .
  4. એક દુકાનેથી બીજી દુકાને પણ માલ મોકલવો હોય તો તેના માટે પણ ઇ વેબિલ બનાવવાની પરિસ્થિતી ઉદભવી શકે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!