Friday, October 7, 2022
Home National ઈરાન વિદેશ મંત્રીએ નવી દિલ્હીની મુલાકાત દરમિયાન પયગંબર સાહેબનાં અનાદરનો મુદ્દો ઉઠાવ્યો

ઈરાન વિદેશ મંત્રીએ નવી દિલ્હીની મુલાકાત દરમિયાન પયગંબર સાહેબનાં અનાદરનો મુદ્દો ઉઠાવ્યો

ઈરાન નાં વિદેશ પ્રધાન હુસૈન અમીર અબ્દુલ્લાહિયાનએ તેમની ભારત મુલાકાત દરમિયાન એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેહરાન અને ભારતે તમામ ધર્મો અને ઇસ્લામિક માન્યતાઓનું સન્માન કરવાની અને પરસ્પર સંવાદિતાને ખલેલ પહોંચાડે તેવા કાર્યોથી દૂર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતના શાસક પક્ષના બે નેતાઓએ ભૂતકાળમાં પયગંબર (સ.) વિશે અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેનો ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ થયો હતો. મુસ્લિમો અને મુસ્લિમ દેશોના જોરદાર વિરોધ પછી, બીજેપીએ તેના બંને નેતાઓને પ્રોફેટ ઇસ્લામનું અપમાન કરવા બદલ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા.

- Advertisement -

રવિવારે જ ઈરાનના વિદેશ મંત્રાલયે ભારતીય રાજદૂતને બોલાવીને પયગંબરે ઈસ્લામ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો હતો. ઈરાન ઉપરાંત ઘણા મુસ્લિમ અને આરબ દેશોએ પણ સત્તાવાર રીતે તેનો વિરોધ કર્યો હતો. વધતા વિરોધના દબાણ હેઠળ ભાજપે તેના એક પ્રવક્તાને સસ્પેન્ડ કર્યા અને બીજાને હાંકી કાઢ્યા. ગયા વર્ષે ઈરાનના વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ અમીર અબ્દુલહિયાનની આ પ્રથમ ભારત મુલાકાત છે. પોતાના ટ્વીટમાં તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત પર ખુશી વ્યક્ત કરી છે.

ઈરાનના વિદેશ મંત્રીની તેમના ભારતીય સમકક્ષ સાથેની બેઠક દરમિયાન નાગરિક અને વાણિજ્યિક બાબતોમાં પરસ્પર સહયોગ અંગેના કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઈરાનના વિદેશ મંત્રીએ અજિત ડોભાલ સાથેની તેમની બેઠકમાં શાસક પક્ષના સભ્યો દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પર ભારતીય NSAએ સ્પષ્ટતા કરી હતી અને તેમને આ સભ્યો સામેની કાર્યવાહીથી માહિતગાર કર્યા હતા. ભારતીય અધિકારીઓ સાથે ઈરાનના વિદેશ મંત્રીની બેઠકમાં ચાબહાર પોર્ટ, ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર તેમજ વેપાર અને રોકાણ જેવા મુદ્દાઓ પર વિચાર વિનિમય કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES

ચમચાગીરીની હદ હોય… રાષ્ટ્રપતિ વિશે કોંગ્રેસ નેતા ઉદિત રાજની જીભ લપસી

કોંગ્રેસી નેતા હવે ખુલાસા કરવા મજબૂરઉદિત રાજના નિવેદન બદલ NCWએ નોટિસ ફટકારી ભાજપે નિવેદનને સીધું કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા સાથે જોડયું કોંગ્રેસના વિવાદપ્રિય નેતા ઉદિત...

ઉત્તરાખંડ હિમસ્ખલન કરુણાંતિકાનો મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો

હજુ સુધીમાં આ હિમસ્ખલનમાં કુલ 16 લોકોના મોત થયા છેનેહરુ ઇન્સ્ટીટયૂટ ઓફ માઉન્ટેનિરિંગના અનુસાર વધુ 12 મૃતદેહ મળી આવ્યા તાલીમાર્થીઓ પર્વતારોહણ અભિયાનને અંજામ આપ્યા બાદ...

સપ્ટેમ્બરમાં દેશમાં સર્વિસ સેક્ટરનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટી પર પહોંચ્યો

ભારતનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 54.3ના સ્તર પર રહ્યોસતત 14મા મહિને સર્વિસ PMI 50ના સ્તરની ઉપર જળવાયો છે જે વિસ્તરણ દર્શાવે છે . સપ્ટેમ્બરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!