Monday, September 26, 2022
Home National ચીનની ચાલબાજીથી ભારત સજાગ, LAC પરથી હમણાં પૂરેપૂરી સેના નહીં હટાવાય

ચીનની ચાલબાજીથી ભારત સજાગ, LAC પરથી હમણાં પૂરેપૂરી સેના નહીં હટાવાય

  • પૂર્વ લદાખમાં એપ્રિલ 2020 પહેલાંની સ્થિતિ પૂર્વવત્ સ્થપાય નહીં ત્યાં સુધી સેના રખાશે
  • ગોગરા અને હોટસ્પ્રિંગ ખાતેથી સેનાને ફક્ત થોડા કિલોમીટર સુધી જ પાછી ખેંચવામાં આવશે
  • એપ્રિલ 2020 પહેલાં પૂર્વ લદાખમાં ફક્ત 8000થી 10,000 જેટલા સૈનિકો તહેનાત કરવામાં આવતા

ચીન હાલ તુરત ભલે પૂર્વ લદાખમાં ગોગરા અને હોટસ્પ્રિંગ ખાતે PP-15માંથી તેની સેનાને પાછી હટાવવા રાજી થયું હોય પણ ભારત ચીનની ચાલબાજીથી સાવધાન છે તે હમણા LAC પરથી પૂરેપૂરી સેના પાછી હટાવશે નહીં. સૂત્રોનાં જણાવ્યા મુજબ ગોગરા અને હોટસ્પ્રિંગ ખાતેથી સેનાને ફક્ત થોડા કિલોમીટર સુધી જ પાછી ખેંચવામાં આવશે. જ્યાં સુધી પૂર્વ લદાખમાં એપ્રિલ 2020 પહેલાની સ્થિતિ પૂર્વવત નહીં સ્થપાય ત્યાં સુધી ત્યાં સેનાને સાબદી રાખવામાં આવશે.

- Advertisement -

ચીન કેવો અમલ કરે છે તેના પર આધાર

સેના વાપસીનો આધાર ચીન કેવો અમલ કરે છે તેનાં પર છે. એપ્રિલ 2020 પહેલાં પૂર્વ લદાખમાં ફક્ત 8000થી 10,000 જેટલા સૈનિકો તહેનાત કરવામાં આવતા હતા. બે વર્ષ પહેલાં ગાલવાનમાં ચીનનાં સૈનિકો સાથે ઝપાઝપી પછી ત્યાં ભારતે 50,000થી વધુ સૈનિકો ખડક્યા છે.

પર્વતીય વિસ્તાર હોવાથી સેના વાપસીમાં વિલંબ

પૂર્વ લદાખમાં ચીને જ્યાંથી તેની સેના પાછી ખેંચી છે તે મેદાની વિસ્તાર છે જ્યારે સરહદની પેલે પાર ભારતનાં સૈનિકો પર્વતીય વિસ્તારો પર ગોઠવાયેલા છે. આથી ચીન બે કે ત્રણ દિવસમાં તેની સેના પાછી ખેંચી શકે છે પણ ભારતને 5-7 દિવસ લાગે છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!