Friday, October 7, 2022
Home National દ્રૌપદી મુર્મુ જશે ઇંગ્લેન્ડ | મજૂરોના મોત પર પીએમએ વ્યક્ત કર્યું દુઃખ

દ્રૌપદી મુર્મુ જશે ઇંગ્લેન્ડ | મજૂરોના મોત પર પીએમએ વ્યક્ત કર્યું દુઃખ

બ્રિટનના મહારાણી એલિઝાબેથના સંસ્કારમાં દેશવિદેશના નેતાઓ અને પ્રમુખો હાજરી આપવાના છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ રાણી એલિઝાબેથ IIના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે યુનાઇટેડ કિંગડમ જશે. તો બીજી બાજુ, અમદાવાદમાં સર્જાયેલ કરુણાંતિકામાં 7 મજૂરોના મોત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કરતા પોતાની સંવેદના વ્યકત કરી હતી. તો, દેશના ગૃહપ્રધાન અમિત શાહ આજે સુરતના મહેમાન બન્યા છે. ગૃહપ્રધાન અમીત શાહે આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત વિશ્વ હિન્દી દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી.ની સાથે સાથે વાંચો દેશ દુનિયાના 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિક પર….

- Advertisement -

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાણી એલિઝાબેથ 2ના અંતિમ સંસ્કારમાં આપશે હાજરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાણી એલિઝાબેથ IIના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે યુનાઇટેડ કિંગડમ જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારત સરકાર વતી શોક વ્યક્ત કરવા 17-19 સપ્ટેમ્બર 2022ના રોજ લંડનની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી હતી. રાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરના રોજ વેસ્ટમિંસ્ટર એબી ખાતે કરવામાં આવશે.

- Advertisement -

ટેક ઓફ પહેલાં Air India Expressમાંથી ધુમાડો નીકળ્યો, ઉડાન રદ્દ

મસ્કતથી કોચીન જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાંથી ધુમાડો જોવા મળ્યા બાદ રદ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX 442 મસ્કતથી કોચીન જવાની હતી. ત્યારબાદ ફ્લાઈટમાં ધુમાડો દેખાવા લાગ્યો અને ટેક ઓફ કેન્સલ કરવામાં આવ્યું હતું.

UNના રિપોર્ટમાં ખુલાસો, દુનિયાભરમાં 50 મિલિયન લોકો આધુનિક ગુલામીમાં જીવવા મજબૂર

સંયુક્ત રાષ્ટ્રના નવા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2021માં દુનિયાભરમાં લગભગ 50 કરોડ લોકો આધુનિક ગુલામીમાં જીવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના રોગચાળાને કારણે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત અને ઇજિપ્ત જેવા દેશોમાં પણ બળજબરીથી લગ્નના કેસમાં વધારો થયો છે.

ઑસ્ટ્રેલિયામાં કાંગારુએ 86 વર્ષ પછી માણસને માર્યો

ઑસ્ટ્રેલિયામાં 1936 પછી પહેલીવાર કોઈ કાંગારૂએ કોઈ માણસને મારી નાખ્યો છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના એક રાજ્યમાં, એક કાંગારૂએ એક માનવ પર એટલો ભયંકર હુમલો કર્યો કે, તે ખૂબ જ ઘાયલ થયો. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. આ પહેલા 1936માં 38 વર્ષીય વિલિયમ ક્રિકશેંક કાંગારૂના હુમલામાં માર્યા ગયા હતા.

ચીન સામે ઝુક્યું મલેશિયા! રડી પડી બ્યુટી ક્વિન, ધ્વજ લહેરાવતા રોકી…

તાઈવાને મલેશિયા પર ચીન સામે ઝૂકવાનો આરોપ લગાવ્યો છે. તાઈપેઈએ બુધવારે જણાવ્યું હતું કે ચીને મલેશિયાના વેપાર કાર્યક્રમના આયોજકો પર દબાણ કર્યું જેનાથી તેમની બ્યુટી ક્વિનને સ્ટેજ પર દ્વીપનો ધ્વજ લહેરાવતા રોકવામાં આવી. તાઇવાનના અધિકારીઓ અનુસાર, 2022 વર્લ્ડ કોંગ્રેસ ઓન ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી (WCIT)ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં લીફ્ટ પડવાથી શ્રમિકોના મોતને લઈને વડાપ્રધાને દુઃખ વ્યકત કર્યું

અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટી નજીક એસ્પાયર – 2 નામની બિલ્ડીંગમાં કન્સ્ટ્રક્શન દરમિયાન 7માં માળેથી એક લીફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા હતા. આ ઉપરાંત એક શ્રમિક ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સંવેદના વ્યકત કરી હતી. PMO દ્વારા આ અંગે ટ્વીટ કરવામાં આવ્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે: ક્રિભકોના નવા બાયો-ઈથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું

દેશના ગૃહપ્રધાન અમિત શાહ આજે સુરતના મહેમાન બન્યા છે. ગૃહપ્રધાન અમીત શાહે આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત વિશ્વ હિન્દી દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજધાની દિલ્હીની બહાર સોપ્રથમવાર હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગૃહમંત્રી સુરત ખાતેના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અંજાર પોલીસના ત્રણ સ્થળોએ ધમધમતા જુગારધામ પર દરોડા

અંજારમાં જનરલ હોસ્પિટલ પાછળ, રેલવે ફાટક પાસે આવેલ સરકારી ગોડાઉન બહાર તેમજ પ્રજાપતિ છાત્રાલય પુલીયાની બાજુમાં વગેરે સ્થળોએ ચાલતા જુગારધામો પર પોલીસે તવાઈ વર્તાવીને 20 શખ્સોની ધરપકડ કરી લીધી હતી, પરંતુ એક ઈસમ પલાયન થઈ ગયો હતો. પકડાયેલ આરોપી પાસેથી રોકડ, મોબાઈલ, બાઈક વગેરે મળી કુલ્લે રૂપિયા 8.60 લાખનો મુદામાલ કબજે કરી લેવામા આવ્યો હતો.

ખંભરા સીમમાં વાડીમાંથી 31.69 લાખના દારૂ એક સાથે શખ્સ ઝડપાયો

અંજાર તાલુકાના ખંભરા ગામની સીમમાં આવેલ વાડીમાં વિક્રમી માત્રામાં દારૂનો જથ્થો ઉતારીને તેનુ કટીંગ કરવામા આવતુ હોવાની બાતમીના આધારે આજે રાત્રિના અરસામાં LCBની ટીમે છાપો માર્યો હતો. ત્યારબાદ વાડીમાંથી 31.69 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી લીધી હતી.

હાઈકોર્ટે કડક વલણ દાખવતા શિવા સોલંકીએ જામીન અરજી પરત ખેંચી

આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં સજા કાપી રહેલા પ્રતાપ ઉર્ફે શિવા સોલંકીની જામીન અરજી ફગાવવાનુ વલણ દાખવતા શિવા સોલંકીએ જામીન અરજી પરત ખેંચી છે. હાઈકોર્ટની ખડપીઠે અરજદારને રાહત આપી છે કે, આ કેસમાં ખાસ સીબીઆઈ કોર્ટના ચુકાદા સામે થયેલી અપીલ પર 31 ડિસેમ્બર-2022 સુધીમાં સુનાવણી પૂરી થાય નહીં તો અરજદાર નવેસરથી જામીન અરજી કરી શકે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચમચાગીરીની હદ હોય… રાષ્ટ્રપતિ વિશે કોંગ્રેસ નેતા ઉદિત રાજની જીભ લપસી

કોંગ્રેસી નેતા હવે ખુલાસા કરવા મજબૂરઉદિત રાજના નિવેદન બદલ NCWએ નોટિસ ફટકારી ભાજપે નિવેદનને સીધું કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા સાથે જોડયું કોંગ્રેસના વિવાદપ્રિય નેતા ઉદિત...

ઉત્તરાખંડ હિમસ્ખલન કરુણાંતિકાનો મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો

હજુ સુધીમાં આ હિમસ્ખલનમાં કુલ 16 લોકોના મોત થયા છેનેહરુ ઇન્સ્ટીટયૂટ ઓફ માઉન્ટેનિરિંગના અનુસાર વધુ 12 મૃતદેહ મળી આવ્યા તાલીમાર્થીઓ પર્વતારોહણ અભિયાનને અંજામ આપ્યા બાદ...

સપ્ટેમ્બરમાં દેશમાં સર્વિસ સેક્ટરનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટી પર પહોંચ્યો

ભારતનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 54.3ના સ્તર પર રહ્યોસતત 14મા મહિને સર્વિસ PMI 50ના સ્તરની ઉપર જળવાયો છે જે વિસ્તરણ દર્શાવે છે . સપ્ટેમ્બરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!