Wednesday, September 28, 2022
Home Gujarat Banaskantha ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામે દબાણ હટાવવાનું નાટક...!!!

ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામે દબાણ હટાવવાનું નાટક…!!!

ધાનેરા તાલુકાનાં અનાપુર છોટા ગામે દબાણ હટાવવાનું નાટક ભજવવામાં આવ્યું. માત્ર દેખાવ પૂરતું દબાણ દૂર કરવામાં આવ્યું

ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે દબાણો બાબતે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી.અને નામદાર હાઇકોર્ટના આદેશથી આ તમામ દબાણો તોડવા માટે જીલ્લા પંચાયત દ્વારા આદેશ કરવામાં આવતાં આ 127 જેટલા નાના મોટા કાચા-પાકા દબાણો ઉપર આજે બુલડોઝર ફેરવવામાં આવશે તેવો માહોલ તાલુકા પંચાયત દ્વારા પોલીસ કાફલા સાથે ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ આજે અનાપુર છોટા ગામે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફક્ત નામ પુરતા જ એ પણ વાડ અને સીમેન્ટ ની થાભલીઓ જ હટાવવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ઉગ્ર બોલાચાલી વચ્ચે અમુક દબાણદાર લોકોએ અધિકારીઓને સામેથી કહ્યું હતું કે અમારા તમામ દબાણો તોડી પાડવામાં આવે પણ અધિકારીઓ ફક્ત નામ પુરતા જ દબાણો તોડી સમય પસાર કરતા હોય તેવું જોવા મળ્યું હતુ.

આ દબાણો તોડવા બાબતે અગાઉ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ બંદોબસ્ત ન હોવાથી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો.જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ મંગળવારે કાર્યક્રમ રાખવા માટે જણાવતા ફરીથી તાલુકા પંચાયત તેમજ અન્ય કચેરીઓમાં આ દબાણ તોડવા માટે તમામ તૈયારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે અનાપુર છોટા ગામે દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામે દબાણ હટાવવાનું નાટક...!!!

આજની દબાણ તોડવાની કામગીરી બાબતે લોકોમાં થતી ચર્ચાઓ મુજબ તાલુકા પંચાયતના અમુક અધિકારીઓ એ દબાણકારો સાથે સેટીગ કર્યું હોવાનું જણાઈ આવે છે એટલે જ દબાણો તોડવાના બદલે ફક્ત દબાણો તોડવાનું નાટક ભજવવામાં આવ્યું હતું અને જેમાં 15 જેટલાં દબાણકારો એ હાઇકોર્ટ નો સ્ટે પણ લાવેલ છે ત્યારે આજે આખા દિવસમાં માત્ર દેખાવ પૂરતા દબાણ દૂર કરવામાં આવ્યા છે ત્યારે એમાં કેટલાક મોટા માથાનાં દબાણ હોવાથી અધિકારીઓ પણ પાછી પાની કરતા હોવાનો ગામ લોકો આક્ષેપ કરી રહ્યા હતા.

તાલુકા પંચાયતનાં કેટલાક કર્મચારી ઓ રૂપિયા લઈને ફૂટી ગયા…!!!

કેટલાક દબાણકારોએ એમ પણ જણાવેલ કે તાલુકા પંચાયતનાં કેટલાક કર્મચારી ઓ રૂપિયા લઈને ફૂટી ગયા છે તેવા આક્ષેપો પણ કર્યા હતા અને જે સર્વે નંબર હતો તેના વચ્ચેના ભાગથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આમ આજે ધાનેરા તાલુકાનાં અનાપુર છોટા ગામે દબાણનો કાર્યક્રમ માત્ર ને માત્ર દેખાવ પૂરતો કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

જયારે સમગ્ર પોલીસ તંત્ર આખો દિવસ ચુસ્ત બંદોબસ્ત સાથે ખડેપગે હાજર હોવા છતાં તાલુકા પંચાયતના અમુક અધિકારીઓના ઈશારે દબાણ હટાવવાની કામગીરી માત્ર દેખાવ પુરતી થતી જોવા મળી રહી હતી.જો નામદાર હાઇકોર્ટના દબાણ હટાવવાના આદેશ છતાં લાખો રૂપિયાનો ખોટો ધુમાડો કરવાનો મતલબ શું.આજે 127 દબાણો હટાવવાના બદલે માત્ર દશ ટકા કામગીરી કરવામાં આવતા લોકોમાં પણ અધિકારીઓ સામે નારાજગી જોવા મળી રહી હતી.

અહેવાલ : સુલતાનખાન પઠાણ, ધાનેરા
- Advertisement -
RELATED ARTICLES

ધાનેરા ગૌ સેવા પ્રચાર સમિતિ દ્વારા ગૌવંશની કરવામાં આવી રહેલી સેવા

ધાનેરા શહેરમાં રખડતી તેમજ થાવર ગામની નિરાધાર ફરતી ગૌ માતાઓ તેમજ નંદી આખલાઓને અનેક સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો લંપી વાયરસથી બચાવવા માટે અનેક રીતે મદદ...

ધાનેરા તાલુકાનાં લાધાપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છતાં તંત્ર નિષ્ક્રિય…!!!

ધાનેરા નગરપાલીકાના લાધાપુરા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના અને ગંદા પાણીના ખાબોચિયાંઓ જોવા મળી રહયા છે. એકબાજુ નગરપાલીકા દ્વારા શહેરની સાફ સફાઈ પાછળ માતબર રકમનો...

ધાનેરા Bank of Baroda શાખાની જોહુકમીથી ખેડૂતો અને ગ્રાહકો ત્રાહિમામ

ધાનેરાની બેંક ઓફ બરોડા શાખાના કર્મચારીઓની જોહુકમીથી ખેડૂતો અને બેંકના ગ્રાહકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. જી જી આર સી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિમિટેડમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!