Tuesday, September 27, 2022
Home Life-Style ઘરેલુ હિંસાનો કાયદો, મહિલા અને `સર્વિસ પ્રોવાઈડર'

ઘરેલુ હિંસાનો કાયદો, મહિલા અને `સર્વિસ પ્રોવાઈડર'


ઘરેલુ હિંસાના કાયદા’ નીચે જ્યારે એક પીડિત મહિલા તેની સાથે થયેલી હિંસા અંગે કોર્ટમાં કેસ કરે છે ત્યારે તે તેની અરજીમાં એક કે તેથી વધુ સહાયની માંગણી કરી શકે છે. તેની અરજી પર આદેશ આપતાં પહેલાં મેજિસ્ટ્રેટ તેને `સુરક્ષા અધિકારી’ કે `સેવા પૂરી પાડનાર’ તરફથી મળેલા પારિવારિક હિંસાના બનાવનો રિપોર્ટ ધ્યાનમાં લેશે. જ્યારે મેજિસ્ટ્રેટ સામાવાળાને સુનાવણીની તારીખની નોટિસ કાઢે છે ત્યારે કેસ આગળ વધે છે, પરંતુ કલમ-14 પ્રમાણે મેજિસ્ટ્રેટ કાર્યવાહીના કોઈ પણ તબક્કે પ્રતિવાદી અથવા પીડિત વ્યક્તિને એકલા અથવા તો સાથે કેન્દ્ર સરકારે જણાવ્યા પ્રમાણે સલાહ આપવા માટેની લાયકાત અને અનુભવ ધરાવતાં, સેવા પૂરી પાડનાર સંસ્થાના સભ્ય પાસે સલાહ લેવા નિર્દેશ આપી શકે છે.

- Advertisement -

 આ સલાહકાર બંને પક્ષોને એક વાર્તાલાપની તક આપે છે અને યોગ્ય સલાહ પણ આપે છે. આને લીધે ઘણી વખત દાંપત્યજીવનમાં જે હિંસાની ઘટનાઓ થતી હોય છે તે માનસિકતા સમજાય છે અને જે પરિસ્થિતિ ઊભી થઈ હોય એનું સમાધાન સલાહને લીધે અટકી જાય છે. આ રીતે આ કલમ જે એક કાયદાકીય રીતે સલાહકાર પીડિતા મહિલાને સલાહ આપી શકે છે અને સામાવાળાને પણ સમજાવી શકે છે તે ઘણી ઉપયોગી થઈ રહે છે.

આ કાયદા પ્રમાણે રાજ્ય સરકાર `સલાહકાર (કાઉન્સેલર)’ની નિમણૂક કરે છે અને આ સલાહકારોએ એક ચોક્કસ પ્રક્રિયા અનુસરવાની હોય છે. તેઓએ કોર્ટ અથવા સુરક્ષા અધિકારી અથવા બંનેની સામાન્ય દેખરેખ હેઠળ કામ કરવાનું રહેશે અને સલાહકારે દુ:ખી/ફરિયાદી મહિલા અથવા બંને પક્ષકારોને અનુકૂળ એક એવા સ્થળે બેઠક બોલાવવાની રહેશે.

સલાહકારે સલાહની કાર્યવાહી એવી રીતે કરવી જોઈએ કે સલાહ એવી ખાતરી મેળવવાના પ્રકારની હોવી જોઈએ કે ઘરેલુ હિંસાના બનાવોનું પુનરાવર્તન નહીં થાય. જો દુ:ખી/ફરિયાદી મહિલાની ઈચ્છા હોય તો સલાહકારે વિવાદમાં સમાધાનના પ્રયાસો કરવા જોઈએ.

સલાહકાર યોગ્ય પગલાં માટે તેનો અહેવાલ જેટલો પણ ઝડપી બને તેટલો મેજિસ્ટ્રેટને સુપરત કરવો જોઈએ. જો સલાહકાર વિવાદના ઉકેલ પર આવી જાય તો તેણે સમાધાનની શરતો નોંધી (રેકર્ડ) અને તેના પર પક્ષકારોની સંમતિ લેવી પડશે.

- Advertisement -

કોર્ટ સલાહકારના અહેવાલથી સંતુષ્ટ થઈ સમાધાનના નિયમો નોંધતો આદેશ આપી શકે છે. મેજિસ્ટ્રેટ આ કાયદા નીચે કોઈ પણ કાર્યવાહીમાં એવી વ્યક્તિ શક્ય હોય તો મહિલા પછી તે પીડિત મહિલાની સાથે સંકળાયેલ હોય કે ના હોય તેવી વ્યક્તિ જે કુટુંબકલ્યાણને પ્રોત્સાહન આપતી હોય તેવી વ્યક્તિને પોતાના કાર્યમાં સહાયતાના હેતુ માટે તેની સેવા લઈ શકે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

તમારા હાથને આ રીતે રાખો કોમળ

ઘણી યુવતીઓની ત્વચા જરૂર કરતાં વધારે પડતી જ સ્વેટી હોય છે, કારણ કે તેમના હાથના પંજા અને પગની પાની જરૂરિયાત કરતાં વધારે સ્વેટી મતલબ...

ગરબે ઘૂમ્યાં બાદ મેકઅપ રિમૂવ કરવાનું ન ભૂલતાં

ગરબે ઘૂમ્યાં બાદ ઘણી યુવતીઓ મેકઅપ રિમૂવ કરવાનું ભૂલી જાય છે અથવા થાકના લીધે મેકઅપ રિમૂવ કરવાનું ટાળે છે. રાત્રે સૂતા પહેલાં મેકઅપ રિમૂવ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!