Tuesday, September 27, 2022
Home Health - Food ગરબે ઝૂમતા પહેલાં આ સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ જરૂર કરજો

ગરબે ઝૂમતા પહેલાં આ સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ જરૂર કરજો

નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ગરબા રમવા માટે બધા થનગની રહ્યાં હશે, પરંતુ ઘણી વાર એવું થાય છે કે પહેલા દિવસે જ કે નવરાત્રિ દરમિયાન એવું થાય છે કે ગરબા રમ્યા પછી પગ, કમર, પીઠ, હાથ વગેરેમાં દુખાવો થાય છે. આવું થવા પાછળનું કારણ એકદમ જ વધારે પડતું સ્ટ્રેચિંગ છે. તમે નિયમિત રીતે એક્સરસાઈઝ ન કરતા હો અને અચાનક જ ગરબા રમો ત્યારે શરીરનાં વિવિધ અંગો પર અચાનક જ ખેંચાણ અનુભવાય છે. તેથી આ પ્રકારના કોઈ પણ દુખાવાથી બચવા માટે અને મનભરીને ગરબા માણવા માટે આજથી જ થોડી થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ શરૂ કરી દો.

- Advertisement -

નવરાત્રિ આવતાં પહેલાં ઘણું નક્કી કર્યું હોય કે ખૂબ ગરબે રમીશું, પણ એક ચક્કર મારીને શરીર સાથ ન આપે ત્યારે થોડી કસરત કરી હોત તો એવું જરૂર થાય

યોગ્ય રીતે સ્ટ્રેચિંગ કરવાથી તમારી ફ્લેક્સિબિલિટી વધશે અને એક્સરસાઈઝ, રોજિંદાં કામકાજ ઇજા કે ગરબા રમ્યા પછી કમર, હાથ કે પગમાં દુખાવો નહીં થાય. જોકે, તમે શરૂઆત જ કરી રહ્યા હો તો પહેલાં કેટલાક બેઝિક સ્ટ્રેચ સાથે શરૂઆત કરો. તમારા મસલ્સને વોર્મઅપ કર્યા પછી જેમ કે, એક્સરસાઈઝ કર્યા પછી અથવા તો થોડું વોક કર્યા પછી સ્ટ્રેચિંગ પર આગળ વધો. તમે ઇચ્છો તો ફ્લેક્સિબિલિટી વધારવા સ્ટ્રેચ દરરોજ અથવા અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ કરી શકો છો. રૂટિન લાઈફમાં પણ સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ સારી રહે છે. ધીરેધીરે એવી રીતે સ્ટ્રેચ કરો જે તમારા શરીરના ખાસ એરિયાને ટાર્ગેટ કરતું હોય.

વર્કિંગ સ્ત્રીઓ માટે આ ખાસ એક્સરસાઈઝ

આ એક્સરસાઈઝ દરેક માટે છે, પરંતુ વર્કિંગ વુમન માટે ખાસ છે. વર્કિંગ સ્ત્રીઓને ક્યારેક સમય ન મળે તેવું પણ બને, તેથી ચેર પર બેસીને કરાતી એક્સરસાઈઝ તેમના માટે ખાસ ઉપયોગી છે. આનાથી અપર બોડી, પીઠ અન પગને સ્ટ્રેચ કરવામાં મદદ મળે છે. આના માટે એક ચેર પર સીધા બેસી જાઓ. તમારા બોડીને ત્યાં સુધી સામેની તરફ ઝુકાવો જ્યાં સુધી તમારી ચેસ્ટ તમારા પગની નજીક ન આવી જાય અને આર્મ્સને નીચે ફર્શની તરફ લઈ જાઓ. હવે હાથ વડે તમારા પગના અંગૂઠાને સ્પર્શો. આ સ્થિતિમાં પાંચથી ત્રીસ સેકન્ડ સુધી રહો, પછી તમારા હાથને પગ પર રાખીને પાછા પહેલાંની સ્થિતિમાં આવી જાઓ.

- Advertisement -

ફ્લેક્સિબિલિટી વધારતું બેઝિક સ્ટ્રેચિંગ

પીઠને સ્ટ્રેચ કરવા માટે ઊભા રહીને થોડા પાછળની તરફ ઝૂકો. તમારા હાથને તમારી લોઅર બૅક પર રાખો. પછી કમરથી થોડા પાછળની તરફ ઝૂકો. આ સ્ટ્રેચ કરતી વખતે ઘૂંટણ સીધા હોવા ખૂબ જ જરૂરી છે. થોડી સેકન્ડ પછી પાછી શરૂઆતની સ્થિતિમાં પાછા ફરો. આ સ્ટ્રેચ બેથી લઈને દસ વખત પોતાની ક્ષમતા અનુસાર કરવા. પીઠના દુખાવામાં આ સ્ટ્રેચ ખૂબ જ કારગર સાબિત થાય છે.

સ્ટેન્ડિંગ સાઈટ સ્ટ્રેચ

આખા શરીર ઉપર એક સાથે કામ કરવા માટે સ્ટેન્ડિંગ સાઈડ સ્ટ્રેચ ખૂબ જ ફાયદાકારક છે. તે કરવા માટે પગના પંજાઓને ફર્શ પર એક સાથે રાખો. હાથને એક સાથે લાવો અને એકદમ સીધા માથા ઉપર સુધી લઈ જાઓ. આમ કરતી વખતે શ્વાસ અંદર લેતા રહો. તમારા શરીરને કમરથી જમણી તરફ ઝુકાવો પછી પાંચ વાર શ્વાસ લો અને બહાર કાઢો, આ દરમિયાન પોઝિશન જાળવી રાખો. પછી સામાન્ય સ્થિતિમાં પાછા ફરો. ત્યારબાદ ડાબી તરફ આ સ્ટેપ્સને અનુસરો.

બટરફ્લાય સ્ટ્રેચ

આ સ્ટ્રેચિંગ એક્સરસાઈઝને નિયમિત રીતે કરવાથી તમારી ઇનર થાઈના મસલ્સમાંથી ફેટ દૂર થાય છે અને જાંઘ મજબૂત બને છે. તેનાથી બોડી પોશ્ચર યોગ્ય રહે છે.

આ રીતે કરો

• મેટ પર પગ સીધા કરીને બેસી જાઓ. પછી બંને પગને ઘૂંટણથી અંદરની તરફ વાળો. ત્યારબાદ પગના બંને તળિયાને એકબીજા સાથે ગોઠવી દો. હવે બટરફ્લાય તેની પાંખોને હલાવે છે તે રીતે બંને જાંઘને હલાવો. આનાથી તમારી જાંઘની માંસપેશીઓમાં કસાવ આવશે. ફરીથી સામાન્ય સ્થિતિમાં આવો અને આ પ્રક્રિયા ક્ષમતા અનુસાર દોહરાવો.

હિપ ફ્લેક્સર એન્ડ ક્વાડ્રિસેપ સ્ટ્રેચ

આ સ્ટ્રેચિંગ એક્સરસાઈઝનો નિયમિત અભ્યાસ કરવાથી હિપ્સ અને જાંઘ ફ્લેક્સિબલ બને છે અને તમને કિક ખોલવામાં મદદ મળે છે. આનાથી તમારા પગની માંસપેશીઓ મજબૂત બને છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે. બટરફ્લાય સ્ટ્રેચ એક્સરસાઈઝ કર્યા પછી આ કરવી જોઈએ.

આ રીતે કરો

• મેટ ઘૂંટણના બળે ઊભા રહો.

• પછી તમારા જમણા પગને ખોલીને આગળ રાખો જેનાથી પગનું તળિયું જમીન પર રહેશે.

• હવે બીજા પગના ઘૂંટણને થોડો પાછળ કરો અને જમીન પર જ રહેવા દો.

• તે જ પગના તળિયાને જેટલો શક્ય હોય તેટલો ઉપરની તરફ ઉઠાવીને હિપ્સને ટચ કરો.

• ત્યારબાદ જમણા હાથને ઉઠાવીને પાછળ લઈ જાઓ. જમણા હાથથી ડાબા પગના અંગૂઠાને પકડવાનો પ્રયત્ન કરો. આ સ્થિતિમાં થોડો સમય રહીને સામાન્ય સ્થિતિમાં આવી જાઓ.

કાઉ ફેસ સ્ટ્રેચ

આ એક્સરસાઈઝ રોજ કરવાથી શોલ્ડર અને ચેસ્ટમાં સ્ટ્રેચ (ખેંચાણ) થાય છે અને અપર બોડી ફ્લેક્સિબલ બને છે. સાથે શોલ્ડરની આસપાસ એકઠી થયેલી ચરબી ઓછી થાય છે અને ખભા સીધા રહે છે.

આ રીતે કરો

• જમીન પર મેટ પાથરીને મેટ પર પગની વચ્ચે થોડી જગ્યા કરીને સીધા ઊભા રહી જાઓ.

• હવે તમારો જમણો હાથ સીધો ઉપર લઈ જાઓ અને કોણી વાળીને પીઠને સ્પર્શો.

• પછી ડાબા હાથથી જમણા હાથની કોણીને પકડો અને ખેંચો.

• ઉપર પ્રમાણેની સ્થિતિમાં ક્ષમતા પ્રમાણે રહો અને પછી સામાન્ય સ્થિતિમાં આવી જાઓ. પછી બીજા હાથથી આ પ્રક્રિયાને ફરી અનુસરો. આ પ્રમાણે બેથી દસ વાર કરો.

કોબ્રા સ્ટ્રેચ

કોબ્રા સ્ટ્રેચ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને નિયમિત કરવાથી બાવડાં મજબૂત અને આખું બોડી ફ્લેક્સિબલ બને છે. આનાથી લોઅર બૅકમાં થતો દુખાવો દૂર થાય છે.

આ રીતે કરો

• કોબ્રા સ્ટ્રેચ કરવા માટે મેટ પર પેટના બળે સૂઈ જાઓ અને આખા શરીરને સીધું રાખો.

• પછી બંને હાથને ખભા પાસે લાવો.

• આટલું કર્યા બાદ હાથના બળે કમરને ઉપરની તરફ ઉઠાવો.

• આ કરતી વખતે તમારી છાતી સામે હશે અને ચહેરો પણ સીધો હશે તથા પગ જમીનમાં એક સાથે એક સીધમાં હશે.

• થોડો સમય આ સ્થિતિમાં રહીને પાછા સામાન્ય સ્થિતિમાં આવી જાઓ.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રોજ ચોખા ખાઓ છો તો જાણો તેના ફાયદા અને નુકસાન પણ

ચોખામાં ચરબીનું તત્ત્વ ઘણું ઓછું હોવાથી તે પચવામાં ખૂબ જ હલકા છે. તેથી બાળકો અને માંદા માણસોને બફાયેલો ભાત અને મગની દાળ નિર્ભય પથ્ય...

ગર્ભાવસ્થામાં આ પાંચ વાત સ્ત્રીએ અવશ્ય યાદ રાખવી

પ્રેગ્નન્સીના 9 મહિના દરેક સ્ત્રીના જીવનનો એક સુવર્ણ સમય હોય છે. માતૃત્વની લાગણી અને આનંદ સ્ત્રીના ચહેરા ઉપર કંઈક અનોખું તેજ લાવે છે, તો...

પગમાં આવી ગયા છે સોજા તો ઘરમાં પડેલી આ વસ્તુનો કરો ઉપયોગ

પગમાં આવતા સોજાથી મળશે રાહતહળદર છે ખૂબજ ઉપયોગીસરસવના તેલથી કરો મસાજપગમાં સોજો આવવો એ એક સામાન્ય સમસ્યા છે, તે ઘણા કારણોસર હોઈ શકે છે,...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!