Wednesday, September 28, 2022
Home Life-Style ચહેરા પરની ફોલ્લીઓ માટે નવરાત્રિ પહેલા કરો આ ઘરેલૂ ઉપાયો

ચહેરા પરની ફોલ્લીઓ માટે નવરાત્રિ પહેલા કરો આ ઘરેલૂ ઉપાયો

  • પ્રદૂષણ અને માટીના કારણે થાય છે ફોલ્લીઓ
  • નારિયેળ તેલ, ટી ટ્રીઓઈલ, તુલસી કરશે મદદ
  • અલોવેરા અને હળદરનો પ્રયોગ પણ આપશે રાહત

પ્રદૂષણ અને ધૂળ માટીના કારણે ચહેરા પર ફોલ્લીઓ થવી સામાન્ય છે. ચહેરા કે શરીરના કોઈ પણ ભાગ પર ફોલ્લીઓની સમસ્યા છે તો તે વધે ત્યારે દર્દ, બળતરા કે ખંજવાળના રૂપમાં પરિવર્તિત થાય છે. સ્કીન પર ફોલ્લા કે ફોલ્લીઓ થવા પર સ્કીન પર ગાંઠની જેમ દેખાય છે. ફોલ્લીઓની સારવાર કરવા માટે તમે અનેક પ્રકારના ઘરેલૂ ઉપાયો અપનાવી શકીએ છીએ. તો જાણો તેના ઉપાયોને વિશે.

- Advertisement -

ફોલ્લીઓ થાય તો શું લગાવવું જોઈએ

નારિયેળનું તેલ અને ટી ટ્રી ઓઈલ

ફોલ્લાથી છૂટકારો મેળવવા માટે નારિયેળનું તેલ યૂઝ કરી શકાય છે. આ તેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ મળે છે. જે ફોલ્લીની સારવારમાં કારગર માનવામાં આવે છે. જો તમે ફોલ્લીથી રાહત મેળવવા ઈચ્છો છો તો નારિયેળના તેલમાં ટી ટ્રી ઓઈલ મિક્સ કરીને તેને પ્રભાવિત ભાગ પર લગાવો. તેનાથી તમને લાભ મળશે.

અલોવેરા અને હળદરથી મેળવો રાહત

- Advertisement -

ફોલ્લીઓની સારવાર કરવા માટે અલોવેરા જેલને પ્રભાવી માનવામાં આવે છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ મળે છે. જે ફોલ્લી અને ફોલ્લામાં થતા સોજાને ઘટાડે છે. તેનો ઉપયોગ કરવા માટે અલોવેરા જેલમાં હળદરને મિક્સ કરો. તેને ફોલ્લીઓ પર લગાવો.

તુલસી કરશે મદદ

ફોલ્લીની મુશ્કેલીઓથી રાહત મેળવવી છે તો તમે તમારા ઘરની તુલસીનો ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ મળે છે જે તમારી સમસ્યાને રાહત આપી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે તુલસીના પાનને પીસી લો. હવે આ લેપને ફોલ્લીઓ પર લગાવો. તેનાથી પણ તમને રાહત મળશે.

લીમડાથી મળશે ફાયદો

ફોલ્લીની સારવાર કરવા માટે લીમડો લાભદાયી માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે લીમડાના પાનને પીસીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ફોલ્લીઓ પર લગાવો. લગભગ 20 મિનિટ બાદ તેને ધોઈ લો. થોડા દિવસમાં તમને રાહત મળી શકે છે.  

Source link

- Advertisement -
RELATED ARTICLES

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

તમારા હાથને આ રીતે રાખો કોમળ

ઘણી યુવતીઓની ત્વચા જરૂર કરતાં વધારે પડતી જ સ્વેટી હોય છે, કારણ કે તેમના હાથના પંજા અને પગની પાની જરૂરિયાત કરતાં વધારે સ્વેટી મતલબ...

ગરબે ઘૂમ્યાં બાદ મેકઅપ રિમૂવ કરવાનું ન ભૂલતાં

ગરબે ઘૂમ્યાં બાદ ઘણી યુવતીઓ મેકઅપ રિમૂવ કરવાનું ભૂલી જાય છે અથવા થાકના લીધે મેકઅપ રિમૂવ કરવાનું ટાળે છે. રાત્રે સૂતા પહેલાં મેકઅપ રિમૂવ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!