Tuesday, September 27, 2022
Home Gujarat ડીસાના શિક્ષકને ઇટાલીની યુવતીને ફેસબુક ફ્રેન્ડ બનાવવી ભારે પડી

ડીસાના શિક્ષકને ઇટાલીની યુવતીને ફેસબુક ફ્રેન્ડ બનાવવી ભારે પડી

  • બનાસકાંઠા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી
  • વ્હોટ્સએપમાં ગિફ્ટ પેકેજીંગના ફોટો તેમજ કુરિયરની રીસીપ્ટ મોકલી હતી
  • ફોરેનથી ગિફ્ટ મોકલવાના બહાને રૂપિયા 11.80 લાખનો ચૂનો લગાવ્યો

ડીસા તાલુકાના એક ગામમાં શિક્ષક તરીકે નોકરી કરતા એક શિક્ષકએ ફેસબુક પર વિદેશની એક યુવતીને ફ્રેન્ડ બનાવી હતી. જેમાં ટૂંક જ સમયમાં આ યુવતીએ પોતાને પ્રમોશન મળ્યું હોવાનું જણાવી અને શિક્ષકને વિદેશથી એક ગિફ્ટ આપવાનું કહ્યું હતું અને તેના પેટે શિક્ષકને ક્લિયરન્સ ફી ચૂકવવા માટે કહ્યું હતું. જેથી શિક્ષકે પોતાના તેમજ પોતાની પત્નીના એકાઉન્ટમાંથી જુદા જુદા સમયે રૂપિયા 11.80 લાખ ચૂકવ્યા હતા. જે બાદ પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનું માલુમ પડતા બનાસકાંઠા જિલ્લા સાઈબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

ડીસા તાલુકાના ગુગળ ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અર્જુનકુમાર કાળુભાઈ પરમાર 23 જુલાઈએ પોતાના ઘરે હતા ત્યારે ફેસબુકમાંથી જેનીફર ગ્રેહાર્ડ નામની મહિલા યુઝરને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી જે એક્સપટ થઈ હતી. જે બાદ ફેસબુક મેસેન્જર દ્વારા ચેટની શરૂઆત થઈ હતી તે વખતે તે મહિલાએ પોતે ઈટાલીની હોવાનું જણાવ્યું હતું અને હાલમાં ઈંગ્લેન્ડના લીવરપુરમાં જોબ કરતી હોવાનું કહ્યું હતું અને શિક્ષકે પણ પોતાના પરિવારનો પુરો પરિચય આપ્યો હતો અને વ્હોટ્સએપનો નંબર આપ્યો હતો. તે રાત્રે 9:30 વાગે વિદેશના એક અજાણ્યા વ્હોટ્સએપ નંબર પરથી આ મહિલાએ પોતાનો ફોટો મોકલ્યો હતો. જે બાદ શિક્ષકે પણ પોતાનો ફોટો મોકલ્યો હતો અને ગત તા. 8મી ઓગસ્ટએ આ યુવતીએ પોતાને પ્રમોશન મળ્યું હોવાનું અને યુરોપિયન દેશ માલતામાં એક માસ અને બે અઠવાડિયાની તાલીમ માટે જવાનું જણાવ્યું હતું અને 9મી ઓગસ્ટે શિક્ષક પાસે ગિફ્ટ મોકલવા માટે નામ સરનામું માગ્યું હતું. જેથી શિક્ષકે પોતાનું પૂરું નામ અને સરનામું આપ્યું હતું અને આ યુવતીએ વ્હોટ્સએપમાં ગિફ્ટ પેકેજીંગના ફોટો તેમજ કુરિયરની રીસીપ્ટ મોકલી આપી હતી. જેમાં કંપનીના ડીલેવરી મેનનો નંબર હતો, તે સંપર્ક કરશે, તેમ કહ્યું હતું. જે પેટે કસ્ટમ ડયુટી અને અન્ય ચાર્જિસ શિક્ષકને ભરવા કહ્યું હતું ત્યારબાદ તા.11મી ઓગસ્ટે એક વિડીયો કોલ આવ્યો હતો. જેમાં પોતે ડીલેવરી એજન્ટ અને દિલ્હી એરપોર્ટ પરથી વાત કરતો હોવાનું કહ્યું હતું. જે ગીફ્ટનું પેકેજ રિસીવ કરવાની ક્લીયરન્સ ફી ભરવાનું કહ્યું હતું ત્યારબાદ શિક્ષકે તા. 11મી ઓગસ્ટથી 25મી ઓગસ્ટ સુધીના સમયગાળામાં પોતાના એકાઉન્ટમાંથી રૂ. 6.80 લાખ તેમજ પત્નીના એકાઉન્ટમાંથી રૂ. 5 લાખ મળી કુલરૂ.11.80 લાખ જમા કરાવ્યા હતા. જે બાદ છેતરપિંડી થયાનું માલુમ પડતા ફરિયાદ નોંધાવી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વજન ઘટાડવા સહિત આ સમસ્યાઓમાં લાભદાયી છે જીરું, કરો ઉપયોગ

કાળા જીરાનો ઉપયોગ કરવાથી ફેટને ઘટાડવામાં મદદ મળશે જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરીને ઈમ્યુનિટી વધારશે પેટમાં ગેસ, અપચો, પેટ દર્દ, લૂઝ મોશનની સમસ્યામાં રાહત થશે જીરાનો ઉપયોગ...

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!