Friday, October 7, 2022
Home Gujarat ડાયમંડ ટ્રેડિંગ કંપનીએ કર્યો રફ હીરાની કિંમતોમાં વધારો

ડાયમંડ ટ્રેડિંગ કંપનીએ કર્યો રફ હીરાની કિંમતોમાં વધારો

  • ક્રિસમસમાં વેપાર વધવાની ધારણાએ કંપનીએ ભાવ વધાર્યા
  • કંપનીની પાંચ દિવસીય સાઇટ 18 સપ્ટેમ્બરથી શરુ થઇ
  • બજારમાં આગામી દિવસોમાં તેની અસર જોવા મળશે

ડાયમંડ ટ્રેડિંગ કંપની દ્વારા 18 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવેલી રફ હીરાની સાઇટમાં કેટલીક ક્વોલિટીમાં ભાવ વધારો થયો છે. જેમાં સુરતના હીરા ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા પાતળી સાઇઝના હીરાની કિંમતોમાં પણ વધારો થયો હોવાનું હીરા ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. હીરા ઉદ્યોગકારોનું માનવુ છે કે ક્રિસમસમાં વેપાર સારો રહેશે તેવી ગણતરીએ કિંમતો વધારવામાં આવી છે.

- Advertisement -

ડીરા ઉદ્યોગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ડીટીસી કંપનીની પાંચ દિવસીય સાઇટ 18 સપ્ટેમ્બરથી શરુ થઇ છે. હાલ હીરા ઉદ્યોગમાં વેપાર સામાન્ય રીતે આગળ વધી રહ્યો છે. ક્રિસમસના તહેવારને લીધે જે ઓર્ડર મળવા જોઇતા હતા. તે અત્યાર સુધી નહી મળતા ઉદ્યોગકારો રાહ જોઈ રહ્યા છે. જોકે, ડીટીસી કંપનીએ ક્રિસમસ પર સારો વેપાર રહેશે તેવી ધારણાથી સ્ટાર-મેલે રફ હીરાની કિંમતો વધારી દીધી છે. બજારમાં આગામી દિવસોમાં તેની અસર જોવા મળશે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, હીરા ઉદ્યોગમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની શરુઆતથી ક્રિસમસના ઓર્ડર મળવાની શરુઆત થઇ જાય છે પરંતુ ચાલુ વર્ષે ઓર્ડર ઓછા મળી રહ્યા છે. કેટલાક હીરા ઉદ્યોગકારોએ ઓર્ડર માટે પહેલાથી તૈયારી કરી રાખી હતી અને મોટા પાયે સ્ટોક પણ કરી લીધો છે.

ઉદ્યોગકારો પાસે દીવાળી સુધીનો સ્ટોક

રફ હીરાની કિંમતોમા વધારો થતા બજારમાં સંતુલન જળવાઇ રહેશે. મોટાભાગના હીરા ઉદ્યોગકારો પાસે દીવાળી સુધીનો રફ હીરાનો સ્ટોક હોવાથી ખુબ ઓછા લોકો હાલ ખરીદી કરે તેવી સંભાવના છે. દિવાળીના વેકેશનને લીધે મોટા ભાગના ઉદ્યોગકારો દીવાળી પછી જ ખરીદી કરે તેમ જણાય છે તેમ સુરત ડાયમંડ એસોસિએશનના જગદીશ ખૂંટનું મંતવ્ય છે.

કટ-પોલિશ્ડ હીરાની કિંમત વધી શકે

જીજેઇપીસીના રીજનલ ચેરમેન વિજય માંગુકિયાનું કહેવું છે કે ડીટીસીની સાઇટમાં રફ હીરાની કિંમતોમાં વધારો જાણવા મળ્યુ છે. સ્ટાર-મેલે પ્રકારના હીરાની કિંમતો વધી છે. રફ હીરાની કિંમતો વધતા તેની સીધી અસર કટ- પોલીશ્ડ હીરાની કિંમતો પર પડે તેવી ક્યતા છે. કટ-પોલીશ્ડ હીરાની કિંમતોમાં વધારો થઇ શકે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!